SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ તે કાળમાં પુત્રવધૂઓ સાસુની આમાન્યા જાળવતી હશે. વળી, છડેચોક પતિ અંગેનો વાર્તાલાપ સાસુના નિયંત્રણને કારણે ટાળ્યો હશે, એવું પણ બની શકે. ૪. કવિ શ્રી ઋષભદાસ કૃત કયવન્ના શેઠનો રાસ (સં. ૧૬૨૧) “પ્રહ ઉઠી વંદુ, બદષભદેવ ગુણવંતા પ્રત્યેક જૈન ધર્મીની ભાવનાનું ગાન કરતી કાવ્યપંક્તિના રચયિતા પ્રાગવંશના બાર વ્રતધારી સંઘવી સાંગણના પુત્ર શ્રાવક કવિ શ્રી કષભદાસ છે, જેમણે વિક્રમ સંવત ૧૬ર૧માં, ૨૮૬ કડી પ્રમાણ (દુહા : (અને ઢાળ : ૧૬) આ “કયવન્ના શેઠ રાસ' રચ્યો છે. રાસને અંતે કડી (૨૮૫-૨૮૬)માં તેમણે પોતાનો પરિચય આપ્યો છે. • પ્રસ્તુત કૃતિનો “રાસ' તરીકે ઉલ્લેખ કરીને રાસના અંતે ગુરુ સ્મરણ, રચના સ્થાન અને સંવત દર્શાવતાં કહે છે. (૨૮૩-૨૮૪) સહિ ગુરુ ચરણ નમિનઈંગાયો, કઈવન્નાનો રાસો જી; ત્રંબાવટી નયરીમાંહિ જોડયો, પોહોતી મનની આસો જી. હર લોચન દિગ અનોપમ, ચંદ સંવસર જાણો જી; માસ શુચીનઈ ત્રીજ ઉજલી, વાર ગુરુ રાસ રચાણો જી. તપગચ્છના શ્રી હીરવિજયસૂરિજીના શિષ્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વર, જેઓ કવિના ધર્મગુરુ હતા. એમને અંતિમ મંગલાચરણમાં સ્તવના કરી કવિએ ‘કયવન્ના શેઠ'નો રાસ પૂર્ણ કર્યો છે. • રસાળ શૈલીમાં રચાયેલો આ રાસ ઉપમા, ઉભેક્ષા, વ્યતિરેક, યમક, રૂપક ઈત્યાદિ અલંકારો. વડે સજાવેલો છે. ઉપમા અલંકારઃ ૧. મુખપુન્યમનો ચાંદલો, કનકવરણ જસ દેહ (૧) ૧. કવિ ઋષભદાસ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શિરોમણિ કવિ શ્રી ઋષભદાસજીના પિતામહ (દાદા) ખંભાતના વીસા (પ્રાગવંશીય) પોરવાડા જૈન હતા. તેમનાદાદાનું નામ મહીરાજ હતું. કવિ શ્રી વ્રતવિચાર રાસ'માં જણાવે છે કે વિસલદેવ ચાવડાએ ઈ.સ. ૧૦૬૦માં મહેસાણા જિલ્લામાં વિમલનગર (વિસનગર) વસાવ્યું હતું. આપણા રાસનાયકના દાદા આ વીસનગરના વતની હતા. તેઓ બારવ્રતધારી શ્રાવક હતા. પ્રાગવંશના મોભી (વડીલ) હતા. પ્રાગવંશના વેપારીઓમાં તેમને ખૂબ જ ખ્યાતી મેળવી હતી. તેમનો સાંગણ નામનો પુત્ર હતો. સંઘવી મહીરાજે શત્રુંજય, ગીરનાર, જૂનાગઢ જેવાં તીર્થસ્થાનોની યાત્રા કરી અને કરાવી હતી. કવિ ઋષભદાસ એટલે સાંગણના પુત્ર. તેઓ પ્રથમ વીસનગરમાં જ રહેતા હતા. ત્યારબાદ વ્યાપારા બંબાવટી નગરીમાં આવવાનું થયું. વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થતાં કાયમ માટે ખંભાતમાં રહ્યા. તેઓ શ્રીમંત બન્યા. સાંગણ પણ પોતાના પિતાની જેમ ધાર્મિકવૃત્તિવાળા હોવાથી સંઘ કઢાવી ‘સંઘવી'નું બિરૂદ મેળવ્યું હતું. “કયવન્ના રાસ' એક જ રાસ એવો છે જ્યાં કવિ ઋષભદાસે માતા શારદાને મંગલાચરણમાં જીવ્યા નથી. કવિ દષભદાસજીને માતા સરસ્વતીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ અને તેઓ મહાન કવિ બન્યા. ૨. રાસા કાવ્ય સ્વરૂપ- જુઓ પરિશિષ્ટ વિભાગ.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy