SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ નામની નર્તકી આ કાર્ય કરવા તૈયાર થઈ. એક દિવસ ઉમિયા સોળે શણગાર સજી મહેલના ઝરૂખામાં બેઠી હતી. સત્યકીની દૃષ્ટિ ઉમિયા પર પડી. તે તરત જ મૈત્રી સંબંધ કરવા ત્યાં ગયો. ઉમિયાએ પોતાના હાવભાવ, લટકા-મટકાથી સત્યકીને પ્રભાવિત કર્યો. સત્યકી ઉમિયાના કામબાણોથી વીંધાયો. તેણે કહ્યું, ‘‘સુંદરી ! હું તને મનથી ચાહું છું. હું તારા ઘરમાં જ રહીશ.'' હવે ઉમાપતિ બની બન્ને વિવિધ પ્રકારના ભોગ-વિલાસ ભોગવવા લાગ્યા. એક વાર ઉમિયાએ રડતાં રડતાં કહ્યું, ‘‘સ્વામીનાથ! તમે બીજાના ઘરે ન જશો કારણકે પરઘરે જતાં કોઈ પુરુષ તમને મારી નાખશે. મારાથી તમારો વિયોગ સહન નહીં થાય.’’ ઉમિયાને કોઈ પણ રીતે સત્યકી પાસેથી તેને વિશ્વાસમાં લઈ તેના મૃત્યુનું રહસ્ય જાણવું હતું. સત્યકીએ અભિમાનપૂર્વક કહ્યું, ‘‘પ્રિયે! હું સ્વર્ગ, મૃત્યુલોક અને પાતાળમાં સ્વયં પ્રવેશી શકું છું. મારો પ્રતિકાર કરનાર કોઈ જન્મ્યો નથી. ઉમિયા! હું જ્યારે તારી સાથે ભોગ ભોગવું ત્યારે કોઈ મને પાછળથી પ્રહાર કરે તો તે સમયે હું કાંઈ ન કરી શકું (વિષય ભોગવતાં સત્યકી વિદ્યાને તલવારની મૂઠમાં મૂકી દેતો હતો. તે સમયે તે વિદ્યા વિનાનો બનતો હતો.) ઉમિયાને સત્યકીના મૃત્યુના રહસ્યની જાણ થતાં તે ખુશ થઈ ગઈ. તેણે ચંડપ્રધોતન રાજાને આ વાત કરી. ચંડપ્રધોતન રાજાએ ઉમિયાના ઘરે નિશાનબાજ સુભટો મોકલ્યા. ઉમિયા અને સત્યકી વિષય સુખો ભોગવતાં હતાં ત્યારે સુભટે પાછળથી બાણ છોડયું. સુભટના બાણથી બન્ને વીંધાયા. કુવ્યસનથી અને વિશ્વાસઘાતથી સત્યકી અને ઉમિયાનું જીવન સમાપ્ત થયું. અષાઢાભૂતિ : (ભરહેસરની કથા - પૃ.૧૩૪ થી ૧૩૯) રાજગૃહી નગરીમાં વિશ્વકર્મા નામના નટની સ્વરૂપવાન બે પુત્રીઓ હતી.મહાત્મા અષાઢાભૂતિ એકવાર ભૂલથી નટને ત્યાં ગોચરીએ ગયા. નટની કન્યાઓએ સિંહકેસરિયા મોદક વહોરાવ્યા. મોદકની ખુશ્બથી મુનિ લલચાયા. તેઓ રૂપ પરિવર્તન કરી પુનઃ પુનઃ નટને ત્યાં પહોંચ્યા. ફરી મનમાં કંગાલ સ્વાર્થ દોડયો. પુનઃ કૂબડા સાધુનું રૂપ લઈ મોદક વહોર્યા. આ રીતે કુષ્ટ રોગીનો સ્વાંગ સજી નટના ઘરમાં પેઠા. ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્મા નટે આ જોયું. તે સ્તબ્ધ બન્યો. તેણે પુત્રીઓને કહ્યું, “રસલંપટ મુનિને વશ કરજો.’’ નટ કન્યાઓ મોદક વહોરાવતાં નટખટભરી વાતો કરી, મુનિનો હાથ પકડી ઓરડામાં લઈ ગઈ. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય થયો પરંતુ સમ્યગ્દર્શનની જ્યોત અખંડ રહી. તેમણે નટ કન્યાઓને કહ્યું કે, ‘“દારૂની ગંધ આવશે ત્યારે હું અહીંથી ચાલ્યો જઈશ.’’ એકવાર મેડા ઉપર બંને પુત્રીઓ દારૂના નશામાં ચકચૂર બની સૂતી હતી. અષાઢાભૂતિને ખબર પડતાં તેઓ રવાના થયા. ત્યારે પિતાના કહેવાથી નટ કન્યાઓએ નિર્વાહના બહાને તેમને રોક્યા. અષાઢાભૂતિએ ‘રાષ્ટ્રપાળ' (ભરત ચક્રવર્તી) નામે નાટક ભજવ્યું. તેઓ અરિસા મહેલમાં ગયા. શરીરના અલંકારો ઉતાર્યા. તેમને એકત્વ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમની સાથે ૫૦૦ રાજકુમારો નાટક ભજવતાં હતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. કર્મ સત્તાએ સંસારના નાટકો કરાવ્યાં, આત્મ સત્તાએ સિદ્ધગતિનું શાશ્વત રંગમંચ અપાવ્યું! અરણિક મુનિ (મોટી સાધુવંદના : ભા.૫, પૃ.-૬૫ થી ૭૦) તગરા નામની નગરીમાં દત્તનામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્ની પણ શેઠની જેમ ધર્મિષ્ઠ હતી. તેમનો એક અરણિક નામનો પુત્ર હતો. પડોસીના બાળકનું અચાનક મૃત્યુ થતાં શેઠ અને શેઠાણીને આયુષ્યની ક્ષણભંગુરતા સમજાણી. તેમણે પુત્રને પણ ધર્મના માર્ગે વાળ્યો. ત્રણે જણાએ દીક્ષા લીધી, અરણિક
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy