SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૧.૩) જ્ઞાત પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા વ્યવહાર આત્મા કરે ચાર્જ, પ્રતિષ્ઠિત તે ડિસ્ચાર્જ પ્રશ્નકર્તા દાદા, જ્ઞાન મળ્યા પછી આપણે આ પ્રતિષ્ઠિત આત્માને કઈ રીતે સમજવો ? દાદાશ્રી : ખરેખર તો પ્રતિષ્ઠિત આત્મા તો જ્ઞાન મળ્યા પછી જે બાકી રહ્યું છે. પણ ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા ના કહેવાય, ત્યાં વ્યવહારિક આત્મા કહેવાય. પ્રશ્નકર્તા ઃ અને અજ્ઞાનતામાં વ્યવહાર આત્મા ને પ્રતિષ્ઠિત આત્માને એક જ ગણાવ્યા આપે ? દાદાશ્રી : હા, અજ્ઞાનતામાં એકનો એક જ છે. ભાવસતા તહીં, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિતને પ્રશ્નકર્તા ઃ જે ચાર્જ કરનારું છે ભાવમન, એટલે પ્રતિષ્ઠિત આત્મા ? દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા ખરેખર એ છે નહીં. પ્રતિષ્ઠિત આત્મા નવો ઉત્પન્ન થાય છે ભાવમનથી અને દ્રવ્યમન એ ખરેખર (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા છે. દ્રવ્યમન એટલે ડિસ્ચાર્જ મન અને ભાવમન એટલે ચાર્જ મન. હવે ચાર્જ, અહંકાર હોય તો થાયને ? આપણે અજ્ઞાન હોય તો ચાર્જ થાયને ? એટલે જગત આખાને, આ જ્ઞાન ના મળ્યું હોય તો એમને ભાવમન હોય, જે એમને ચાર્જ થયા જ કરવાનું. એ ગમે તેટલી માથાકૂટો કરે પણ ચાર્જ થાય જ. તમને હવે
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy