SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ કર્યા. ૩૫. સાર્થમાં મુખ ઢાંકી ખાટલા પર સૂતેલા વ્યક્તિનું વસ્ત્ર સોહાસણિએ પુત્ર દ્વારા દૂર કરાવ્યું. (૧૫) - અહીં સોહાસણિની વિવેકદષ્ટિ અને તેનું સતીત્વ દર્શાવવા કવિશ્રી આવો ભાવ કથાપ્રવાહમાં પ્રવાહિત કરે છે. સતી સ્ત્રી મનથી પણ પર પુરુષને ઈચ્છતી નથી તો અજાણ્યા પુરુષના મુખ પરનું વસ્ત્ર પોતાના હાથે કઈ રીતે દૂર કરી શકે? ૩૬. કૃતપુણ્યએ પોરસાઈને પત્નીને કહ્યું, “હું બીજા સાથે સાથે પરદેશ ગયો હતો, ત્યાંથી ઘણું ધન કમાઈને આવ્યો છું.''(૧૦૮) ૩૦. અવસર જોઈને અવઢવમાં પડેલી ચતુર સોહાસણિએ પતિને પૂછયું, “કંત! તમે પરદેશથી કંઈક ધન કમાઈને લાવ્યા છો ?' (૧૯૩) ૩૮. કંદોઈએ લગ્ન માટે ઘણું કરજ કરી ઘણાં વ્યંજનો બનાવ્યાં. પોતાનો ઘર વેંચી બહોળા પ્રમાણમાં જાનૈયા તેડાવ્યા. પૂર્વે કંદોઈના ૫૦૦ જેટલા સગાંસાંઈ હતાં. હવે જાનમાં 600 જાનૈયા આવ્યા. (૨૦૬-૨૦૦) ૩૯. અભયકુમારે જાનમાં આવેલા પ્રત્યેક કંદોઈને અલગથી બોલાવી જંગલી તણછના વૃક્ષની પાતળી સોટીથી માર મરાવ્યો. વરરાજા બનીને આવેલા કંદોઈને દોર ટ બંધાવ્યો. (૨૦૮૨૦૯) સદ્વર્તન, માણસાઈના પાઠ ભણાવવા અને વિઘાતક શક્તિઓને ડામવા અભયકુમારે દંડનીતિનો પ્રયોગ કર્યો. ૪૦. ન્યાયપ્રિય મહારાજા શ્રેણિકે કંદોઈનો વેરો માફ કર્યો. (૨૧૩) ૪૧. રાજસેવકો કૃતપુણ્યને રાજસભામાં લઈ જવા આવ્યા ત્યારે સોહાસણિએ વિચાર્યું, ‘આ કોઈ લેણિયાત લાગે છે. તેઓ હમણાં જ મારા પતિ પાસેથી લહેણું માંગશે.' (૨૧૪). ૪૨. ધનાવાહ શેઠને ત્યાં ૧૦૮ વાણોત્તરો હતા. પડતી દશામાં તેમને રજા આપવામાં આવી પરંતુ ચડતી. દશા આવતાં કૃતપુણ્યએ તેઓને પુનઃ આશરો આપ્યો. (૨૩૦) ૪૩. અભયકુમારે નગરમાં વાત વહેતી મૂકી કે, ““કૃતપુણ્ય શેઠ મૃત્યુ પામી યક્ષ બન્યા છે. આ યક્ષા માનવોને મારે છે. યક્ષના કોપમાંથી ઉગરવા નગરજનોએ પાંચ લાડુ અને પાંચ ધાનની લાપસી નૈવેધ તરીકે લાવવી.” (૨૩૬-૨૩૦) પ્રત્યેક કવિએ પોતાના સમયમાં દેવ-દેવીઓને પ્રચલિત નૈવેદ્ય યોગ્ય વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. ૪૪. કૃતપુણ્યએ ઉપાલંભ આપતાં કહ્યું, “મંત્રીશ્વર! મારો પરિવાર સાથે મેળાપ ન થયો. હવે તો એક માસની અવધિમાં ફક્ત બે દિવસ બાકી છે.” આ સાંભળી અભયકુમારે નગરમાં બીજીવાર પડહ વગડાવી કહ્યું, “જે નહીં આવે તેને દંડ થશે!” (૨૪૦) કૃતપુણ્યની પરિવારને મળવાની તીવ્ર ઉત્કંઠા અને અવધિની સમય મર્યાદાની અલ્પતા.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy