SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫o સાથે થયેલી છેતરપીંડીનો તેને ખ્યાલ આવ્યો પરંતુ ધન વિના તેના પગ ઘર તરફ વળ્યા નહીં. (દુ.૩, ક.૩) અહીં કૃતપુણ્ય સ્વયં પ્રભાતે જાગૃત થયો છે. જયશ્રીએ તેને જગાડયો નથી. ૧૦. “ચોરને ખબર ન પડે, કૂતરો ચોર સમજી ભસે નહીં તે માટે મૂલ્યવાન રત્નો મોદકમાં કૃતપુયએ મૂક્યાં છે, તેવું વિચારી જયશ્રી પતિની ચતુરાઈપર અભિભૂત થઈ ગઈ. (ઢા.૩, ક.૧૫) ૧૧. ખીરની થાળીમાં બે રેખાઓ દોરીને મહાત્માને દાન આપતાં બે વાર સદ્ધિ પ્રાપ્ત થઈ અને બે વાર તેમાં અંતરાય પડી. (ઢા.૪, ક.૨૩) ૧૨. ચરણસિત્તરી, કરણસિત્તરી અને પાંચ મહાવ્રતનું શુદ્ધપણે પાલન કરી કૃતપુણ્ય મુનિ સર્વાર્થ - સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ શિવપુરીના શાશ્વતા સુખો પામશે. (ઢા.૪, ક.૨૫) ૧૪. કવિ શ્રી ગંગારામજી કૃત કયવન્ના ચોપાઈ (સં.૧૯૨૧) આ અપ્રકાશિત કૃતિની રચના વિક્રમ સંવત ૧૯૨૧, ભાદરવા માસમાં થઈ છે. તે સમયે ભારતમાં અંગ્રજોનું વર્ચસ્વ હતું; એવું કવિશ્રીએ ૨૯મી ઢાળમાં આલેખ્યું છે. હાંસીનગરૅ રાજ અંગરેજી, છત્ર ફીરૅ તસુ તેજી રે; સંવત ૧૯ સૈ ઈકવીસેંજી, ભાદ્રવ માસ કહેજી રે.” (૧૦) • ૨૯ દુહા અને ૨૯ ઢાળ પ્રમાણ આ કૃતિનો ‘ચોપાઈ' તરીકે કવિશ્રીએ ઉલ્લેખ કર્યો છે પરંતુ ચોપાઇ છંદમાં આ કૃતિનું બંધારણ થયું નથી. શ્રી કેવનાં ચૌપાઈ ભાખી રે, ઢાળ ઉનતીસૈ સખી રે” (ઢા.૨૯, ક.૧૮) • પ્રસ્તુત કૃતિના કર્તાએ પોતાનો અતિ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. ગચ્છ કે પોતાના ગુરુ ભાઈઓ (શિષ્યો)નો પર્યાપ્ત પરિચય કાવ્યમાં જોવા મળતો નથી. “શ્રી શ્રી રાજરૂપ ગુણધારી, કરમચંદ હીતકારી રે; ગંગારામ એ સુમત વીચારી, રચના ગ્રંથ સુધારી રે.” (ઢા.૨૯, ક.૧૬) ઉપરોક્ત પંક્તિઓ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત કૃતિના રચયિતા શ્રી ગંગારામજી છે, જેઓ શ્રી કરમચંદજી મુનિના શિષ્ય છે. • ગંગારામજી કયા ગચ્છના છે તે ચોક્કસ કહી શકાતું નથી પરંતુ તેમની કૃતિમાં ઢાળ ૧, ૨ અને ૩ના અંતે તેમણે જૈતસી' એવો ઉલ્લેખ કર્યો છે. “જૈતસી' ઉપનામનો પ્રયોગ જયરંગ મુનિ માટે થયો છે. શ્રી જયરંગ મુનિ ખરતરગચ્છના છે. તેથી શ્રી ગંગારામજી મુનિ પણ ખરતરગચ્છના શ્રી જયરંગમુનિના શિષ્ય હોવા જોઈએ. તેમણે પોતાના ગુરુભાઈએ રચેલી “કયવન્ના શેઠનો રાસ' (સં.૧૦૨૧) આ કૃતિનો આધાર લઈ પોતાની રચના સુધારીને લખી છે; એવું અંતિમ ઢાળમાં જણાવે છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy