SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ લે. પછી, ઉપચાર કરવાથી શું સરે? તેથી રાજાએ નગરમાં પડહ વગડાવ્યો. (ટા.૯, ૧.૩-૪) ૨૧. કંદોઈને ઉચિત આપી રાજાએ મુક્ત કર્યો. (ઢા.૯, ક.૧૦) ૨૨. યક્ષપૂજન કરવા આવનારદર્શનાર્થીએ પૂર્વ દ્વારથી પ્રવેશ કરી, પશ્ચિમ દ્વારેથી બહાર નીકળવું એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. (ઢા.૧૦, .૦) ૨૩. કૃતપુણ્યએ મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર પાસેથી દીક્ષાની અનુમતિ માંગી (ઢા.૧૧, ક.૧૩) ૨૪. કયવન્નામુનિને ગણધર ભગવંત પાસે શિક્ષા લેવા પ્રભુ મહાવીરે મોકલ્યા. (ઢા.૧૧, ક.૯) ૬. કવિ શ્રી કલ્યાણરત્નસૂરિ કૃત કયવન્ના શેઠની ચોપાઈ (સં. ૧૬૦૦) પ્રસ્તુત ચોપાઈના રચયિતા તપાગચ્છની રત્ન શાખાના મુનિ શ્રી જ્ઞાનરત્નજી - શ્રી હંસરત્નસૂરિ શ્રી કલ્યાણરત્નસૂરિજી છે. કવિના જીવન અને કવન વિષે માહિતી મળતી નથી. • પ્રસ્તુત કૃતિનો રચનાકાળ સં.૧૬૦૦, આસો (સુદ કે વદ?) દસમ, રવિવાર છે. રચનાસ્થળ અને તિથિનો ઉલ્લેખ થયો નથી. • પ્રસ્તુત કૃતિનો ચોપાઈ તરીકે કવિશ્રીએ પ્રારંભ કે અંતમાં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. આમ છતાં હુંડીમાં “કયવન્ના શેઠની ચોપાઈ' એવું શીર્ષક આલેખાયું છે. વળી, કાવ્યના અંતે “ઈતિ કયવન્ના બષિ સક્ઝાય સંપૂર્ણ' એવું આલેખી પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આઠ ઢાળ અને ૫૬ કડીમાં વિસ્તૃત થયેલી આ રચના વાસ્તવમાં ચોપાઈ છંદમાં રચાયેલી નથી. તેના ચાર ચરણને ‘ચોપાઈ” એવું નામભિધાન અપાયું છે. આ કૃતિને ચોપાઈન કહેતાં “સક્ઝાય' કહેવી વધુ યોગ્ય રહેશે. • પ્રસ્તુત કૃતિની ઢાળમાં દેશી કે રાગોનું નિરૂપણ થયું નથી. • પ્રસ્તુત કૃતિના કથાનકમાં આવતા પાત્રોમાંથી રાસનાયક કૃતપુણ્ય, ધન્ય શેઠ, ભદ્રા શેઠાણી અને અભયકુમાર એમ ચાર નામનો જ ઉલ્લેખ જોવા મળે છે. સંભવ છે કે કવિશ્રીને કથાનકના પાત્રોના નામોલ્લેખમાં વિવિધતા જોવા મળી હોય, તેથી તેમણે આ વિષયમાં મૌન રહેવું વધુ પસંદ કર્યું હશે. • પ્રસ્તુત સક્ઝાય સંક્ષેપમાં આલેખાયેલી હોવાથી ક્યાંક ક્યાંક ઉપમા અને ઉબેક્ષા જેવા અલંકારોનો સ્પર્શ થયો છે. આ ઉપરાંત શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ અલંકારથી સઝાય સુશોભિત બની છે. ૧. શ્રી હંસરત્નસૂરિજીએ શ્રી ધનેશ્વરસૂરિજી કૃત “શત્રુજ્ય મહાભ્ય’ પરથી “શત્રુજ્ય માહાભ્યોલેખ' નામનો ૧૫ સર્ગમાં, સંસ્કૃતમાંગધ ગ્રંથ રચ્યો. (જૈ.સા.સ.ઈ., પારા-૯૬૮, પૃ.-૪૩૨)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy