SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૩ આ કથાપ્રસંગનું તારણ કાઢતાં કહી શકાય કે કવિશ્રી વિજયધર્મધુરંધરસૂરિ અને કવિશ્રી દેપાલ સિવાય દરેક કવિ કૃતપુણ્યના શ્રેષ્ઠીપુત્રી સાથેના વિવાહને એકમતે સ્વીકારે છે. કવિશ્રી દેપાલ અને કવિશ્રી વિજયધર્મધુરંધરસૂરિની સક્ઝાય અતિ સંક્ષેપમાં હોવાથી તેમણે આ કથાંશને સ્પર્શ કર્યો નથી. બીજું કવિશ્રી જયરંગ અને કવિશ્રી ગંગારામજીએ આ પ્રસંગને ખૂબ વિસ્તારથી આલેખી કૃતિને વધુ રસપ્રદ બનાવી છે. પ્રાગૈતિહાસિક યુગમાં વૈવાહિક પરંપરાનું અવલોકન કરીએ તો જણાય છે કે ભગવાના બદષભદેવના સમયમાં મા-બાપ પોતાના પુત્ર-પુત્રીને અજાણ્યા કુળમાં આપવાનું ઉચિત ન લખતા હોય તેથી સગા ભાઈ-બહેનનાં લગ્ન થતાં હતાં. યુવરાજ બાષભે પોતાની બહેન સુમંગલા સાથે વિવાહ કર્યા હતા. પુષ્પકેતુએ પોતાના પુત્ર-પુત્રીના વિવાહ કરાવ્યાં હતાં. (આવશ્યક ચૂર્ણિ-૨, પૃ. ૧૦૮). ધીમે ધીમે આ પ્રથા લુપ્ત થઈ ગઈ. ભગવાન મહાવીરના સમયમાં સગા ભાઈ-બહેન નહીં પરંતુ મામા-ફઈના દીકરા-દીકરીઓ સાથે વિવાહ થતા હતા. જેમકે - પ્રિયદર્શનાના વિવાહ રાજકુમાર જમાલી સાથે થયા હતા. ધીરે ધીરે આ પ્રથા પણ અદશ્ય થઈ ગઈ. સગામાં સગપણ ન થતાં નોખી અટક વાળા યુવક-યુવતી સાથે વિવાહ થવા લાગ્યા. સાંપ્રત કાળમાં આ પ્રથા મોજુદ છે. પ્રાચીન કાળમાં વિવાહ અંગે કન્યાઓ સ્વયં નિર્ણય લેવા સંપૂર્ણપણે સ્વતંત્ર હતી પરંતુ માતાપિતાની પસંદગીને પ્રાથમિકતા અપાતી હતી. ચેડા રાજાની સાત પુત્રીઓમાંથી પાંચ પુત્રીઓએ પારિવારિક પસંદગીને સહર્ષ સહમતિ આપી હતી. કૃષ્ણ મહારાજાએ ઘરસંસાર ઈરછતી પોતાની કન્યાઓને યોગ્ય મુરતીયાઓ સાથે વિવાહ કરાવ્યા હતા. કન્યાના અપહરણના છૂટાછવાયા બનાવો પણ જોવા મળે છે. ઉદાયન રાજા દ્વારા વાસવદત્તા, રાજા ચંડપ્રધાન દ્વારા સુવર્ણગુટિકા દાસી, મહારાજા કૃષ્ણ દ્વારા રુકમણિ અને મહારાજા શ્રેણિક દ્વારા ચેલણા અપહત થયા છે. આપણા અભ્યાસની કૃતિ “કયવન્ના રાસ'માં રાસનાયિકા બન્યા અને મહારાજા શ્રેણિકની પુત્રી મનોરમાના વિવાહ વડીલોની સંમતિથી થયા છે. અહીં માવિત્રોએ પણ પોતાના સંતાનોને ઉચ્ચ કુળ (બરોબરિયા)માં આપવાનો પૂરેપૂરો આગ્રહ રાખ્યો છે. પોતાના સંતાનોને અન્યાય ન થાય અને પોતાના કુળને કલંક ન લાગે તે હેતુથી મહારાજા શ્રેણિકે કંદોઈ જેવી નીચ જ્ઞાતિમાં પોતાની તનયાને આપવામાં ખચકાટ અનુભવ્યો છે. બીજીબાજુ કૃતપુણ્યના વિવાહ માટે માવિત્રોએ રૂપ સાથે સુસંસ્કારી અને ખાનદાન કુળની કન્યાની જ પસંદગી કરી છે. આમ, પુત્રીને પરણાવવામાં કે પુત્રવધૂને લાવવામાં કુલીન પાત્ર ઉપર પસંદગીનો કળશઢોળાયો છે. કવિશ્રી જયરંગમુનિની કૃતિમાં પુત્રવધૂઓ દ્વારા વડીલોનો વિનય કરવાનું વલણ દર્શાવ્યું છે, જે નમ્રતાનું સૂચક છે. દ્રૌપદી નિત્ય પોતાની સાસુ કુંતાજીને પ્રણામ કરતી હતી. શ્રીકૃષ્ણ નિત્ય માતા દેવકી અને પિતા વસુદેવને નમન કરતા હતા. મહામંત્રી અભયકુમાર પ્રતિદિન નંદા આદિ માતાઓને તથા પિતા શ્રેણિકને પ્રણામ કરવા જતા હતા. મહારાજા વિક્રમ પ્રભાતે માતાના ચરણની પૂજા કરી પછી રાજ્યના બીજાં કાર્યો કરતાં હતાં. શ્રેષ્ઠીઓ પોતાની પુત્રીને લગ્નપ્રસંગે મોભા અનુસાર કરિયાવર કરતાં હતાં. સાગરદત્ત શેઠે અને
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy