SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ઉપરોક્ત વર્ણન પરથી તે સમયના લોકોની રહેણીકરણી, વેશભૂષા અને ભોજનનો સંક્ષિપ્ત પરિચય મળે છે. ૩. આ જગતમાં ધન સર્વસ્વ છે. તે ભાવની પૂર્તિ કવિશ્રીએ વૃદ્ધાના પાત્ર દ્વારા વહુઓને સમજાવતાં કથાપ્રવાહમાં સુંદર રીતે ગૂંથી છે. (૧૦૩-૧૦૫) ૪. અપૂર્વ અને કિંમતી વસ્તુ નિર્ધનને ત્યાં ન હોય, તે યુક્તિનું સમર્થન કરવા કવિશ્રી વિવિધ દષ્ટાંતો ટાંકે છે, જે કવિના જ્ઞાનની બહુલતાદર્શાવે છે. (૨૧૮-૨૨૨) એહનઇ ઘરિન હોવઇ એ રયણ, જોતાં એહ વડાંનાં વયણ. “કઇ તુહ ઘરિ કિસાહાં તેહ, વસ્તુ અપુરવ લહઇ એહ? ચંદ વિષઇરે સુધારસ વાસ, સૂર્ય વિષારે જિમતેજ પ્રકાસ. અંબુધિમાંહિ રત્નોનો ઠામ, મેરુમરુત રાણાવિશ્રામ. ગ્રહના થાનક આકાશ, ગજ હયગૌનઉ સ્વર્ગનિવાસ. ૫. સાળા અને બનેવીનો વાર્તાલાપ પ્રશ્નોત્તરશૈલીમાં રોચક રીતે વર્ણવ્યો છે. (૨૬૧-૨૦૦) ૬. યક્ષપૂજન અંગે સાસુ અને વહૂઓ વચ્ચે થતો સંવાદ સુંદર રીતે છે. અહીં ચારે સ્ત્રીઓ સાસુ સમક્ષ દલીલ કરતી નજરે ચડે છે. (૨૮૧-૨૮૯) છે. તપસ્વી અને કૃશકાયાવાળા મુનિરાજને જોઈ કૃતપુણ્યનું ચિંતન, તેની વહોરાવવાની ખંડિત મનોધારા, સાધુને વહોરાવવાનો લાભ ઈત્યાદિ ભાવોને કવિશ્રીએ સુંદર રીતે આલેખી જૈનાચાર પ્રગટ કર્યો છે. (૩૧૦-૩૨૧) રાંધી ખીર પરુસઇ ભાણઇ જી, સુત આરોગણ હેતિ; આપગઇપરકામ કરવા જી, મિલીઉ સુભ સંકેતિ. મા ખમણનઇ પારણઇજી, સાધુપધારયા હોઇ; બહુતપ તપવિદુર્બલ દેહો જી, દેખી ચિંતઇસોઇ. “જન્મ સફલતો આજ હમારો જી, દિવસ સફલ અર્યામ; એ વેલાં ધન દરસનદીધોજી, સાધુ તણો અભિરામ. ગ્વાલામણો મન હુઓ કૃપાલુજી, સાધાંનિપ્રતિલાભિ; હોસું આજ કૃતારથ અધિકો જી, જઇ સિર અડસ્ટઇં આભિ બેઠો હઇ સનમખિ આવિ જી, બહષિનઇ કરી પ્રણામ “તારો તારો''મુખિ ઉચ્ચરતો જી, “સારો માહરાં કામ. ઉપદેશાત્મક શૈલી ઃ ૧. દાનનો મહિમા (૧-૪) ૨. કૃતપુણ્ય વિલાસી પુરુષોના સંગથી સાતે વ્યસનમાં જોડાયો. તે સંદર્ભમાં કવિશ્રી ઉપદેશ છે કે સુસંગતિથી માનવ સુધરે છે અને કુસંગતિથી બગડે છે. (૨૦.૨-૨૨) - આ કથનની પૂર્તિ માટે કવિશ્રીએ આગની સંગે પાણી, કપૂરની સંગે કસ્તુરી અને હિંગની સંગે લસણની સુવાસ નષ્ટ થાય છે એમ પરસ્પર વિરોધી દષ્ટાંતો આલેખ્યાં છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy