SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ હકદાર તમે હોવાથી તમને પાછું સોપું છું. હે શ્રેષ્ઠીવર્ય ઉત્તમ વસ્તુઓ હાથેથી ગમે ત્યાં ન મૂકો. તમે વણિક થઈને આવી ભૂલ કેમ કરો છો ?'' ... ૨૨૨ કૃતપુયે કહ્યું, “હે રાજવી!મારા ઘરમાં મારો એક પુત્ર છે. જે અત્યંત લાડકો છે. તેણે ઘૂંટવા માટે પત્થર સમજીમાંગી લીધું. ત્યાર પછી તેણે શું કર્યું તે હું જાણતો નથી. ... ૨૨૩ મહારાજા શ્રેણિકે કહ્યું, “શ્રેષ્ઠીવર્ય! મોટા વ્યાપારી થઈને પાછળથી પુત્રને રત્નની વાત પૂછી નહીં?” (રત્નનો ખુલાસો સાંભળી કૃતપુણ્ય પરિસ્થિતિને પામી ગયો. કેડે બાંધેલી કોથળીમાં જે મોદક હતા તે મોદક રત્નગર્ભિત હોવા જોઈએ. પોતાના ભાગ્યમાં અણધારી ત્રાદ્ધિની પ્રાપ્તિ જ લખાઈ છે.) મહારાજા શ્રેણિકે પોતાના પુત્ર અભયકુમારને બોલાવી કહ્યું, “આ કૃતપુણ્ય શ્રેષ્ઠીવર્યને ન્યાય આપો.” ... ૨૨૪ ઢાળ : ૧૨ મહારાજા શ્રેણિકે શુભ મુહૂર્ત પોતાની રાજવી કન્યા સાથે કૃતપુણ્યના શુભ વિવાહ કરાવ્યા. આ લગ્ન પ્રસંગે મૃગલોચની નારીઓએ એકત્રિત થઇ મંગળ ગીતો ગાયાં. લીલા વાંસનો માંડવો બંધાયો. ત્યાં અનિદેવને સાક્ષીરૂપે સ્થાપિત કર્યા. .. ૨૨૫ ગોર મહારાજના મંત્રોચ્ચાર દ્વારા લગ્નના ચાર મંગળ ફેરા સંપન્ન થયા. મહારાણીએ વર-વધૂને કંસાર પીરસ્યો. નવવિવાહિત દંપતિએ એકબીજાને કંસાર ખવડાવ્યો. મહારાજા શ્રેણિકે પોતાની પુત્રીને બાર ક્રોડ સોનામહોરો કન્યાદાનમાં આપી. .. ૨૨૬ વરકન્યાની સરખે સરખી જોડી મળી. (જાણે કામદેવ અને રતિની જોડ જોઈ લ્યો!) મહારાજા શ્રેણિકે વેવાઈ પક્ષમાં સગાવહાલાંઓને નવક્રોડ સોનૈયાની પહેરામણી આપી. કૃતપુણ્ય પરણીને રાજવીકન્યા સાથે ઘરે આવ્યો, ત્યારે સોહાસણિએ વર-કન્યાના જોડલાને (ધુર, મૂસળ, રવૈયો, ત્રાક અને જળ વડે પોંખીને) વધાવ્યાં. ... ૨૨૦ કરિયાવરમાં આવેલી સુવર્ણમુદ્રાઓને સોહાસણિએ ઘરમાં સાચવીને મૂકી દીધી. હવે તેણે રાજવી કન્યાને શૃંગાર કરી સુશોભિત કરી. કૃતપુણ્ય સોહાસિણીના હાથમાં રત્ન મૂકતાં કહ્યું, “લાડુમાંથી નીકળેલું રત્ન કુમાર પાસેથી કંદોઈ પાસે ગયું, કંદોઈ પાસેથી લઈને મહારાજા શ્રેણિકે મને આપ્યું.”(કૃતપુણ્ય સોહાસણિ સમક્ષ અંતરની વાતો કરી માનસિક સ્વસ્થતા અનુભવી) ... ૨૨૮ સોહાસણિએ તરત જ કહ્યું, “પ્રાણનાથ! આવા બીજા ત્રણ રત્નો છે. આ ચારે રત્નો એક સરખાં જ છે.” કૃતપુણ્યના ઘરે ભાગ્યોદયે અણધારી દ્ધિની વૃદ્ધિ થઈ. જાણે ગૌતમસ્વામીની લબ્ધિ ન મળી હોય! (તે અદ્ભુત સૌભાગ્યનો સ્વામી બન્યો.) ... ૨૨૯ (પુણ્યાઈના પ્રતાપે) શેઠની વિશાળ હવેલીમાં હાથી, ઘોડા, રથ અને અનેક બળદોનાં જોડલાં દેખાતાં હતાં. પૂર્વે જે એકસો આઠ વાણિજ પુત્ર(ગુમાસ્તા, વાણોત્તર) હતાં. તેમને બોલાવીને કૃતપુયે પુનઃ પોતાની હવેલીમાં રાખ્યા. (કૃતપુણ્યના દેદાર હવે ફરી ગયાં હતાં. નોકર ચાકર, પદ પ્રતિષ્ઠા, નામના - કામના આ બધામાં પુણ્ય-પલટો આવી ગયો.) (શેઠ કૃતપુણ્ય અને મહામંત્રી અભયકુમાર વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી.) એક દહાડો (શેઠ કૃતપુય અને અભયકુમાર) સાળા-બનેવી ભેગા થયા. અભયકુમારે કૃતપુણ્યને ઉપર બેસાડ્યા અને પોતે પગ પાસે નીચે બેઠા. (કૃતપુણ્યને ચારે સંતાનો અને પ્રેમપાત્રોના મુખદર્શનના મનોરથ જાગ્યા હતા) બનેવી
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy