SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૯ ૧૫. કૃતપુણ્યએ પોતાના પાડોશી ચંદ્રજશ નામના શેઠને કહ્યું, ‘‘તમે જ્યારે દેશાવર જાઓ, ત્યારે મને કહેજો. હું પણ તમારી સાથે આવીશ!'' સંસારની ગતિવિધિથી અજાણ કૃતપુણ્યએ પાડોશી સાથે પરદેશ જવાનું સ્વીકાર્યું કારણકે ‘એકથી ભલા બે.' ૧૬. ચંદ્રજશ શેઠે કહ્યું, ‘‘હું કાલે સવારે પરદેશ જઈશ, જો તમારે પરદેશ આવવું હોય તો નગરની બહાર બલદેવનું દેવળ છે ત્યાં આવીને સૂઈ જજો.’’ ૧૭. સોમધ્વજ નામનો ૯૯ ક્રોડ સોનૈયાનો ધણી પરદેશમાં મૃત્યુ પામ્યો. તેના મૃત્યુના વાવડ પત્ર દ્વારા મળ્યા. તે પત્ર સોમધ્વજની માતાએ વાંચ્યો. ૧૮. સોમધ્વજની માતાએ ધનની સુરક્ષા માટે પ્રપંચ રચ્યો. તેમણે પુત્રવધૂઓ સમક્ષ પ્રથમથી જ ખુલાસો કર્યો હતો કે, ‘“આ નગરમાંથી કોઈ રૂપાળો પુરુષ આપણા મહેલમાં લાવશું. તે પુરુષ સાથે સંસાર સુખો ભોગવી પુત્ર પ્રાપ્ત કરજો. ત્યાર પછી આપણે તેને જે સ્થાનેથી લાવશું તે સ્થાને પાછા મૂકી આવશું.’’ આ સાંભળીને ચારે પુત્રવધૂઓ રાજી રાજી થઈ ગઈ. ૧૯. બલદેવના દેવળમાં રૂપરૂપના અંબાર સમા કૃતપુણ્યને જોઈને ચારે પુત્રવધૂઓએ સાસુને કહ્યું, ‘“સાસુજી! તમે કહો તો આ પુરુષને લઈ જઈએ?’’ સાસુએ કહ્યું, ‘‘તમને ગમે તો તેને લઈ ચાલો.'' અહીં પુત્રવધૂઓની હાંસલથી કાર્ય સંપન્ન થયું છે. અહીં વહુઓનો સાસુ પ્રત્યેનો અહોભાવ અને વિનય પ્રગટ થયો છે. અહીં સાસુનો વહુઓ પ્રત્યેનો દાબ જોવા મળતો નથી. તેમની વચ્ચે સમજૂતી અને સ્નેહ છે પરંતુ સંબંધોમાં કડવાશ કે નિયંત્રણ નથી. ૨૦. કૃતપુણ્યને મહેલમાં લાવ્યા. પ્રભાત થતાં તે જાગૃત થયો ત્યારે તેમની આજુબાજુ ગોઠવાયેલી સ્ત્રીઓએ પૂછયું, ‘‘સ્વામીનાથ ! તમે પૂર્વ ભવમાં કયા પુણ્યો કર્યાં હતાં, જેથી તમે અહીં ઉત્પન્ન થયા?'' અહીં કથાકાર દેવલોકની પરંપરાને અનુસારે છે. ઉપપાત શૈયામાં ઉત્પન્ન થયેલા દેવને તે સ્થાનની દેવીઓ શિષ્ટાચાર અનુસાર ઉપરોક્ત પ્રશ્ન પૂછે છે. ૨૧. વૃદ્ધાએ કહ્યું, ‘‘અમે કુલદેવતાની આરાધના કરી હતી તેથી તેમણે તને અહીં મોકલ્યો છે.’’ ૨૨. ચારેપુત્રવધૂઓએ કૃતપુણ્ય જેવા જ રૂપાળા ચાર બાળકોને જન્મ આપ્યો. ૨૩. પ્રત્યેકરત્નની કિંમત સવા ક્રોડની હતી. ચારે રત્નની કિંમત પાંચ કરોડ થઈ. પ્રાયઃ સર્વ કવિઓ રત્નની ચોક્કસ કિંમત અંગે મૌન છે. ૨૪. બળદેવના દેવળમાં કૃતપુણ્યને મૂકવા આવેલી સ્ત્રીઓએ નિસાસો નાખી કહ્યું, ‘‘આ અક્કાનું મૃત્યુ કેમ થતું નથી ?'' આ પ્રસંગે સાસુ પ્રત્યે વહુઓનો ભારોભાર તિરસ્કાર, અપ્રિયતા અને અણગમો પ્રદર્શિત થયો છે. ૨૫. કૃતપુણ્યની પત્નીએ બલદેવના દેવળમાં પોતાના પતિને જોઈ ચરણ સ્પર્શ કર્યા. ત્યાર પછી ઘુંઘટ તાણી કહ્યું, “પ્રાણનાથ! હું મેઘની જેમ તમારી વાટ જોઈ રહી હતી. તમારા આગમનથી મોતીડે
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy