SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૫oo કવિશ્રી લાલવિજયજી નાયિકાને સારા દિવસો રહેતાં તેણે કહ્યું, “કંત !ધન વિના શું કરશું?'' નાયકે વ્યાજે ધન લઈ સાથે સાથે પરદેશ જવાનો વિચાર કર્યો. કવિશ્રી વિજયશેખરજી પરિવાર વધતાં ધનની આવશ્યક્તા પડતાં નાયિકાએ કહ્યું, “નિર્ધન શબ સમાન છે. કોઈ તેનો આદર કરતો નથી. લક્ષ્મીથી સર્વ ગુણ વસે છે. લક્ષ્મી જતાં ગુણ પણ વિદાય લે છે.” નાયિકાએ પોતાને દાયજામાં મળેલો એક આવાસ ગીરવી મૂક્યો. તેમાંથી પ્રાપ્ત થયેલું ધન પતિને વ્યાપાર માટે આપ્યું. ઘરની બહાર પાદરમાં સાર્થનો ઉતારો હતો ત્યાં નાયકને લઈને નાયિકા આવી. તેણે દેવળમાં ખાટલો ઢાળ્યો. નાયક તેના પર સૂતો. ત્યાર પછી નાયિકા અશ્રુભીની આંખે ભાગ્યને કોસતી પાછી વળી. (૧૬૫-૧૦૫) કવિશ્રી જયરંગમુનિજી કૃતપુણ્યને આબે બે માસ થયાં હતાં. ત્યાં જયશ્રીને આધાન રહ્યો. એક દિવસ પતિને ઉદાસ જોઈ જયશ્રીએ પૂછયું, “નાથ! સદાય હસતો ચહેરો આજે મુરઝાયેલો કેમ દેખાય છે? શું કોઈ નવી ચિંતા ઉભી થઈ છે? શું તમે મારાથી રીસાયા છો ? તમે નહીં બોલો ? કહ્યું, “હે પદમણી નારી! તું તો મારા હદયમાં વસે છે. જેમ પુષ્પમાં ભ્રમરનું મન મોહિત થાય છે તેમ તારા રૂપગુણમાં મારું મન મોહિત થયું છે. મને સૌથી મોટી ચિંતા ધનની છે. મારું કુળ ઊંચુ છે. પૂર્વે આવતાં-જતાં મહેમાનો અમારા ઘરે રોકાતાં હતાં. ધન વિના કોઈ કાર્ય (સરભરા) ન થાય. વળી, ધન વિના ઘરની ઈજ્જત પણ ન રહે. ધન વિના યાચકને દાન ન દેવાય. દાન વિના યાચક પ્રશંસા પણ ન કરે. ધનથી જ દેવતા પ્રસન્ન થાય છે. ધનથી કીર્તિ વધે છે. ધનથી દાન અને દાનથી દૌલત વધે છે. રૂપિયાથી રાજવી માને છે. રૂપિયાથી જ ધર્મ કર્મ થાય છે. દોકડાથી સ્નાત્રપૂજા,જિનપૂજા થાય છે. દોકડાથી જ ભાર્યા રીઝે છે. દોકડાથી જ વ્યાપાર અને જમણવાર થાય છે. હું કરજ કરવા ઈચ્છતો નથી. કારણકે કરજ કરવાથી ઊંઘ હરામ બને છે. કરજ કરનારને લોકો ગાળો આપે છે. નારી પતિથી શોભે છે, ધરતી મેઘથી શોભે છે તેમ પુરુષ ધનથી શોભે છે. આજે ધનનો દુર્વ્યય કરતાં ધન ખૂટયું છે. ઘરમાં ધનની ખોટ પડી છે, વ્યાપાર ચાલતો નથી, પેટ ભરવું મુશ્કેલ બન્યું છે તેથી હું પરદેશ જઈ ધન ખાટી આવીશ. તમે બન્ને સ્ત્રીઓ ઘરમાં બહેનોની જેમ રૂડી રીતે હળીમળીને રહેજો.” પતિના નિશ્ચલ વેણ સાંભળી નાયિકાએ પોતાનાં ઘરેણાં ઉતારી પતિના હાથમાં મૂક્યાં. ત્યારે પતિએ કહ્યું, “સ્ત્રીનાં ઘરેણાં વેંચતા સમાજમાં લાજ જાય અને ખુવારી થાય. હું પરદેશ જઈ ઘણું ઘન ખાટી આવીશ. તારા ભરોસે આ ઘરની શોભા છે.” તેવા ટાણે ધનપતિ નામના સાર્થવાહે નગરમાં ઉદ્ઘોષણા કરી કે, “જેને વેપાર કરવા પરદેશ જવું હોય તે મારી સાથે આવે. પરદેશમાં ધનાઢય વેપારીઓ છે તેથી ઘણું ધના હાથ ચડશે.” શુભ શકુન જોઈ જયશ્રી પોતાના પતિને વળાવવા સાર્થના પડાવમાં ગઈ. તેણે દેવળમાં ખાટલો ઢાળયો. ત્યારે કયવન્ના શાહ તેના પર બેઠો. જયશ્રીએ પરદેશ જતા કંતને ભલામણ કરતાં કહ્યું, “તમે સુખે સિધાવો. તમારી મુરાદ પૂર્ણ થાઓ. તમે ધન ખાટી જલ્દી પાછાં ફરજો. પરદેશમાં કાયમ વસવાટ ન કરજો. પરદેશથી આવતાં જતાં પ્રવાસીઓ સાથે તમારી કુશળતાનો સંદેશો મોકલાવજો. ચોર, ચાડી-ચુગલી કરનારા અને ધૂર્ત લોકોનો પરદેશમાં વિશ્વાસ ન કરશો. ખાવા-પીવામાં સંકોચ ન કરશો. નિત્ય દેવ-ગુરુનું સ્મરણ કરજો. શાશ્વતા જિન ધર્મમાં અડોલ શ્રદ્ધા રાખજો. વચ્ચે મને પણ યાદ કરજો. તમે મારા પ્રાણ છો. તમે મારા જીવન છો. તે ઘડી, તે દિવસ અને તે માસ ધન્ય હશે, જે દિવસે હું પ્રત્યક્ષ નયનોથી તમને નિહાળીશ. મારી એક વિનંતીને અવધારો. હું પતિવ્રતા નારી તમારું એઠું જમનારી છું. હવેથી દુ:ખી મને એકલી જમીશ. તમે હેતથી
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy