SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ “રજનો જો આટલો ડર લાગતો હોય તો અહીં શા માટે આવ્યો છે મૂઢ ?' (૨૬-૩૩) કવિશ્રી કષભદાસ અક્કાએ જાણ્યું કે, પોતાની પુત્રી નિર્ધનનો સંગ છોડશે નહીં, ત્યારે તે સ્વયં સાતમા માળે ગઈ. ‘ઢોલિયો ધોવો છે” એવું કહી, કૃતપુણ્યને છઠ્ઠા માળે લાવી. ત્યાં દાસી ઝાડુ કાઢી રજ ઉડાડવા લાગી તેથી તે પાંચમે માળે આવ્યો. અહીં દાસી પાથરણા ઝાટકતી હતી. તેની ધૂળ ઉડતાં તે ચોથે માળે આવ્યો. અહીં ભીંતો ધોવાતી હતી તેથી તે ત્રીજે માળે આવ્યો. ત્યાં ધોકાથી વસ્ત્રો ધોવાતાં હતાં તેથી બીજે માળે આવ્યો. અહીં કપડાનું પ્રક્ષાલન થતું હતું તેથી પાણીનાં છાંટાં ઉડયાં. ત્યારે તે ત્યાંથી ઉતરી નીચે આવ્યો. તેણે પહેરેલાં સુંદર વસ્ત્રો જોઈ અક્કાએ કહ્યું, “આવો, તમને સ્નાન કરાવું, અહીં બેસો.” તે સ્નાન કરતો હતો ત્યારે દાસીએ અક્કાની આજ્ઞાથી જાણી જોઈને ધૂળ ઉડાડી. કૃતપુણ્યએ ગુસ્સામાં કહ્યું, “અરે! ભૂંડી શું કરે છે? હું ઉભો છું તે દેખાતું નથી ?' દાસી કહ્યું, “રજથી આટલા ભયભીત બનો છો, તો આ ભૂમિ ઉપર શું ઉભા છો ?” હવે કૃતપુણ્યને સમજાયું કે, પોતાને ધકેલવા અક્કાએ રચેલો આપેંતરો છે. (૧૧૫-૧૨૦) પ્રત્યેક મંજિલેથી નાયકને નીચે ઉતારવાના અવનવા તળપદી ઓજારોની મનોકલ્પના કવિશ્રીએ રોચક રીતે આલેખી છે. કવિશ્રી ગુણવિનરાજીઃ ઈશુનું દષ્ટાંત આપી અક્કા સાર વસ્તુનો સંગ્રહ અને કૂચા (તુચ્છ વસ્તુ)નો ત્યાગ કરવાનું કહે છે પરંતુ વેશ્યાપત્રી ગુણાનુરાગી છે, ધનની નહીં. પુત્રીનો દઢ નિશ્ચય જાણી અક્કાએ રાત્રિના સમયે ઊંઘતા કૃતપુણ્યને ખાટલા સહિત ઘરની બહાર મૂકાવ્યો. (૩૮-૪૦) કવિશ્રી કલ્યાણરત્નસૂરિ: “સારવણઈ સાનઈ કરી રે, અનુક્રમિ કાઢિઉતેહ' (૧૦) કવિશ્રી ગુણસાગરજીઃ “સુણિ પુત્રી ! એહનઈ ઘરથી કાઢીઓ હો, નષ્ટાનઈ સિર લાત.” સેવકોએ ધૂળ ઉડાડી કૃતપુણ્યને ઘર બહાર કર્યો. (૪૪-૪૬) કવિશ્રી લાલવિજયજી: “રજપુંજી કાઢઉ અપમાન્યુંઘરિ જાય' (૪) કવિશ્રી વિજયશેખરજી : અક્કાએ કપટ કરી, મદિરાપાન કરાવી, કચરો વાળવાના બહાને ઘરની બહાર લઈ ગઈ. (૧૨૩) કવિશ્રી જયરંગમુનિ અક્કા અને પુત્રીનો વિવાદ સંવાદાત્મક શૈલીમાં રસપ્રદ રીતે આલેખાયો છે. અક્કાએ પુત્રીને સમજાવતાં કહ્યું, “જેમ હજામ નિત્ય નવી નવી હજામત કરે છે, તેમ વેશ્યા નિત્ય નવાં-નવાંને ઠગીને પૈસા કઢાવે છે.” વેશ્યાપુત્રીએ કહ્યું, “જેમ પટોળે પડેલી ભાત ન ભૂંસાય, તેમ તેની સાથેનો સ્નેહ વિસરાય તેમ નથી. જેમ આંખની વચ્ચે રહેલી પૂતળી રમ્ય છે, તેમ કૃતપુણ્યનું તન-મન શોભે છે. જેમ ભીંત પર ચૂનો લાગે, તેમ મને પ્રેમનો મજીઠિયો રંગ લાગ્યો છે. વેલડી સદા વૃક્ષને વળગી રહે અને કાગળમાં કરેલ ચિત્રામણની જેમ અમારો પ્રેમ સ્થિર, અડોલ છે. એ મારા કંત છે. તેના વિના મારા પ્રાણ નહીં ટકે. એક દિવસ પણ જો તે મારાથી દૂર રહે તો મને ઊંધ આવતી નથી. હું આ જીવતરમાં મારા કંતને નહીં છોડું.” આ. સાંભળી ક્રોધિત અક્કા કૃતપુણ્યને ઓલંભા આપી એલફેલ બોલી બબડાટ કરવા લાગી. (૧૨૦-૧૨૩) કવિશ્રી દીપ્તિવિજયજી : મદનમંજરીએ પોતાની માતા સમક્ષ કૃતપુણ્યના ઘરનું આવેલું ધન વિગતવાર વર્ણવ્યું. “માતા ! કૃતપુયએ મારું મન ચોરી લીધું છે. તેણે હાથી-ઘોડા, ધન-ઘાન્ય, મુક્તાફલનો હાર,
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy