SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ • ધર્મસંગ્રહના રચયિતા તપગચ્છીય શ્રી વિજયમાનસૂરિજી (વિ.સં. ૧૦૦૦ થી ૧૦૦૦)ના સમુદાયના શ્રી વિજયદાનસૂરિજી - ઉપાધ્યાય શ્રી રાજવિમલજી – ઉપાધ્યાય શ્રી મુનિવિજયજી – ઉપાધ્યાય શ્રી દેવવિજયજી – પંડિત શ્રી માનવિજયજી – પંડિત શ્રી દીપ્તિવિજયજી પ્રસ્તુત રાસના રચયિતા છે • નવરસમાં ગૂંથાયેલો આ રાસ ‘દાન કુલકની વૃત્તિ' પરથી આ રચાયો છે; એવું કવિશ્રીએ કડી ૪૦રમાં જણાવ્યું છે. “વૃત્તિ કુલકની જાણીઉં સાભતિહાંથી લીઉ અધિકારતો' • પ્રસ્તુત કૃતિમાં વિહાર કરતાં કોઈક જગ્યાએ ‘ન' ના સ્થાને ‘ણ' શબ્દનો પ્રયોગ થયો છે. જેમાં કે- જણણી (33), જિણદત્ત (૧૨૯) આ કૃતિમાં સંસ્કૃત સમાસ પ્રયોજાયેલો જોવા મળે છે. પાયસ-મધુકર-મુનિ-સાલિ-અનગારદાતા-દેવકુલ-ભએ. વળી, કોઈક સ્થળે પ્રાકૃત શબ્દપ્રયોગ પણ થયો છે; ઉંબર(૧૨૨), રમણી (૧૩૦) પ્રસ્તુત રાસમાં ‘થાં', “થારાં' જેવાં મારવાડી ભાષાના શબ્દો પણ જોવા મળે છે. સંભવ છે કે કવિશ્રી પોતાના સંયમ કાળમાં મારવાડ પ્રાંતમાં વધુ વિચર્યા હોય, જેનો પ્રભાવ તેમની શૈલીમાં જોવા મળે છે. • પ્રસ્તુત કૃતિને ઉપમા, ઉભેક્ષા, અતિશયોક્તિ ઈત્યાદિ અલંકારો, કહેવતો તેમજ વર્ણનાત્મક, ઉપદેશાત્મક, સંવાદાત્મક શૈલીથી શણગારી છે. ઉપમા અલંકારઃ ૧. અતિ ઉન્હી જાણી વડ વીર, ઠાર ફેંક દેઈનઈ ખીર; તિë અવસરિ મધુકરની પરિ, ફિરતો આવ્યો મુનિ મંદિરઈં. (૨૮). ભ્રમરની જેમ અનેકઘરોમાં ફરતાં ફરતાં મુનિરાજ બાળકના ઘરે આવ્યા. શ્રી દશવૈકાલિક સૂત્ર'માં મુનિને “મધુકર'ની ઉપમા આપી છે. તેવી જ ઉપમા અહીં કવિશ્રીએ આલેખી છે. આ ઉપમા દ્વારા કવિશ્રી શ્રમણાચારપ્રગટ કરે છે. ૨. અપછરસ્યો અવતાર, ચિત્તમઈ ચહુટી કુમરને. (૫૧) મદનમંજરીનું દેવાંગના જેવું સૌંદર્ય કૃતપુણ્યના ચિત્તમાં ચોંટી ગયું. ૧.શ્રી વિજયદાનસૂરિજીએ ‘કુમતિમતકુદાલ' ગ્રંથને જલશરણ કરાવ્યો. તેમણે સાત બોલની આજ્ઞા બહાર પાડી. ૨. શ્રી માનવિજયજીએ પોતાના શિષ્ય દેવવિજયજી માટે “ધર્મ પરીક્ષા ગ્રંથની રચના કરી હતી. (જૈ.સા.સં.ઈ., પારા૯૬૫, પૃ.-૪૩૨) ૩. શ્રી દીપ્તિવિજયજીએ સં. ૧૦૪૯, આસો સુદ પૂનમના દિવસે ત્રણ ખંડ, ૨૭ ઢાળ અને ૦૯૮ કડી પ્રમાણ “મંગલકલશ રાસ' રચ્યો છે. કવિશ્રીએ “કયવન્ના શેઠનો રાસ' અને “મંગલકલશ રાસ’ આ બન્ને કૃતિઓ દાન ધર્મના પ્રભાવ પર રચેલી છે. આ સિવાય તેમની અન્યરચનાઓ અંગેનો ઉલ્લેખ પ્રાપ્ત થયો નથી.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy