SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ૩૧. કૃતપુણ્ય ઘરે આવ્યો ત્યારે તેના પુત્રની ઉંમર અગિયાર વર્ષની હતી. (૩૩૬) કૃતપુણ્ય પરદેશ ગયો તે પૂર્વે જયશ્રીને ગર્ભ રહ્યો. તે બાર વર્ષ પરદેશમાં રહ્યો. નવ માસા ગર્ભના લેખતાં પુત્રની ઉંમર અગિયાર વર્ષની દર્શાવી છે તે એકમતે યોગ્ય છે. ૩૨. જયશ્રીએ ભોજન પીરસી પતિને જમવા બેસાડયા, ત્યારે સૌ પ્રથમ થાળીમાં લાડુ ભાંગીને મૂક્યો ત્યારે તેમાંથી લાલ રંગનું જયકાંત મણિ નીકળ્યું. (૩૪૦) જયકાંત મણિનો રંગલાલ હતો; એવું જયરંગમુનિ સિવાય અન્ય કોઈ કવિએ દર્શાવ્યું નથી. ૩૩. સેચનક હસ્તિને છોડાવવા ચતુર અને વિવેકી જોષીઓ આવ્યા, વિદ્યાવંત અને કલાવંત જોગીઓ આવ્યા, તેઓ અમૂલ્ય ઔષધી લાવ્યા. સિદ્ધ યોગીઓએ મંત્ર-તંત્રનો નુસખો કર્યો. શૂરવીરોએ બળપૂર્વક ખેંચીને સેચનક હસ્તિને મગરના મુખમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. કોઈએ દેવીદેવતાઓની આખડી પણ માની. આવા ઉપાયો કરવા છતાં કોઈ કામયાબ ન થયો. (૩૫૫-૩૫૦) સેચનક હસ્તિને છોડાવવાના વિવિધ પ્રયાસો અંગે અન્ય સર્વ કવિઓ પ્રાય: મૌન છે. અહીં કવિની કલ્પનાત્મક વર્ણનશૈલી ખીલી ઉઠી છે. ૩૪. કંદોઈના જલકાંત મણિ દ્વારા સેચનક હસ્તિ મુક્ત થયો ત્યારે રાજાની મૂંઝવણ વધી ગઈ. કંદોઈને રાજકુંવરી આપવાથી નામોશી થાય અને જો કંદોઈના વિવાહ ન કરાવે તો વચનભંગદોષ લાગે. (૦૯) અહીંતે સમયના પ્રજાવત્સલ રાજવીઓની વચનબદ્ધતા અને ન્યાયપ્રિયતા છતી થાય છે. ૩૫. મહારાજા શ્રેણિકે પોતાની કન્યાને દાયજામાં હાથી, ઘોડા અને હજાર ગામ આપ્યા. (૩૯૦) તે સમયે કન્યાને દહેજ આપવું પડતું હતું. પ્રાચીન કાળમાં ઠાકુરોમાં આ પ્રથા વધુ પ્રચલિત હતી. ઘરબાર, ખેતીવાડી વેંચીને પણ દહેજ આપવું પડતું હતું. વર્તમાન કાળે દહેજદાહમાં અસંખ્ય કન્યાઓ હોમાય છે. એકવીસમી સદીમાં પણ જો એકાદ કન્યા જન્મે તો મા-બાપનાં જીવ અદ્ધર થઈ જાય છે. જીવનભરની કમાણી ખતમ થઈ જાય છે. પ્રાચીનકાળમાં આ પ્રથા વકરી હતી તેથી જ જન્મતાની સાથે કન્યાને દૂધપીતી કરવામાં આવતી હતી. ૩૬. અભયકુમારે પડહ વગડાવ્યો કે, “યક્ષના મંદિરમાં યક્ષ દેવપ્રત્યક્ષ થયા છે તેથી તેમની અર્ચના કરો. યક્ષદેવને નૈવેધ ચડાવો જેથી રોગ દૂર થાય.”(૪૦૨-૪૦૩) કવિશ્રીએ અન્ય કવિઓની જેમ લાડુ, લાપસી ઈત્યાદિનૈવેદ્યની વિવિધ વસ્તુઓનો ઉલ્લેખના કરતાં ‘લઈ ભોગ' એવો શબ્દપ્રયોગ કર્યો છે. પ્રત્યેક કવિઓના સમયમાં દેવી-દેવતાઓની નૈવેધની વસ્તુઓમાં ભિન્નતા જોવા મળે છે. સમય જતાં લાડુ, લાપસીને ઠેકાણે ખાજા, સાટા, સક્કરિયા, પેંડા, શ્રીફળ જેવી વસ્તુઓ નૈવેદ્યમાં વપરાતી થઈ. નૈવેધમાં અપાતી વસ્તુઓની પ્રચુરતાને લક્ષમાં રાખી કવિશ્રીએ તેનો ઉલ્લેખ કર્યો ન હોય. 30. યક્ષ પ્રતિમાના દેહ પર પચરંગી અંગરખો, કાનમાં કુંડળ અને વક્ષસ્થળ પર હાર શોભતો હતો. (૪૦) કવિશ્રીએ યક્ષમૂર્તિની વેશભૂષાનાં લાક્ષણિક વર્ણન દ્વારા જેમાં તે સમયનાં શ્રેષ્ઠીઓના પહેરવેશની મહિતી આપી છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy