SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ નિપુણતા મેળવનારો આ ઈલાતીપુત્ર પ્રથમ જ હતો. તેની શક્તિ અને કુશળતાને જોઈ લંખિક નટ ઘણો પ્રસન્ન થયો. તેણે કહ્યું, ‘‘હવે તું તારી નૃત્યકળા દર્શાવી જલ્દીથી ધન પેદા કર એટલે તને મારી આ કન્યા પરણાવું.’ ઈલાતીપુત્ર નટકન્યાને પરણવા તીવ્ર ઉત્સુક હતો. લંખિક નટની કન્યા સાથે નિરંતર રહેવા છતાં ઈલાતીપુત્રે કદી તે કન્યાની સાથે અણછાજતી છૂટ લીધી ન હતી. કામના તીવ્ર આવેગમાં સંયમ રાખવો એ પણ અસાધારણ વસ્તુજ ગણાય. લંખિક નટના આદેશથી નટમંડળીને લઈને ઈલાતીપુત્ર બેનાતટ નગરે પહોંચ્યો. ત્યાં જઈને તે નગરના રાજાને વિનંતી કરી કે, ‘અમે આપને અમારી નૃત્યકળા દેખાડવા ઈચ્છીએ છીએ.'' રાજાએ સંમતિ આપી કહ્યું, ‘જો તમારી નૃત્યકળાથી મને ખુશ કરશો તો હું તમને ઘણું ધન આપીશ.’’ ઈલાતીપુત્રને જોઇતું હતું તે મળી ગયું ! તેણે રાજા અને પ્રજા સમક્ષ પોતાની સઘળી કુશળતાથી વિવિધ અભિનયોથી નૃત્ય ૫ કરી બતાવ્યાં. એ નૃત્યો જોઈ પ્રેક્ષકોના હ્રદયમાં ચમત્કાર થયો. આવાં નૃત્યો પૂર્વે કદી જોયાં ન હતાં અને આવો કુશળ નટ જોયો ન હતો તેવું પ્રેક્ષકોને લાગતું હતું. ઈલાતીપુત્ર નટકન્યાને પ્રાપ્ત કરવા આ બધું કરી રહ્યો હતો. નટકન્યાનો પણ જબરો સહકાર હતો. તાલ મુજબ પટહ વગાડવાનું કામ નટકન્યા જાતે જ કરતી હતી. નટકન્યા પટહને એવી તાલબદ્ધ રીતે વગાડતી હતી કે એથી ઇલાતીપુત્રને નૃત્ય કરવામાં ક્ષણે ક્ષણે નવું જોમ મળતું રહે; એથી જ પ્રેક્ષકોની નજર નટકન્યા તરફ ખેંચાયા વિના રહી નહિ. બીજી બાજુ નટકન્યા પણ ઈલાતીપુત્રને મેળવવા ભારે ઉત્સુક હતી. બન્નેની ઉત્સુકતાની સફળતા આ નૃત્યની સફળતાને અવલંબેલી હતી. આથી, ઈલાતીપુત્રનું નૃત્ય જનસમુદાયને મનોરંજન કરવામાં અપૂર્વ હતું અને નટકન્યાનું પટહવાદન અદ્ભુત હતું. નટકન્યાના પટહવાદને રાજાનું મન આકર્ષી લીધું. રાજા પણ નટકન્યાને જોઈ મોહિત થયો. રાજા નટકન્યાના રૂપ લાવણ્યને જોઈ કામવિવશ બની ગયો. રાજાને ખબર પડી કે, ‘ઈલાતીપુત્ર અને નટકન્યા અપરિણીત છે. ઈલાતીપુત્ર નટકન્યાને પોતાની પત્ની માને છે. આમ છતાં જો કોઈ પણ ઉપાયે ઈલાતીપુત્ર મરણ પામે તો હું આ નટડીને ઉઠાવડાવી લઉં!' આ હેતુથી રાજા ઈલાતીપુત્રના મરણના ઉપાય શોધવા લાગ્યો. રાજાએ ઈલાતીપુત્રને એવાં એવાં નૃત્યો કરવાનું સૂચન કર્યું, જે નૃત્ય કરતાં જરાક નજરફેર થાય તો નૃત્ય કરનાર મરણ પામ્યા વિના રહે નહીં. ઈલાતીપુત્રનું નટકન્યા પ્રત્યેનું આકર્ષણ એમાં પૂર્વભવનો રાગ જ પ્રેરક હતો. જ્યારે રાજાને નટકન્યા પ્રત્યેનું આકર્ષણ હતું તેનું કારણ માત્ર દેહસૌંદર્ય હતું. નટકન્યાના રૂપ લાવણ્યથી જ કામવિવશ બની ગયેલા રાજાએ ઈલાતીપુત્ર મરણ પામે તે હેતુથી જ વાંસ ઉપર ચડીને કટીનૃત્યાદિ નૃત્યો કરવાનું ઇલાતીપુત્રને સૂચવ્યું. ઈલાતીપુત્રએ વાંસ ઉપર ચડીને નૃત્યકળા બતાવી. પ્રેક્ષકો આશ્ચર્યમુગ્ધ બન્યા. ઈલાતીપુત્રને થયું કે મારા આ નૃત્યથી રાજા અવશ્ય પ્રસન્ન થશે અને મોં માંગ્યું ઈનામ આપશે. રાજા કામની વિવશતાના યોગે ક્રૂર બન્યો હતો. કોઈ પણ પ્રકારે ઈલાતીપુત્ર મરે એમ જ ઈચ્છતો હતો. તેણે ઈલાતીપુત્રને કહ્યું, ‘‘તું વાંસ ઉપર ચડીને વાંસનો આધાર લીધા વિના નૃત્ય કરી બતાવ.’’ કામવિવશ ઈલાતીપુત્રે આકાશમાં નિરાધાર નૃત્ય કરી બતાવ્યું. તેમ છતાં રાજાએ ઈનામ આપ્યું જ નહિ. રાજાના મનમાં ખોટ હતી. ‘આવું નૃત્ય કરવા છતાં ઈલાતીપુત્ર મર્યો કેમ નહીં?' રાજાએ પોતાના આશયને સફળ બનાવવાના હેતુથી બીજે દિવસે ઈલાતીપુત્રને બોલાવ્યો. બીજે, ત્રીજે દિવસે ઈલાતીપુત્રે જોખમી નૃત્યો કર્યાં પરંતુ મર્યો નહીં કે થાક્યો નહીં. રાજાએ ચોથે દિવસે બોલાવ્યો. રાજાના કુટિલ આશયની ગંધ ઈલાતીપુત્રને ન આવી. રાજા
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy