SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ • પ્રસ્તુત કૃતિમાં પ્રથમ ઢાળમાં દેશીનો પ્રયોગ થયો નથી. પાછળની ત્રણ ઢાળમાં જુદી જુદી દેશીઓ છે. સંભવ છે કે લહિયા દ્વારા દેશી લખવાની રહી ગઈ હોય. ઢાળ : ૨ અને ૩માં નવી દેશીનો પ્રયોગ છે, જે જે.ગૂ.ક.ભા.-૮માં અંકિત નથી. • પ્રસ્તુત કૃતિમાં કાવ્ય ગૌણ બન્યું છે પરંતુ કથાનકને વધુ રસિક બનાવવા ઉમેરેલા કેટલાક વર્ણનો એ આ ચોઢાળિયાની વિશેષતા છે. ઉપમા અલંકાર : ૧. રાંણી ચેલણા નૃપ પટરાણી, અપછરનેં અણુહાર (ઢા.૧, ક.૧) મહારાણી ચેલ્લણાનાં અનુપમ સૌંદર્યને સ્વર્ગલોકની દેવાંગનાઓ સાથે ઉપમિત કર્યું છે. ઉભેક્ષા અલંકાર : ૧. ધવલા વત્થ પગપંખજ્યુ, ચોખા ચીરનેં હીર; જાણે રહ્યો રંગમહલમેં, ખાધાખાંડનેં ખીર (ઢા.૩, ક.૪) કૃતપુણ્યના બગલા જેવા ધોળાં વસ્ત્રો જોઈ રાસનાયિકાએ વિચાર્યું, ‘મારો પ્રિયતમ જાણે. કોઈ રંગમહેલમાં ન રહ્યો હોય!” કહેવત/ રૂઢિપ્રયોગો : ૧. નેણ ફિરલ્યાંથી (ઢા.૧, ક.૪) : આંખ ફેરવી લેવી, અવગણના કરવી. ૨. અણઘડ ભાઠોગલે લગાયો (ઢા.૧, ક.૫): કેળવાયા વિનાના મૂર્ખને જવાબદારી સોંપવી. ૩. કાખ દિખાવો(ઢા.૨, ક.૫): આધાર ઉડાડી દેવો. ૪. ગરજ સરી કોડ લાખ (ઢા.૨, ક.૫) સ્વાર્થ પૂરો થવો. વર્ણનાત્મક શૈલી : ૧. કૃતપુણ્યને હવેલીમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો ત્યારે ચારે વહુઓમાં સાસુ પ્રત્યે ઉદ્ભવેલો આક્રોશ કવિશ્રીએ સુંદર રીતે આલેખ્યો છે. (ઢા.૨, ક.૨-૮) પ્યાર વહુ મિલ સામઠી, કરે આલોચ વિચાર હો. સ્વા. સાસુ હુઈ સ્વાનાણી, વિરચી કરે વિગાડ' વહુયર હિલમિલને કહે, “પ્રીતમ કેમ છોડાય? હો. સ્વા. બારે વરસની પ્રીતડી, જીવ રહ્યો રંગ લાય પહિલી પોતે મેં કીયો, સબલ અન્યાય અકાજ હો. સ્વા. ઘર ઘરણી કરી રાખીયો, કીધી ન કુલરી લાજ જાયે પરાર્થે ઘર વસ્યો, ગરજ સરી કોડ લાખ હો. સ્વા, કામ સરયો દુખ વિસરયા, હિંવે કાં દિખાવો કાખ?
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy