SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૫ પહેલાં મળી ન શકતાં. એ જમાનામાં બેન્ડ-વાજા ન હતાં પરંતુ ઢોલ અને ત્રાંસાવાળાનો જ દબદબો હતો. લગ્નમાં જાનડિયું અને માંડવીયું સામસામે ફટાણાં આપતી અને લગ્ન ગીતો ગાતી. આજે લગ્ન ગીતોનું સ્થાન ગાયક મંડળીઓ, ફિલ્મના ગીતોએ અને નૃત્યએ લીધું છે. વૈરાગ્ય અવસ્થાઃ · કવિશ્રી પદ્મસાગરજી : સાધુસંગતિથી કૃતપુણ્યમાં વૈરાગ્યબુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી ભરયૌવનવયમં તે વિષયોથી વિરક્ત રહ્યો. પોતાની પરણેત્તરનો સંગ તે ઈચ્છતો ન હતો. કવિશ્રી રતનસૂરિ : ‘સુકલીણી સુહાસણિ તાસ, પરણ્યા પછી ન પુહતી આસ.’ (૧૯) કવિશ્રી ૠષભદાસ : ‘વૈરાગી કુંવર સહી, નવી નીહાલી નારી, કામભોગ વિલાસઈ નહી, સૂખ...’(૬૩) કૃતપુણ્યના વૈરાગ્યને દર્શાવી તેની પરણેત્તરની વ્યાકુળતા બતાવતા કવિશ્રીએ જિનાલયનો સુંદર પ્રસંગ કલ્પના શક્તિ અનુસાર મઠાર્યો છે. જે અન્ય કૃતિઓમાં ન હોવાથી નવીનતા પૂરે છે. જિનાલયમાં ગયેલી સોહાસણિએ નગરની સ્ત્રીઓનો વાર્તાલાપ સાંભળ્યો. આ સ્ત્રીઓ સોહાસણિના સૌભાગ્યની પ્રશંસા કરી રહી હતી. સોહાસણિને સાસુ-સસરાની પ્રશંસા સાંભળવી ગમી પરંતુ સંસારની ગતિવિધિથી અજાણ પોતાના પતિની પ્રશંસા સાંભળી તે ઉદાસીનતામાં સરી પડી. તેણે પ્રત્યુત્તરમાં સચોટ જવાબ આપતાં સ્ત્રીઓને કહ્યું, “શાલ્મલિ વૃક્ષ । ભલે સુંદર હોય પરંતુ તેનાથી શું નીપજે ?’’ (ક.૬૫) નાયિકાને લગ્ન પછી સુખનો સૂરજ ઉગશે એવી ધારણા હતી પરંતુ તે ધારણા ઠગારી નીવડી. પહાડ જેવડાદુ:ખમાંથી આક્રોશનો જન્મ થયો છે. કવિશ્રી ગુણવિનયજી : ‘પરણીય તિણિ હિવ મૂકીય રમણીય, વિધા રમણિ રસિઉ મહ્યઉ એ.' (ઢા.૫, ક.૩) કવિશ્રી કલ્યાણરત્નસૂરિજી : ‘ધન યૌવન રે મદ ભરિ માતુ હાથીઉ; તે કિમ રહઇ રે ઘર ઘરણીનું નાથીઉ ? નાથીઉ તે ઘરહ ઘરણી તરુણી તાણ્યઉ નવિ રહઇ;’(૨) કવિશ્રી ગુણસાગરજી : ‘સાધુ તણો સંજોગથી, સાધુ તણા પરે સોઇ; વિષયા વિમુખ સદા રહઇ હો, ધર્મ પરાયણ હોઇ’ (૧૬) કવિશ્રી લાલવિજયજી : ‘યૌવનભરિ આવિઉ, બાપિ તે પરણાવિઉ, વેશ્યા ઘરિ મેહલિઉ’ (3) કવિશ્રી વિજયશેખરસૂરિ : કૃતપુણ્યના વૈરાગ્ય અંગે સ્પષ્ટતા કરી નથી. કવિશ્રી જયરંગમુનિ : બ્રાહ્મણ પંડિતો પાસેથી ધાર્મિક અભ્યાસ મેળવતાં કૃતપુણ્યોને વિષયો પ્રત્યે ધિક્કાર વછૂટયો તેથી તે વિદ્યામાં મશગૂલ રહેવા લાગ્યો. તેના મનમાં અંશમાત્ર વિકાર ન હતો. એ જોઈને જયશ્રીએ એક દિવસ સાસુને ફરિયાદ કરી. (ક.૩૦-૩૧) પ્રસંગોપાત ઢાળ-૩, સારંગ રાગમાં, ૧૩ કડીમાં નાયિકાની દલીલોમાં કૃતપુણ્યની યોગી જેવી નિર્મોહી દશા ઉજાગર થઈ છે. જેમાં ઉર્મિલ અને મજબૂત મનોબળ ધરાવતી જયશ્રીની કરુણ હૃદયવ્યથા વ્યક્ત થઈ છે. ‘હૂઈ ચિંતા જોર, કે કાલી કોયલી અને જાંખર થઈ જૂરી જૂરી, હું રત ખેજડી.' નાયિકા વિરહની અગ્નિમાં શેકાઈને કોયલ જેવી શ્યામ રંગની બની છે. કોડ ભરી કન્યા ખેજડી અને ઝાંખરાનાં વૃક્ષ જેવી
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy