SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૧ ...૪૩ છે?” આ પ્રમાણે કહી ગંગા પ્રારબ્ધને કોશતી દુ:ખી થતી રડવા લાગી. પાડોશણ રડવાનો અવાજ સાંભળી બહાર આવી. ...૪૦ બાળકને રડતો જોઈપાડોશણે ગુસ્સામાં આવી કહ્યું, “ગંગા!તારા પુત્ર ગંગીયાને શા મારે છે? શું ખીર એ સુવર્ણ જેટલી કિંમતી છે? બાળકની ખીર ખાવાની ઈચ્છા છે, એવું તેં મને કેમ ન જણાવ્યું?” ....૪૧ આ પ્રમાણે કહી એક પાડોશણે થાળીમાં ચોખા આપ્યા. બીજી પાડોશણે ઘી આપ્યું. વળી, ત્રીજીએ દૂધની વટલોઈ (તાંબડી) આપી અને ચોથીએ બૂરું ખાંડ આપી. ...૪૨ ખીરને યોગ્ય વસ્તુઓનો સંયોગ થતાં ગંગાએ ખીર બનાવી. ખીર ખાવાની ઉત્કંઠાથી ગંગીયો જમવા બેઠો. થાળીમાં ખીર પીરસી, માતા બહાર (કામ કરવા) ગઈ ત્યારે ગંગીયાને મનમાં એક શુભ વિચાર આવ્યો. કોઈ મહાત્મા આવે તો, તેમને આપીને પછી ભોજન કરું.’ એવી ઈચ્છા જો મનમાં જન્મે તો તે જીવ ઉત્તમ કાલીન હોય છે. ...૪૪ કોઈ મહાપુણ્યવંત આત્માને સાધુનો યોગ મળે છે. ગંગીયો મહાભાગ્યવાન હતો. તેવા સમયે જ અભિગ્રહધારી, તપસ્વી મુનિરાજ નગરમાં પધાર્યા. તેમને વહોરાવવા તે ઊભો થયો. ..૪૫ તેણે લીટી કરી ચોથા ભાગની ખીર વહોરાવી. ત્યાર પછી તેના ભાવ વૃદ્ધિ પામતાં અડધી ખીર આપી. વળી પાછી ત્રણ ભાગની ખીર આપતાં આપતાં સંપૂર્ણપીરની થાળી વહોરાવી દીધી. ...૪૬ ગંગા પોતાનું કાર્ય આટોપી ઘરે પાછી ફરી. ત્યારે તેણે જોયું કે થાળીમાં ખીર ન હતી. માતાએ મનમાં વિચાર્યું, “પુત્રને કકળીને ભૂખ લાગી હશે તેથી તેણે થોડી વારમાં જ ખીર ખાઈ લીધી છે. ...૪૦ આ પ્રમાણે તે આખો દિવસ ભૂખ્યો રહેતો હશે.” એવું વિચારી માતાએ તોલડીની ખીર થાળીમાં પીરસી. તોલડી ધોઈ ઊંધી પાડી. બાળક થાળીમાં રહેલી ખીરને જીભ વડે ચાટી પ્રેમથી આરોગવા લાગ્યો ત્યારે માતાની મીઠી નજર તેના ઉપર પડી. .૪૮ માતાની (સ્પૃહાજરી) મીઠી નજર બાળકને લાગી. તે આકુળવ્યાકુળ થયો. તેનું આયુષ્ય પૂર્ણ થયું. રાત્રિના સમયે તે બાળકનું મૃત્યુ થયું. ત્યારે ગંગીયાની માતા કરુણ સ્વરે રુદન કરવા લાગી. “હે પુત્ર! તેં ચાંદા ઉપર પ્રહાર કર્યો છે અર્થાત્ દાઝયા ઉપર ડામ દીધો છે. (એક તો ગરીબાઈ અને તેમાં જીવનના આધાર સમાન પુત્રનો વિયોગ!) ..૪૯ હે વત્સ! મારો પિયુ ગયો અને સાથે લક્ષ્મીને પણ લેતો ગયો. પરંતુ હે ગંગીયા ! તું મને છેહ દઈ કેમ ચાલ્યો ગયો? હવે(ઘડપણમાં) મારો જીવન આધાર કોણ થાશે? દેવકુમાર જેવો રૂડો રૂપાળો મારો ગંગીયો. મૃત્યુ પામ્યો. ... ૫૦ (માતા વલોપાત કરવા લાગી) મેં પૂર્વ કેવાં પાપકર્મો કર્યા હશે? શું મેં કોઈ સાધુને સંતાપ આપ્યો હશે? મેં મનુષ્ય, સ્ત્રી, ગાય જેવાં પ્રાણીઓ માર્યા હશે? તેથી આ ભવમાં કર્મસત્તા વડે મારો પુત્ર ગંગીયો મારાથી છિનવાઈ ગયો.” ... ૫૧ દુહા : ૩ ગંગીયો મૃત્યુ પામી પરલોકમાં ઉત્તમ કુળ (યોની)માં ઉત્પન્ન થયો. દાન ધર્મના કારણે તે સુંદર રમણીઓ, રાજ્ય અને સંપત્તિ પામ્યો. ... પર
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy