SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ આગંતુક બહારથી જ કંટાળીને ચાલ્યા જતાં. જોગી, યતિ નિરાશવદને પાછાં ફરતાં. વૃદ્ધાની લોભી મનોવૃત્તિ મમ્મણ શેઠની યાદ અપાવે છે. વૃદ્ધાની અતિશય લોભવૃત્તિનું લાક્ષણિક વર્ણન વર્ણન અન્ય કોઈ કવિએ આલેખ્યું નથી. વૃદ્ધાના ખડકીના દરવાજા બંધ રાખવા પાછળનું કારણ એ હોઈ શકે કે પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો છે અને કોઈ અન્યને પુત્ર બનાવી ઘરમાં રાખ્યો છે; એ વાત રાજાના કાને પહોંચે તો મેળવેલું ધન ખોવાનો વારો આવે, જે વૃદ્ધાને લગીરે પાલવે એમ ન હતું. ચારે સ્ત્રીઓ સાસુના નિર્ણયને બદલવા પ્રયાસ કરે છે. તે સંવાદ રોચક છે. “સાસુજી! એની સાથે બાર વર્ષની પ્રીતડી છે. જીવને હવે પ્રેમ રંગ લાગ્યો છે. પહેલાં તમે જ અન્યાય અને અકાર્ય કરવાની પ્રેરણા કરી હતી અને હવે જ્યારે ઘરધણીએ ઘરની લાજ રાખી, પોતાના કુળની મર્યાદાને એક કોરે મૂકી ૫ બનાવ્યા ત્યારે શું તેને કાઢી મૂકીએ ? શું તમે દુ:ખનાં દિવસો વિસરી ગયાં? હવે શા માટે એમને ઠગો છો ? ચાર બાળકોથી કુળની લાજ અને લક્ષ્મી સુરક્ષિત રહી છે. પરમેશ્વર પ્રસન્ન થયો તેથી ભરતાર વડે સૌભાગ્ય પ્રાપ્ત થયું. હવે એને છોડવો એ વાત નહીં બને. જીવતાજીવ તેની સાથેનો પ્રેમ નહીં છૂટે. એના વિના આ ઘર મસાણ જેવું સૂનું અને નિરસ લાગે છે. જેમ બાણ વિનાનું ધનુષ્ય નિરર્થક છે, તેમ નાયક વિનાનું જીવન નકામું છે. ખાવું, રવું, કાજળ, તિલક, તંબોલ બધું જ એના વિના અળખામણું લાગે છે. સો વાતની એક વાત, આ ભવમાં તો એ જ અમારો કંત છે.” સાસુને કૃતપુણ્ય આંખના કણાની જેમ સતત ખૂંચતો હતો. સાસુ વહુ વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થયું. અહીં સમય અનુસાર સ્ત્રીઓની મક્કમતા, નીતિમત્તા અને પ્રિયતમ પ્રત્યેનો પ્રેમ નજરે ચડે છે. સાસુએ ક્રોધથી ધૂંઆપૂંઆ થતાં કહ્યું, “વહુજી! તમારી હદમાં રહો. નહીંતર બેઘર કરીશ. આ ધન, આ ઘર મારું છે. એ કોણ અને હું કોણ ? સંન્યાસીને સ્ત્રી સાથે કેવો સંબંધ ? નિર્ધન થઈને ઘરધણી બની બેઠો છે. વિવિધ ભોગ-સુખો ભોગવી રહેલા છેલછબીલાને જલ્દી બહાર કાઢો, એવો હું હુકમ કરું છું.” ડાકણની જેમ ડોળા કાઢી કર્કશાએ કોલાહલ માંડયો. એ કોઈ રીતે શાંત ન રહી. વહુઓને ધમકાવવામાં તે શરમાતી ન હતી. પ્રસંગોપાત કવિ એક ઉક્તિ ઉમેરે છે. “સબળા જીતે નબળા ન્યાય કરાવવા જાય.' અંતે ચારે સ્ત્રીઓએ લાડુની વચ્ચે જલકાંત મણિ મૂકી તેને કોથળીમાં મૂક્યા. લાડુની કોથળી. નાયકના મથાળે મૂકી. સાસુએ તાકીદ આપતાં પુનઃ કહ્યું, “નકામો રદી માલ હવે હું આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રાખું.” (ઢા.૧૪-૧૫) કવિશ્રી દીપ્તિવિજયજી કવિશ્રી જયરંગમુનિની જેમ જ મહેલનું લાક્ષણિક વર્ણન, દેવાંગના જેવી સ્ત્રીઓનું વર્ણન, ખાન-પાનનું વર્ણન તેમની કૃતિમાં જોવા મળે છે. જે તે સમયના વસ્ત્રો, ખાન-પાન અને મકાનની ભવ્યતા દર્શાવી શ્રીમંતાઈ પ્રગટ કરે છે. શેઠને ત્યાં અનાજના કોઠારો ભરેલાં હતાં. અખરોટ, બદામ, ચારોળી આદિ સૂકા મેવાઓના માટલાં ભરેલાં હતાં. પેંડા, લાપસી, લાડુ, ઘેવર જેવાં પકવાનો પુષ્કળ પ્રમાણમાં હતાં. દોમદોમ સાહેબી હોવાથી નાયકને વારાંગનાનાં ઘર કરતાં અપરંપાર સુખ હતું. (૧૫૬-૧૬૦) મહેલની શોભા, ભોગોની સૃષ્ટિમાં ભામિનીઓ સાથે વિહરતો નાયક, આ વર્ણન પરંપરાગત છતાં રસિક છે. ઉપરોક્ત વર્ણનમાં શેઠના ઘરની શ્રીમંતાઈતેમજ ખાનપાનના પદાર્થોની સૂચિદર્શાવેલી છે. કવિશ્રી મલયચંદ્રજીઃ વૃદ્ધાએ નાયકને ‘ઘણું લાંબુ જીવો' એવાં આશીર્વાદ આપ્યાં. નાયકે વિચાર્યું, ‘પરદેશમાં વ્યાપાર કરવા જતાં અનેક તકલીફો અને મુશ્કેલીઓ ઉભી થાત પરંતુ અહીં તો દુઃખની સીમા જ પૂર્ણ થઈ ગઈ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy