SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧e દાન. (ઢા.૧૧, ક.૧૪-૧૬) કવિશ્રી જયરંગમુનિજીઃ કૃતપુણ્યએ સંયમ પૂર્વે ઉલ્લાસપૂર્વક સાતે ક્ષેત્રમાં ધનરૂપી બીજનું વાવેતર કર્યું. ત્યારપછી દીન-દુ:ખાર્તનો વિસ્તાર કર્યો તેથી તેનો ચારે કોર જયજયકાર વર્તાયો. ગરીબોને ભોજન પાણીથી તૃપ્ત કર્યા અને વસ્ત્રો પહેરાવ્યાં. ત્યારપછી સાતે સ્ત્રીઓ સાથે ધામધૂમથી દીક્ષા લીધી. દીક્ષા પ્રસંગે વાજાનો ગગડાટ જાણે. ઘનઘોર વાદળની ગર્જના ! ધવલ-મંગલ ગીતો ગવાયાં. ચારિત્ર રમણીને પરણવા જાણે વરરાજાઘોડે ન ચડયા હોય, તેમ કૃતપુણ્યએ સાજ સજ્યો. તેણે સ્નાન કરી સુંદર વસ્ત્રો અને કિંમતી આભૂષણો પહેર્યા. હજારો પુરુષો દ્વારા ઊંચકાયેલી શિબિકામાં બેસી કૃતપુણ્ય અને તેની સાતે સ્ત્રીઓ દીક્ષા લેવા નીકળ્યાં. તેમણે પાંચા અભિગમ સાચવી, પ્રભુવીરને વંદન કરી, સ્વ હસ્તે લોચ કરી, ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. સિંહની જેમ શૂરવીર બની, કયવન્ના મુનિએ શુદ્ધપણે સંયમનું પાલન કર્યું. તેઓ સ્થવીર મુનિઓ પાસે સૂત્રો અને અર્થ ભણ્યા. હાલતાં-ચાલતાં, ઉઠતાં-બેસતાં જયણાનું પાલન કરતાં. તેમણે મૃષાવાદનો ત્યાગ કર્યો. સદા સત્ય જ બોલતાં. જયણાપૂર્વક નિર્દોષ, સૂઝતો આહાર વહોરી લૂખું-સૂકું, સ્વાદ વિનાનું ભોજન કરતાં. નવ વાડના રખેવાડ બની બ્રહ્મચર્યનું સુંદર રીતે પાલન કરતાં હતાં. જેમાં માળી ઉધાનનું રખોપું કરે, તેમાં મુનિ સંયમનું સુચારુ રીતે પાલન કરતા હતાં. મમત્વ ભાવનું નિવારણ કરી સમતા આદરતા હતાં. પદાર્થનો પરિગ્રહ છોડયો, આકરાં તપ, જપ, ક્રિયા કરતાં. પાંચ મહાવ્રતનું પાલન કરતાં, દોષ કે અતિચાર લાગે તો મિચ્છામિ દુક્ક” લેતાં. સર્વ સાથે ખમતખામણાં કરી પ્રતિક્રમણ કરતા, અતિચારની આલોચના કરતા, મિત્ર શત્રુને સમાન ગણતા, સુવર્ણ અને રત્નને તૃણવત્ સમજતાં, ધૂળ અને રાજ્યને સમાન ગણતા. તેઓ ચૌદપૂર્વધારી, શ્રુતકેવળી બન્યાં. ભગવાન મહાવીરના ચૌદ હજાર સાધુઓમાં તેમની ગણના થતી હતી. (ઢા.૩૦/ક.૧-૧૦) કવિશ્રી જયરંગમુનિએ દીક્ષાર્થી કૃતપુણ્યની સંયમપૂર્વેની ગતિવિધિ, ધામધૂમપૂર્વક ઉજવાયેલો સંયમોત્સવ, કયવન્નામુનિની નિર્દોષ જીવનચર્યા આગમ અનુસાર વિસ્તારપૂર્વક આલેખી છે. કવિશ્રી દીપ્તિવિજયજી પ્રસંગોપાત ભગવાન મહાવીરની દેશના જેમાં દાનધર્મની મહત્તા, સંયમની સ્થિરતા. માટે મોહરાજા અને ધર્મરાજાના પરિવારની વિસ્તારથી કથા કહી છે. (૩૦૬-૩૦૯) ઉપરોક્ત જિનવચનથી પ્રતિબોધપામી કૃતપુણ્ય સંયમમાં જોડાયો. કવિશ્રી ગંગારામજી પ્રભુ વીરની વાણી સાંભળી કયવન્નો શ્રદ્ધાવાન થયો. તેના શરીરની સાતે ધાતુ ઉલ્લસિત બની. તેને આ વિશ્વ મૃગજળ સમાન માયાવી લાગ્યું. સત્યધર્મની પરખ થતાં તેણે વિચાર્યું, નિશ્ચર્યથી આ જીવ એકલો આવ્યો છે, તે દુર્ગતિમાં (શુભાશુભ કર્મ અનુસાર) ધક્કા ખાય છે.” એવું વિચારી કવન્નાએ ધર્મમાં મનને પરોવ્યું. તેણે ભગવાન મહાવીર સમીપે સંયમની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાને કહ્યું, “હે દેવાનુપ્રિય! સારા કામમાં ઢીલ ન કર. જલ્દીથી સંયમ ગ્રહણ કર. તું છકાયને અભયદાન આપી, આત્મઘરમાં વસવાટ કર.” કયવન્નાએ પરિવારની માયા તૃણવત્ સમજી તોડી નાંખી. જ્યેષ્ઠ પુત્રને ઘરનો ભાર સોંપી, સાતે સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. કયવન્ના મુનિ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી ક્ષપક શ્રેણિએ ચડયા. તેઓ ઘાતી કર્મનો ક્ષય કરી ચૌદમાં ગુણસ્થાનકે પહોંચ્યાં. ત્યાં ત્રણે યોગને ખપાવી સિદ્ધ બન્યા. (ઢા.૨૯, ક.૧-૧૪)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy