SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૫ પ્રાપ્ત થાય છે. તેમાંથી સમાજજીવન, વ્યવહાર, ભોજન તથા રીતરિવાજનો ઉલ્લેખ મળે છે. આવા પ્રસંગે પરણવાના કોડ, વહુઘેલી જેવા લોક પ્રચલિત શબ્દો વિવાહના ઉત્સવને અપૂર્વ આનંદનો સંઘર્ષ પૂરો પાડે છે. જૈન કવિઓએ વિવાહ પ્રસંગનું જીવનના ક્રમ પ્રમાણે શૃંગાર રસ યુક્ત નિરૂપણ કર્યું છે પરંતુ અંતે તો સંયમ અને મોક્ષની પ્રાપ્તિનું નિરૂપણ એ જ કેન્દ્રવર્તી વિચાર વિવાહલો કાવ્યનું હાર્દછે એટલે જ સાધુ કવિઓએ વિવાહ અને દીક્ષામાંથી વિવાહના ત્યાગની સાથે દીક્ષાના સ્વીકાર દ્વારા મુક્તિવધૂને વરવાનું અદ્ભુત મિલન વર્ણવ્યું છે. સંયમરૂપી કન્યાને વરવાનું ‘વર્યા સંયમ વધૂ લટકાળી' જેવાં શબ્દ પ્રયોગ થયા છે. વિવાહલો એ રૂપક કાવ્ય સાથે સામ્યતા ધરાવે છે. વિવાહ એટલે લગ્ન નહીં પરંતુ સંયમરૂપી નારી સાથેના લગ્ન એવો સંદર્ભપ્રાપ્ત થાય છે. જૈન ધર્મની દષ્ટિએ માનવ જન્મની સફળતાનો આદર્શ ત્યાગ, વૈરાગ્ય અને બ્રહ્મચર્યનું આચરણ છે, તેથી વિવાહલો દીક્ષાના રૂપક તરીકે પણ જાણીતું છે. જૈન કવિઓની વિવાહલોની રચના એક અનોખી કલ્પના અને અધ્યાત્મ જીવાનની વાસ્તવિકતાને પ્રગટ કરે છે. જૈન કવિઓએ બે પ્રકારના વિવાહલોની રચના છે. (૧) દીક્ષા પ્રસંગનું ભવ્યાતિભવ્ય અને આકર્ષક નિરૂપણ (૨) તીર્થકર ભગવાનની દીક્ષા અને મુક્તિવધૂને વરવાના પરમોચ્ચ કોટિના પ્રસંગનું નિરૂપણ. આત્માની સિદ્ધિ માટે સંયમ એ જ રાજમાર્ગ છે, એવું સ્પષ્ટ થાય છે. મહાપુરુષોના વિવાહલોમાં કવિ સેવક કૃત ‘આદ્રકુમાર વિવાહલઉ” (ગા.૪૬); કવિ હીરાનંદ સૂરિ કૃત 'જંબુસ્વામી વિવાહલો' (ગા.૩૫); કવિ લક્ષ્મણ કૃત ‘શાલિભદ્ર વિવાહલુ' (ગા.૪૪); કવિ દેપાલ કૃત ‘કયવન્ના વિવાહલુ' (ગા.૧૫)થી પ્રાપ્ત થાય છે. તીર્થકર વિષયક વિવાહલોમાં કવિ પેથા કૃત “પાર્શ્વનાથ વિવાહલુ' (ગા.૨૦૬, સં.૧૫૮૧); કવિ સેવક કૃત બદષભદેવ વિવાહલુ ધવલબંધ' (ઢા.૪૪, વિ.૧૫૯૦); કવિ આનંદપ્રમોદ કૃત શાંતિનાથ વિવાહલુ ધવલ પ્રબંધ' (ઢા.૬૩, વિ.સં. ૧૫૯૧); કવિ બ્રહ્મમુનિ કૃત ‘શાંતિનાથ વિવાહલો. ધવલ' (૧૯મી સદી) અને “સુપાર્શ્વ જિન વિવાહલો' (ગા. ૫૮, વિ.સં. ૧૬૩૨); કવિ ઋષભવિજય કૃત નેમિનાથ વિવાહલો' (સં. ૧૬૬૫): કવિ બહષભદાસ કૃત ‘આદીશ્વર વિવાહલો (આશરે ૧૦મી સદી); કવિ વીરવિજય કૃત બેનેમિનાથ વિવાહલો' (ઢા.૨૨, સં. ૧૮૬૦); કવિ કેવળદાસ કૃત “નેમિનાથ વિવાહલ' (ઢા.૪૩); કવિ નીંબો કૃત “આદિનાથ વિવાહલો' (ગા.૨૪૫); કવિ રંગવિજય કૃત પાર્શ્વનાથ વિવાહલો' પ્રાપ્ત થાય છે. તાવિક કૃતિઓમાં કવિ હીરાનંદસૂરિ કૃત ‘અઢારહ નાતા વિવાહલો'; કવિ જિનપ્રભસૂરિજી કૃત “અંતરંગવિવાહ” જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. સાધુ ચરિત વિવાહલુમાં કવિ સોમ મુનિ કૃત “જિનેશ્વરસૂરિ વિવાહલઉ” (ગા.૩૩, સં.૧૩૩૧); કવિ દેપાલ કૃત ‘કયવન્ના વિવાહલઉ” (ક.૧૫); કવિ કલ્યાણચંદ્ર કૃત ‘કીર્તિરત્નસૂરિ વિવાહલો'; કવિ સહજજ્ઞાન કૃત જિનચંદ્રસૂરિ વિવાહલો'; કવિ લાવણ્યસમય કૃત ‘સુમતિસાધુસૂરિ વિવાહલો'; કવિ હેમવિમલસૂરિના શિષ્ય કૃત ‘હેમવિમલસૂરિ વિવાહલો'પ્રાપ્ત થાય છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy