SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પુણ્ય રાસનાયિકા નિરાશ થયેલા પતિને સનાતન નિયમ દર્શાવી દુઃખથી વિરક્ત બની કરવાની હિતશિક્ષા આપે છે. (૧૬૩) જીહો કાંતિમતી કહિ કાંમિની, ‘‘લાલા થોડું કીજેં દુખ; જીહો જગવટ ચાલઇ ઇણિ પરઇં, લાલા પુન્ય થકી હુઇ સુખ'' 3. કૃતપુણ્યના દૃષ્ટાંત દ્વારા દાન ધર્મનો ઉપદેશ અપાયો છે. (૩૫૮) દાન તણાં ફલ એહવાં જાંણજ્યો, ચતુર સુવેધક પ્રાણી રે; દેજ્યો ફલ લહિસ્યું ભલાં, કયવન્ના પરિ જાણી રે. ૪૨૪ સંવાદાત્મક શૈલી : ૧. દેવકુલિકામાંથી કૃતપુણ્યને સૂર શ્રેષ્ઠીના ઘરે લઈ આવ્યા બાદ બનાવટી પુત્ર અને પતિ બનાવવા મથતી વૃદ્ધ સાસુ અને વહુનો અભિનય સરળ શૈલીમાં રોચક રીતે વર્ણવેલો છે. (૧૯૪-૧૯૫,૧૯૦ ૨૦૦) વૃદ્ધાએ ધન માટે લાજશરમ રાખ્યા વિના પુત્રવધૂઓને અજાણ્યા પુરુષ સાથે અંગત જીવન વીતાવવાની ખુલ્લે ખુલ્લી પરવાનગી આપી. ૨. પોતાનું ચિંતવેલું કાર્ય પૂર્ણ થતાં વૃદ્ધાએ કૃતપુણ્યને ધરમાંથી ધકેલી મૂકવા માટે રચેલો પ્રપંચ, તે પ્રસંગે સાસુ અનો વહુનો સંવાદ અત્યંત માર્મિક છે. (૨૦૪-૨૦૯) જેમાં સાસુની સ્વાર્થવૃત્તિ, કપટાઈ, લુચ્ચાઈ અને યુદ્ધખોર સ્વભાવ સ્પષ્ટ થાય છે. છે. ઉપાર્જન 3. કાંતિમતીએ જ્યારે એક પછી એક મોદક ભાંગ્યા ત્યારે તેમાંથી રત્નો નીકળ્યાં. તે પતિની ચતુરાઈ પર અતિપ્રસન્ન થઈ ગઈ. તેણે વિચાર્યું, ‘માર્ગમાં ચોરોના આતંકથી બચવા અને રત્નને સુરક્ષિત રાખવા પતિદેવે લાડુમાં રત્નો છુપાવ્યાં છે તે યર્થાથ છે.' તેણે પતિની સરાહના કરતાં કહ્યું, “સ્વામીનાથ! તમારી બુદ્ધિને ધન્ય છે. તમે રત્નનો મર્મ ન કહ્યો પરંતુ તમારી રત્નને સાચવવાની તરકીબ પ્રશંસનીય છે. (૨૫૨-૨૫૫) પ્રિયતમાએ પ્રિયતમના વિવેકશીલ કાર્યને બિરદાવ્યું છે. અહીં અદ્ભુત રસનું પ્રયોજન થયું કથા ઘટકોમાં પરિવર્તન ૧. ૪. વિજયપુરના ધનદત્ત શેઠની પત્નીનું નામપદ્મશ્રી હતું. (૨૦) ૨. પદ્મશ્રીની કુક્ષિમાં વસુદત્તનો જીવ ઉત્પન્ન થયો. (૨૮) 3. ધનદત્ત શેઠના મૃત્યુ સાથે લક્ષ્મીએ વિદાય લીધી ત્યારે કાકી, ભાભી, વહુજી કહીને બોલાવનારા પરિવારજનો નિસ્પૃહી સંતની જેમ તે સ્થાન છોડી ચાલ્યાં ગયાં. (૩૩) શ્રીપુર નગરનાં સઘન શેઠના ઘરે પદ્મશ્રી પોતાના પુત્રને લઈને આવી. શેઠાણીએ ઘરનાં કામકાજ માટે તેને ત્યાં રોકી રાખી. બીજી બાજુ વસુદત્ત પણ પાડોશીના ઢોરોને ચરાવવા લાગ્યો.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy