SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ પ્રભુ સાથે જન્મેલ કન્યાનું નામ સુમંગળા' રાખવામાં આવ્યું. પ્રભુના જન્મ પછી એક વર્ષ બાદ પ્રભુના વંશની સ્થાપના કરવા ઈન્દ્ર હાથમાં શેરડીનો સાંઠો લઈને આવ્યા. પિતાના ખોળામાં બેઠેલા પ્રભુએ ઈન્દ્રની ઈચ્છાને અનુલક્ષીને તે શેરડીના સાંઠા તરફ પોતાનો હાથ લંબાવ્યો. ઈંદ્ર તે સાંઠો પ્રભુના હાથમાં આપ્યો. પ્રભુના વંશની સ્થાપના પ્રસંગે શેરડીની અભિલાષા થવામાં હું નિમિત્ત બન્યો છું,' એમ વિચારી પ્રભુનો ઈક્વાકુ વંશ સ્થાપીને ઈન્દ્ર પોતાના સ્થાને ગયા. ભગવાન ઋષભદેવજીનો જન્મ થયા પૂર્વેના યુગમાં અનેક વિશિષ્ટતાઓ હતી. એ વખતે બાળક અને બાળકી એક સાથે જન્મતાં હતાં. તેઓ “યુગલિયા' નામે ઓળખાતાં હતાં. જન્મ સાથે, દાંપત્ય જીવનમાં પણ સાથેને સાથે જ અને મૃત્યુમાં પણ બંને સાથે જ! એકબીજાને એકબીજાનો વિયોગ સહેવો ન પડે, ન કોઈ વિધવા કે ન કોઈ વિધુર! યુગલિકોનું જીવન સાદું અને સરળ, તેમ છતાં સુખ અપાર હતું. એ વખતે દશ પ્રકારના કલ્પવૃક્ષો જે જોઈએ તે આપતાં. પરંતુ ધીરેધીરે સ્થિતિ બદલાણી. હાકાર નીતિ અર્થાત સહજ ઠપકો આપવા માત્રથી લોકો ઠેકાણે આવી જતાં અને ખોટો માર્ગ છોડી દેતાં હતાં. સાદી કે સખત જેલનું તે સમયે સ્થાન ન હતું. શ્રી નાભિરાજાના સમયમાં પ્રથમ વાર એક વિચિત્ર દુર્ઘટના બની. બાલ્યાવસ્થા વિતાવનાર એક યુગલ તાલવનમાં આનંદ કલ્લોલ કરતું હતું. ત્યારે નરના માથા પર તાલફળ પડયું અને ત્યાં જ તેનું મૃત્યુ થયું. એ સમયે યુગલિયામાંથી એક મૃત્યુ પામે અને બીજું જીવંત રહે એમ કદી બનતું નહીં, છતાં અહીં આશ્ચર્યકારી ઘટના ઘટી. તે જીવંત બાળકીનું નામ સુનંદા' હતું. યુગલિકો સંતાનને જન્મ આપ્યા પછી દીર્ઘ આયુષ્ય ન ભોગવતાં હોવાથી, થોડા સમય બાદ સુનંદાના માતા-પિતાનું મૃત્યુ થયું. સુનંદા એકાકી-નિરાધાર બની ગઈ. પછી લોકોએ તેને નાભિરાજાને સમર્પણ કરી. નાભિરાજાએ સુનંદાને બદષભની પત્ની થશે એવું કહી તેનું પાલનપોષણ કર્યું. આદિનાથના લગ્નનો સમય થયો એમ જાણી ઈન્દ્ર પ્રભુ પાસે આવી અંજલિ જોડી કહ્યું, “હે પ્રભુ! ભરતક્ષેત્રમાં મોક્ષપુરીના માર્ગની જેમ સંસારના સર્વ વ્યવહારો પણ આપે પ્રવર્તાવવાના છે. પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રના વિશે નષ્ટ થયેલા સંસારના વ્યવહાર માર્ગને વ્યવસ્થિત કરવાનો અધિકાર પ્રથમ તીર્થકરને હોય છે જેથી હે પ્રભુ! આપ સુમંગળા અને સુનંદા સાથે વિવાહ કરો.” અવધિજ્ઞાન વડે પોતાના ત્રીશ લાખ પૂર્વ વર્ષ સુધી ભોગાવલી કર્મ ભોગવવાનું જાણી, ભગવાને મસ્તક ઘણાવ્યું અને તે રીતને અનુમતિ માની, વિવાહ મહોત્સવ અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. રે! શાતાવેદનીય કર્મો પણ ભોગવ્યા વિના નાશ થતાં નથી. ભાષભદેવ અનાસક્તપણે ભોગો ભોગવે છે. તેમાં લેવાતા નથી. લગ્ન પછી ન્યૂન છ લાખ પૂર્વ જેટલો સમય વીત્યા બાદ સુમંગલાએ પુત્ર ભરત અને પુત્રી બ્રાહ્મીને જન્મ આપ્યો. સુનંદાએ પુત્ર બાહુબલિ અને પુત્રી સુંદરીને જન્મ આપ્યો. ત્યાર પછી ૪૯ યુગલોને જન્મ આપ્યો. ચંડપ્રદ્યોતન રાજા શતાનીક રાજાએ કોઈ દેવ વરદાન પ્રાપ્ત થયેલા ચિત્રકારનો જમણા હાથનો અંગૂઠો કાપી નાખ્યો. નિરપરાધ ચિત્રકાર અત્યંત ક્રોધે ભરાયો. તેણે પુન: યક્ષની આરાધના કરી કૃપા પ્રાપ્ત કરી. ત્યાર પછી બદલો લેવાના ઈરાદાથી શતાનીક રાજાની રાણી મૃગાવતીનું આબેહૂબ ચિત્ર દોર્યું. તે ચિત્ર લઈ ચિત્રકાર ચંડuધોતના રાજા પાસે આવ્યો. રાજાને ચિત્ર આપ્યું. રાજા મૃગાવતીનું ચિત્ર જોઈ તેને મેળવવા અધીરો બન્યો. તેણે દૂત દ્વારા
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy