SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ થેં મુઝ જીવન આતમાં, મનમોહન હો સાચા ભરતારક. દેવ ગુરુધરમ સાસતા, નીત કીજો હો ચીત ની સરૈધારક; કદિ ન મુઝ વીસારજો, મત ભુલો હો રાખો મન સારક. કાગલ લીખી જો મોકલો, દેખો હો કાગજનો લેખક; કીસ વીધ પ્રેમપ્રકાસીયો, તવ જાણ્યું હો જીવન ફલ દેખક. વલી અવધારો વિનતી, પતી ભગતી હો મેં તો છુંનારક; જીમનરી વેલાં થયાં, મેં જીમું હોદોપહરાં ધારક. જેહ દેસી આય હાથમેં, તદ પાછેં હો ખાસું મેં પાનક; ચોવા ચંદન ચરચનેં, મેવાનેં હો નાનાંપકવાનક, મેહ તણી પ્રે તાહરી, મેં દેખું હો પીયાજી કી વાટક; ઘર સુંનો થારે વીનાં, કબ આવૈ હો વાલમ ધનખાટક. ૨. સાસુ સમક્ષ પોતાનો બળાપો ઠાલવતી ચાર પુત્રવધૂઓ; જેમાં કૃતપુણ્યએ કરેલા અવિસ્મરણીય ઉપકારો, સ્ત્રીઓનો કૃતપુણ્ય પ્રત્યેનો અનહદ પ્રેમ અને નિષ્ઠા પ્રગટ થયાં છે. વિશાળ હવેલીમાં સુખના કામણ અદૃશ્ય થઈ ગયાં હતાં. ચારે વહુઓ અપાર ચિંતામાં ડૂબી ગઈ હતી. અંતે હામ એકઠી કરી સાસુના ચિત્તાકાશમાં અતીતની ઘટનાઓ ઉપસાવવાનો જોરદાર પ્રયત્ન ચારે વહુઓએ કર્યો. (ઢા.૧૫, ક.૧-૭) વ(હુ)યર હીલ મીલ વીનવે, ‘‘પ્રીતમ કેમ છંડાય ? સાસુજી બારા વરસની પ્રીતડી, જીવ રહો રંગલાય. સાસુજી વહુ પહલી પોતેં તેં કીયો, સબલ અન્યાય અકાજ સા ઘરઘરણી કરિ રાખીયા, ત(તુ)જ સબ કુલકી લાજ સા જાય પ્રયાસું ઘર વસ્યો, ગરભ(જ) સરી અબ લાખ ? કામ સરો દુખ વીસરો, અવકુંદોષો કાય સા લાજ રહી લખમી રહી, બેટા હુવા ચાર સા કરતાર તુઠો એ દીયો, ભાગ વડોભરતાર સા ઇણ વીણ એ ઘર કારમો, સુનો જાણે મસાણ સા ઇણ વીણ સબ અલખામણો, ગુણ વીણ લાલ કબાણ સા ખાવણ પીવણ પહરણાં, કાજલ તીલક તંબોલ સા ઇણ વીણ તો સાજૈ નહીં, લાગે વીષ સમ તોલ સા ઇણ ભવ ધણી એ માહરો, સો બોલો એક બોલ સા થે સાચો કર જાણજ્યો, કહૈ વાજંતે ઢોલ'' સા 3. સાસુ વહુનો યક્ષપૂજન કરવા જવા સંબંધીનો સંવાદ, જેમાં એકબાજુ અનુભવી સાસુને અભયકુમાર દ્વારા નવી આપત્તિની આશંકા છે તો બીજી બાજુ રાજાજ્ઞા ન માનવાથી અને યક્ષ પૂજન ન કરવાથી યક્ષ સંતાનોને ભરખી જશે એવી દુવિધા ચારે સ્ત્રીઓને કોઠે રહેલી છે. અંતે ઉપરવટ થઈ વહુઓ યક્ષપૂજન માટે ચાલી નીકળી ત્યારે ભાવિ (નિયતિ)ના ગર્ભમાં શું લખાયેલું છે તે જોવા ઢચુપચુ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy