SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० પોતાના જ અવગુણ નગર શેઠના મુખેથી સાંભળી કૃતપુણ્ય શરમિંદો બન્યો. વળી, ગણિકા. પાસે જવામાં એક જાતની સામાજિક શરમ લેખાતી હતી. ૧૦. કૃતપુણ્યએ ઘરના દ્વારે ઉભા રહીને કાન માંડયા. તેણે પોતાની પત્નીના વેણ સાંભળ્યા. જયશ્રી તે સમયે શુકરાજ દ્વારા પોતાના પ્રિયતમને સંદેશો મોકલી રહી હતી. (૧૪૨-૧૪૩) ૧૮. ઘરની ડેલીમાં ઉભેલા પતિને ઓળખી ન શકવાથી જયશ્રીએ પરપુરુષ સમજી પીઠ ફેરવી લેતાં કહ્યું, “ભાઈ તું તારા સ્થાને ચાલ્યો જા. અહીં પરપુરુષનું કોઈ કામ નથી. આ સતી સ્ત્રીનું ઘર છે. હું ફક્ત મારા પતિને આધીન થાઉં છું. મને પોતાની બનાવવાનો પ્રયત્ન કરનાર મૃત્યુને શરણ થશે. મારા માટે પતિ સિવાય અન્ય પુરુષો બાંધવ સમાન છે. હું પરપુરુષ સાથે એકાંતમાં વાર્તાલાપ કરતી નથી. મારી નણદીનો વીરો એ જ મારો ભરથાર છે. મારે અસત્ય બોલવાની આખડી છે.' (૧૦૦-૧૮૦) ધન્યા પતિવ્રતા અને શીલવતી નારી હતી. શીલનું જતન કરવું એ તેનું પરમ કર્તવ્ય હતું. અહીંખાનદાનીનું ખમીર અને સતી સ્ત્રીના શીલનો દિવ્ય રણકો પ્રગટ થયો છે. વળી, ધન્યાએ પતિનું નામ ન લેતાં ‘નણદીનો વીરો' એવું સંબોધન કર્યું છે. સીતાએ રામને આર્યપુત્રનું અને રાધાએ કૃષ્ણને જશોદાનંદન જેવા સંબોધન કર્યા છે. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ પોતાના પતિનું નામ કદી ન લેતી. અહીં વ્રજનો પ્રભાવ જોવા મળે છે. ૧૯. ગણિકાની પુત્રી દેવદત્તાનો માતા સાથે ઝઘડો થતાં ઘર છોડી પૂછપરછ કરતી કૃતપુણ્યના ઘરે રહેવા આવી. (૧૯૫) અહીં કવિએ દેવદત્તાને પણ પતિવ્રતા ચિત્રિત કરી છે. તેણે એક જ પતિનો સ્વીકાર કર્યો. અહીંગણિકાનો માતા સાથે કયા વિષયમાં ઝઘડો થયો એનો ઉલ્લેખ જોવા મળતો નથી. ૨૦. જયશ્રી અને દેવદત્તાને સગી બહેનોની જેમ આત્મીયતાપૂર્વક રહેવાની શીખામણ આપી કૃતપુણ્યએ દેશાવર જવા પ્રયાણ કર્યું. (૨૧૮) ૨૧. નાણાંની ભીડ પડતાં જયશ્રીએ પોતાના ઘરેણાં ઉતારી આપ્યાં. સ્ત્રીના ઘરેણાં વેંચવાથી સમાજમાં આબરૂ જાય અને ઘરની પાયમાલી થાય, એવુંરાસનાયક કહે છે. (૨૧૯,૨૨૧) કવિશ્રીના સમયમાં આપત્તિના સમયે સ્ત્રીનાં ઘરેણાં વટાવી ધન મેળવનાર નીંદનીય લેખાતો હતો. સોનું એ ધન છે પરંતુ તેનો આપસ્થિતિમાં ન છૂટકે જ ઉપયોગ થતો હતો. ૨૨. ધનપતિ નામના સાર્થવાહે નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે, “જેને ધન કમાવવાની ઈચ્છા હોય તે મારી સાથે પરદેશમાં આવે. (૨૨૪) અહીં કોઈ પાડોશીની પ્રેરણાથી કૃતપુ પરદેશમાં જવા તૈયાર થયો નથી. પોતાની ધન કમાવવાની અભિલાષા હતી અને તેમાં સાર્થવાહની હાકલ પડી તેથી રાસનાયક પરદેશ જવા. નીકળ્યો ૨૩. શુભ મુહૂર્ત જોઈ રાસનાયક સાર્થમાં આવ્યો ત્યારે રાસનાયિકા જયશ્રી તેને વળાવવા આવી. (૨૨૬). તે સમયમાં પરદેશ જતાં પૂર્વમુહૂર્ત જોઈપ્રયાણ થતું હશે. અત્યારે પણ એ પરંપરા છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy