SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ રૂપે રૂડી દેવકુમારી, માનવણી જીમ આગેં હારી. પાયે નેઉર રણઝણે રે, કાને કુંડલ સારો; નકવેસર શીર રાખડી રે, હિયડે નવસરહારો; હિયડે નવસર હાર રે સોહે, મોહનગારી મનડુંમોહે; રંગ રંગીલો ચિત્તડુ ચોહે, મુખ દીઠા એ દુઃખ વિછોહે. ૧૦. શ્રેણિક રાજાની પુત્રી સાથે કૃતપુણ્યના પ્રણયનું તળપદી રીતે ઉજવાયેલું લગ્નોત્સવ. (૩૮૬ ૩૯૧) આ લગ્નવિધિમાં હસ્તમેળાપ, ગઠબંધન, ચોથા ફેરામાં વરની પાછળ કન્યાનું રહેવું, “સપ્તપદિના ચાર ફેરા, કરિયાવર, જાન જમાડવી ઇત્યાદિ રિવાજો તે સમયની લગ્નપ્રથાની જાણકારી પૂરી પાડે છે. ૧૧. યક્ષની મૂર્તિ જોઈ ચારે પુત્રોની ચેષ્ટામાં ઉત્પન્ન થયેલો પિતૃપ્રેમ. (૪૧૫-૪૨૧) અહીં અદ્ભુત અને હાસ્યરસનું નિરૂપણ થયું છે. ૧૨. ભક્તિથી પ્રેરાઈને દેવતાઓ દ્વારા રચાયેલા સમવસરણની શોભા. (૪૩૬-૪૩૯) ૧૩. ભગવાન મહાવીરના દર્શન કરવા જતાં મહારાજા શ્રેણિક અને પરિવારજનો. (૪૪૯-૪૬૧) ૧૪. મહારાજા શ્રેણિકે પાંચ અભિગમ સાચવી, જિનેશ્વર ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણા દઈ વંદન કર્યા. (૪૬૦) પાંચ અભિગમ : ૧. સચિતનો ત્યાગ; ૨. અચિતનો વિવેક; ૩. ઉત્તરાસંગ; ૪. અંજલિકરણ; ૫. એકાગ્રતા. આગમ ગ્રંથોમાં ગૌતમ સ્વામી, ઉદકપેઢાલ, સ્કન્ધક પરિવ્રાજક, દેવાનંદા બ્રાહ્મણી, જમાલી, સુદર્શન શેઠ, શિવરાજ ઋષિ, ૠષિભદ્રપુત્ર, શંખ શ્રાવક, ઉદાયન રાજા, કાર્તિક શેઠ, કૃષ્ણ મહારાજા, અર્જુનમાળી, મેઘકુમાર, થાવચ્ચાપુત્ર, નંદમણિયાર, આનંદ શ્રાવક, કૂણિક રાજા, શ્રેણિક રાજા આદિએ પાંચ અભિગમ સાચવી ભગવાનને ત્રણવાર વંદના કરી છે. કવિશ્રી આ પરંપરાને અનુસર્યા છે. ૧૫. પરમાત્માની ધર્મના નવનીત સમી દેશના; જેમાં સમકિતની મહત્તા, દેવ-ગુરુ-ધર્મની શુદ્ધ શ્રદ્ધા, શ્રાવકાચાર, શ્રમણાચાર, મનુષ્યભવની દુર્લભતા, ઈન્દ્રિયોની પરવશતાથી થતા નુકશાન, આયુષ્યની ક્ષણભંગુરતા, ચાર કષાયોનું નિવારણ અને દાનાદિ ચાર ધર્મની પાલના ઈત્યાદિ વિષયોનું સુંદર જ્ઞાન આપ્યું. (૪૦૧-૪૮૫) ૧૬. મહાત્માને જોઈ પુલકિત બનેલા બાળકની પરિણતિ તથા ખીર વહોરાવતી વેળાની ત્રુટિત પરિણામ ધારા (૫૧૦-૫૨૦) અને દાન વહોરાવ્યા પછીની વિધિમાં સમ્યક્ દાનધર્મની વિધિવિધાન ઉજાગર થઈ છે. (૫૨૧-૫૨૪) ૧૦. કૃતપુણ્ય મુનિનો શ્રમણાચાર, જેમાં શ્રમણ ધર્મની આચારસંહિતા પ્રગટ થઈ છે. (૫૬૩-૫૦૦) ૧. સપ્તપદિ : જુઓ પરિશિષ્ટ વિભાગ.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy