SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ઉપમા : ૧. કેવન્નો સુખ સમાયેંદોગંદગની પરવત્ર છઈ. કૃતપુણ્ય દોગંદુકદેવની જેમ પોતાના કુટુંબ સાથે વીંટળાઈને રહ્યો. કહેવત : ૧. મીઠો કરવો લાભલેવો, પડાવી લેવો. કંદોઈએ બાળક પાસેથી રત્ન લઈમીઠો કર્યો. વર્ણનાત્મક: ૧. નવખંડામહેલની શોભાનું વર્ણન દેવભવન જેવું અદ્ભુત છે. ઉપદેશાત્મક: ૧. રાજા મતલબ (સ્વાર્થ)ના ગોઠીયા હોય છે, યોગી સત્યના મિત્ર હોય છે, વેશ્યા ધનની કુલવધૂ હોય છે અને ધન વેશ્યાનો કંત (સ્વામી) હોય છે. અર્થાત્ વેશ્યાધનને જ સર્વસ્વ ગણે છે. ૨. આ જગતમાં સહુ કોઈ સ્વાર્થના સગા છે. ૩. જીવનમાં ધન આવશ્યક છે પરંતુધનધર્મથી જ મળે છે. કથાઘટકોમાં પરિવર્તન : ૧. રાજગૃહી નગરીના ધનસાર શ્રેષ્ઠીની જીવન સંગિની સુકમળા શેઠાણીએ ગર્ભાધાન અવસ્થામાં કેવડાનું વૃક્ષ જોયું તેથી નવજાત શિશુનું નામ “કૃતપુણ્ય (કયવન્ના)' પાડયું. કૃતપુણ્યના નામાભિધાનના સંદર્ભમાં આ પ્રકારની નવીન અભિવ્યક્તિ અન્ય કોઈ રચનાકારે કરી નથી. હા! માતાને ગર્ભના પ્રભાવે સુકૃત્ય (પુણ્ય) કરવાનાં કોડ જાગ્યાં તેથી કૃતપુણ્ય નામ પાડયું, એવું કવિશ્રી દીપ્તિવિજયજી જરૂર આલેખે છે. વળી, પ્રાકૃતમાં કેવડાને “કેવઈય’ કહેવાય છે. શેઠાણીએ સ્વપ્નમાં “કેવડા'ના વૃક્ષને જોયો તેથી તેના આધારે “કયવન્ના નામ રાખ્યું છે. ૨. કૃતપુણ્યને પાંચ વર્ષની વયે અભ્યાસ માટે ગુરુ પાસે મોકલવામાં આવ્યો. 3. યૌવન વયે કૃતપુણ્યના લગ્ન ગંગદત્ત શેઠની પુત્રી રવંકા સાથે થયા પરંતુ કૃતપુણ્ય પોતાની ધણિયાણી સાથે ન રહેતાં ગુરુ પાસે જ રહ્યો. ધનસાર શેઠે વિચાર્યું, “મારા ઘરમાં ધનની ઓછપ નથી. મારો એક જ પુત્ર છે. જો એ વૈરાગ્યમાં ડૂબેલો રહેશે તો મારું અઢળક ધન શું કામનું? તેથી તેને સાત વ્યસનોમાં પરોવી ગુરુની સંગતથી છોડાવું.”
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy