SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪oo મનુષ્યપણે જન્મી, સંયમલઈ, દીક્ષા અંગીકાર કરી મોક્ષે જશે. અહીં પુનર્જન્મનો ઘટકોશ પ્રયોજાયેલો છે. જેમાં ભૂતકાળનો દોર છેક વર્તમાનકાળ સુધી લંબાયેલો છે. પૂર્વભવમાં ચાર પાડોશણોએ રડતા બાળકને ખીરની સામગ્રી આપી હતી. તે ચારે સ્ત્રીઓ સુપાત્ર દાનની અનુમોદના કરી બીજાભવમાં ચરિત્રનાયકની પત્નીઓ બની અને એક પાડોશણને મહાત્માને ખીર વહોરાવી તે ન ગમ્યું તેથી તે ગણિકા પુત્રી બની. પુનર્જન્મનો ઘટકોશ એ કર્મવાદ સાથે સંકળાયેલો છે. સારા-નરસાં કર્મનું ફળ બીજા જન્મમાં પણ ભોગવવું પડે છે. આત્માની અમરતા, કર્મનો નિયમ આદિ સત્યો તીર્થકરોના કેવળજ્ઞાન અને કેવળદર્શનથી મળેલાં સત્યો છે. આવી ઢગલાબંધ કથાઓ મધ્યકાલીન સાહિત્યમાં મૌજુદ છે. શ્રી કષભદેવ પ્રભુના દસ ભવો, શ્રી નેમિનાથ પ્રભુના નવ ભવો અને શ્રી મહાવીર સ્વામીના સત્યાવીસ ભવો પુનર્જન્મના સચોટદષ્ટાંતો છે. શામળ કૃત ‘માધવાનની કથામાં પૂર્વભવમાં માધવ અને કામકંદલાની પ્રણયચેષ્ટાને કારણે કોપિત ઈંદ્ર તેમને શાપ આપતાં કહે છે કે, “પ્રણયનો વિયોગ તમારે સહન કરવો પડશે. બીજા ભવમાં તેમનું મિલન થાય છે પરંતુ બન્નેને એકબીજાના વિયોગે જીવવું પડે છે. ભગવાન મહાવીરે પૂર્વે વાસુદેવના ભવમાં શિશુપાલના કાનમાં ઘગઘગતું સીસું રેડાવ્યું. તેના ફળ સ્વરૂપે સત્યાવીસમા ભાવમાં ભરવાડે કાનમાં શૂળો ભોંકી. આમ, પૂર્વજન્મના માઠાં કર્મનું ફળ બીજા જન્મોમાં પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સુકૃત્યુનું ફળ બીજા ભવમાં સારું મળે છે. સત્કર્મોનો જીવને મોટો સહારો છે. જેમ કે - પૂર્વે હાથીના ભવમાં સસલાની દયા પાળનાર આત્મા મહારાજા શ્રેણિકનો પુત્ર મેધકુમાર બન્યો. “ધન્ના-શાલિભદ્ર રાસ'માં પૂર્વભવમાં ભરવાડ બાળકે સાધુને હર્ષપૂર્વક ખીર વહોંરાવી પુણ્ય ઉપાર્જન કર્યું. તેના પ્રતાપે ગોભદ્ર શેઠને ત્યાં પુત્રપણે અવતર્યો, જે શાલિભદ્રના નામથી વિખ્યાત પામ્યો. ધન્યકુમાર અને શાલિભદ્રએ મુનિ પર્યાયમાં આકરું તપ કર્યું તેથી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી ત્રીજા ભવે મોક્ષ પ્રાપ્ત કર્યો. “શીલોપદેશ બાલાવબોધ'માં નંદિષણ પૂર્વભવમાં કોઈ યજ્ઞમાં બ્રહ્મભોજન કરાવતા બ્રાહ્મણના દાસ હતા. તેઓ વધેલું અન્ન સાધુને દાન કરતા. તેના ફળ સ્વરૂપે બીજા ભવમાં મહારાજા શ્રેણિકના પુત્ર નંદિષણ તરીકે અવતર્યા. “સુગંધ દશમી'ની નાયિકા પૂર્વભવમાં રાજરાણી હતી. મુનિને કડવી ઝૂંબડીનું શાક ખવડાવ્યું. તેથી બીજા ભવમાં દુર્ગધારૂપે જન્મી. તે ભવમાં તેણે સુગંધ દશમીનું વ્રત કર્યું, જેના પ્રભાવે ત્રીજા ભવમાં સુગંધા બની. આમ, “વારંવાર પુનર્જન્મનો ઘટકોશ અસ્તિત્વના ઉચ્ચવિકાસ માટે અને કર્મની સજાના રૂપમાં હોય છે. તેવી ઉપનિષદની વાણીનો પ્રતિધ્વનિ જૈન કથાઓમાં ઝીલાયો છે. જાતિસ્મરણ જ્ઞાનઃ આ જ્ઞાન પૂર્વભવની સ્મૃતિરૂપ છે. આવો ઘટકાંશમધ્યકાલીન કથાઓમાં જોવા મળે છે. મેઘકુમારને ભગવાન મહાવીરના પૂર્વભવના કથનથી ઉહાપોહ થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy