SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ તૂટેલો ખાટલો એ નિર્ધનતાનું પ્રતીક છે. વળી, તે સમયે ખાટલા પર સૂવાની પ્રથા હતી. તેનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે, તે સમયે વીંછી, સર્પ જેવા ઝેરી જનાવરોનો ઉપદ્રવ વધુ હતો. આવા જીવજંતુઓના ડંખથી બચવા ભૂમિ પર શયન ન કરતાં ખાટલા પર સૂવાની પ્રથા લોકોએ અપનાવી હશે. ૩૧. રાજગૃહી નગરીના કોઈધનવંત શેઠના એકના એક પુત્રનું અવસાન થયું. (૧૨૯) ૩૨. શેઠાણીનો પુત્રવધૂઉપર પૂરેપૂરો દાબ હતો. (૧૩૨) પ્રાચીન કાળમાં પુત્રવધૂઓ સ્વછંદતા ત્યજી સાસુની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરી વડીલોનો વિનય સાચવતી હશે, એવું સ્પષ્ટ થાય છે. ૩૩. જમીનમાં ખાડો ખોદી મૃત્યુ પામેલા પુત્રને દફનાવવામાં આવ્યો. (૧૩૩) તે સમયની રાજનીતિ અનુસાર અપુત્રીયાનું ધન રાજદરબારમાં ઠલવાતું હતું તેથી ધનની સુરક્ષા હેતુ દેહને દહનવિધિન કરતાં દફનાવવમાં આવ્યો. જેથી કોઈને ખબર જ ન પડે. ૩૪. ધનની સુરક્ષા માટે વણઝારાની ટોળીમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરે લઈ આવી પુત્ર બનાવ્યો ત્યારે પાડોશીનું મન રાખવા શેઠાણીએ પરદેશથી પાછા ફરેલા પુત્રની વધામણી આપી. (૧૪૬) પુત્રના મૃત્યુની ગંધ ન આવે અને ધન ખાલસા ન થાય તે માટે સાસુએ પડોશીઓને વિદેશથી પાછા ફરેલા પુત્રના આગમનની ખોટી વધામણી આપી પ્રપંચ ઉપજાવ્યું. ૩૫. સાસુએ કૃતપુણ્ય સાથેનો છેડો ફાડી નાખવાનું કહ્યું ત્યારે ચારે સ્ત્રીઓએ પતિને સાર્થવાહ પાસે મૂકવા જતાં પૂર્વ કૃતપુણ્યના ચરણોમાં નમસ્કાર કર્યા. (૧૬૪) - ભારતીય સ્ત્રીઓને મન પતિ એ જ પરમેશ્વર છે. ચારે પુત્રવધુઓએ મન, વચન અને કાયાથી કૃતપુણ્યને પોતાના સ્વામી સ્વીકાર્યા હતા તેથી અંતિમ વેળાએ ચરણસ્પર્શ કરી વિનય પ્રદર્શિત કર્યો. ૩૬. રાસનાયિકા વણઝારાની ટોળીમાંથી પતિને લઈને ઘરે આવી ત્યારે આંગણામાં બાળક રમતું હતું. (૧૮) તે સમયે બાળકની ઉંમર અગિયાર વર્ષની હોવાથી રાસનાયિકા બાળકને એકલો ઘરે મૂકી પતિને તેડવા સાર્થના સ્થાને ગઈ, એવું કવિ દર્શાવે છે. ૩૦. નિશાળના છેડે સામેની બાજુ એક હલવાઈની દુકાન હતી. (૧૫) ૩૮. જયકાંત મણિ વડે સેચનક હાથીને જલતંતુના પાશમાંથી છોડાવી કંદોઈએ મહારાજાને કહ્યું, તમારા બોલેલા વચનોનું પાલન કરી મને પ્રસન્ન કરો.” (૨૦૦) અહીં શરત અનુસાર કંદોઈની રાજકુંવરી સાથે પરણવાની અને ગરાસ મેળવવાની અધીરતા નજરે ચડે છે. ૩૯. મહારાજાએ વિચાર્યું, ‘કંદોઈ એ હલકી જ્ઞાતિ છે. નીચ જાતિમાં રાજકુંવરીનું સગપણ કેમ થાય? કાગડાની કોટે રતન ન બંધાય. (અણઘટતું જોડાણ ન થાય) (૨૦૦-૨૦૧) પ્રાચીન યુગ વર્ણપ્રથા સાથે જોડાયેલો હતો. તેથી આર્યકન્યાનો સંબંધ સમાન કુળ, જાતિ અથવા તો ઉચ્ચ પ્રતિષ્ઠિત ઘરોમાં થતો હતો. મહારાજા શ્રેણિક નગરીના રાજવી અને સત્યવાદી
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy