SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ ૪. દીતિવિજયજીએ એક મકાન, અને અમૂલ્ય આભૂષણ અડાણે મૂક્યાનું આલેખ્યું છે; કવિશ્રી જયરંગમુનિએ આ પ્રસંગને ઉપસાવવા નાયકના પૂર્વજોની ખાનદાની, ધનની કિંમત, કરજથી થતાં ગેરલાભ વિસ્તારથી વર્ણવ્યા છે. વળી, પરદેશ જતા ભોળા પ્રિયતમને ભલામણ આપતી નાયિકાનો સંવાદ રોચક છે, જેમાં નાયક પ્રત્યેનો નાયિકનો પ્રેમ અને હોંશિયારી છતી થાય છે. આ વર્ણન પરથી તે સમયનું સમાજ દર્શન થાય છે. ૧. તે સમાજમાં સ્ત્રીનાં ઘરેણાં વેંચનારને લોકો નપાવટ સમજી ધિક્કારતા હશે. ૨. પતિવ્રતા સતી સ્ત્રી પતિના વિયોગમાં સાદગીભર્યું જીવન જીવતી હશે. સ્વજનોના વિયોગમાં તેમના શ્રેયા કે કલ્યાણની કામના માટે અને સદાચારની ખેવના માટે સતી સ્ત્રીઓ બાધા કે આખડી રાખતી હતી. નાયિકાએ સ્વેચ્છાએ નાયક પાછો ન ફરે ત્યાં સુધી મુખવાસ, મેવા-મીઠાઈ અને વિગઈનો ત્યાગ કર્યો છે. (કવિશ્રી જયરંગમુનિ) અહીંતપથી દુષ્કૃત્ય, વિપત્તિ અને અંતરાય દૂર થાય છે, તેવો ભાવ પ્રગટ થયો છે. ૩. તાર, ટેલિફોન જેવા સાધનોનું સંશોધન થયું ન હોવાથી વિદેશ ગયેલા પોતાના સ્વજનોના સમાચાર અવરજવર કરતા મુસાફરો દ્વારા જ મળતા હતા. સૂવા માટે ખાટલાનો ઉપયોગ થતો હતો. તે સમયે વીજળીની શોધ થઈ ન હતી. વળી, સાપ, વીંછી જેવા ઝેરી પ્રાણીઓનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હશે. તેમનાથી બચવા લોકો ખાટલાનો ઉપયોગ કરતા હશે. ૫. પ્રવાસમાં જેમ અત્યારે થેપલા, સૂકા નાસ્તા, બિસ્કિટ, ચાના પેકેટ લઈ જવામાં આવે છે, તેમ પ્રાચીન કાળમાં લાડુ, દાળ-ચોખા (ખીચડી), લોટ લઈ જવાની પ્રથા હતી. લાડુ અને ખીચડી પૌષ્ટિક આહાર છે, તે લાંબા સમય સુધી સુધા વેદનીયને રોકી શકે છે. આજે જે છે, એવું બેંકનું સુઆયોજિત માળખું પ્રાચીન કાળમાં અસ્તિત્વમાં આવ્યું ન હતું. એ જમાનામાં શાહુકારી પ્રથા ચલણી હતી. કોઈપણ વ્યક્તિને પોતાનો વ્યવસાય કે અન્ય કોઈ કામ માટેનાણાની જરૂર પડે ત્યારે શાહુકાર પાસે પોતાની સંપત્તિ ગિરો મૂકીને નાણા મેળવે અને બદલામાં નાણાની મૂળ રકમ ના ચૂકવાય ત્યાં સુધી વ્યાજ ભરતો રહે. એ જમાનામાં ખુદ રાજા-મહારાજાઓને પણ સૈન્યના રખરખાવ માટે શાહુકારો પાસે ઝોળી ફેલાવવી પડતી હતી. દિલ્હીના બાદશાહ શાહજહાંએ તાજમહેલ અને લાલ કિલ્લા જેવી ઈમારત પાછળ અઢળક ખર્ચ કરી નાંખ્યા પછી તિજોરી ખાલી કરી નાંખી હતી. છેવટે રાજ ચલાવવા માટે અમદાવાદના શાંતિલાલ ઝવેરી પાસેથી લોન લેવી પડી હોવાનું ઈતિહાસમાં પણ નોંધાયેલું છે. બદલાતા સમય સાથે ખાનગી ધોરણે ચાલતી આ શાહુકારી વ્યવસ્થાનું પદ્ધતિસરનું ગઠન થયું અને તેમાં શિસ્ત અને નીતિ-નિયમનું તત્ત્વ ઉમેરાયું. પછી એ વ્યવસ્થા બેન્ક તરીકે સાંપ્રત કાળે ઓળખાય છે. છે. પ્રાચીન કાળમાં કરજ કરવું નામોશીભર્યું લેખાતું હતું. સમાજમાં તેવો વ્યક્તિ નિમ્ન કોટિનો લેખાતો હતો. આજે જૂનો ક્રમ હચમચી ગયો છે. સામાજિક મૂલ્યો બદલાઈ ગયાં છે. વર્તમાન કાળે મોભો - STATUs ખોટો વજૂદ બતાડવા લોકો દેવું કરતાં અચકાતાં નથી. દેવું કરીને પણ અમનચમનથી રહેવું ફેશન થઈ ગઈ છે. કોઈને ફસાવી પૈસા પડાવવા અને હાથ ઊંચા કરી દેવા એ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy