SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા 33 એ આ આત્મા છે. મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ એવું મૂર્તિ ફળ આપે. એવું આયે પ્રતિષ્ઠા કરે તો ફળ આપ્યા કરે. ‘ચંદુભાઈ, ચંદુભાઈ', પ્રતિષ્ઠા કર કર કરો એટલે આવતા ભવની મૂર્તિ ઘડાઈ. એ ભાવસત્તા એમાં પેઠી, એ પછી છૂટે નહીં. પ્રશ્નકર્તા: દાદા, પ્રતિષ્ઠિત આત્મા એ ટર્મિનોલોજી (પરિભાષા) તો આ અક્રમમાં જ આવીને ? આ કોઈ ઠેકાણે શાસ્ત્રમાં છે જ નહીં. દાદાશ્રી : કોઈ જગ્યાએ હોય નહીં આ. આ તો આપણું અક્રમનું છે આ. પ્રશ્નકર્તા: એટલે એ ક્રમિકની સાથે જો આપણે મેળવણી કરવા જઈએ તો મેળ ના બેસે. આ તો આમ આખું જુદું જ એનું કોમ્પોઝિશન (બંધારણ) છે. દાદાશ્રી : હા, એનું કોમ્પોઝિશન જુદું છે. એટલે બીજી જગ્યાએ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ જ ના હોય. તે અહીં આપણા અક્રમમાં જ હોય. એટલે ખરી રીતે (ડિસ્ચાર્જ થતો) પ્રતિષ્ઠિત આત્મા બધાને નથી હોતો. આ પ્રતિષ્ઠિત આત્મા તો અમે જ્ઞાન આપ્યું હોયને, તેને પછી બાકી રહ્યો. જ્ઞાન આપ્યા પછી નિકાલ કરવાનો છે એ આત્મા રહ્યો, એ પ્રતિષ્ઠિત આત્મા અને બહારના લોકોને તો મૂઢ આત્મા. પ્રતિષ્ઠિત આત્મા એ મૂઢ આત્મા, બહિર્મુખી આત્મા કહેવાય છે. મૂઢ એટલે આ ભૌતિક સુખોમાં જ, આ વિનાશી સુખોમાં સુખ માની બેઠો છે, એ પ્રતિષ્ઠિત આત્મા છે. સાધુ હોય, સંન્યાસી હોય પણ જ્ઞાનપ્રાપ્તિ નથી ત્યાં ભૌતિક સુખોમાં સુખ માને ને પછી શાસ્ત્રમાં સુખ માને એય ભૌતિક સુખ કહેવાય. પ્રશ્નકર્તા: પ્રતિષ્ઠિત આત્મા અને આરોપિત આત્મા એ બેમાં શું ફેર ? દાદાશ્રી : આરોપિત આત્મા (એ જ વ્યવહાર આત્મા) એટલે એને સમજાવવા માટે કે ભઈ, જ્યાં તું નથી ત્યાં આ તે આરોપ કર્યો છે, એ
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy