SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ý 3 in ૩. એક હથી તાલી નવિ હુઈ (૦૬): (કામ કે સોદો પતાવવામાં, ઝઘડામાં એમ દરેકમાં) એકલાથી. કામ ન થઈ શકે, સહકાર જોઈએ. રંક હાથિ નઈ ચડઈ રતન (૮૪): નિર્ધનને ત્યાં કિંમતી વસ્તુ ન ટકે. લહણ લાભઈ સવિ સંસારિ (૧૦૧): સંસારમાં જે થવાનું હોય તે થઈને જ રહે છે. રામનું સુયણઉં ભરત નઈ ફલિઉં (૧૪૯) રામનું સ્વપ્ન ભરતને ફળવું. એકનો લાભ બીજાને થવો. વાયસ ગલિ હંસી ન બંધાઈ (૨૦૩) કાગડાના ગળે હંસ ન બંધાય. અયોગ્ય પાસે ઉત્તમ વસ્તુ અશોભનીય બને છે. અણઘટતું જોડાણ ન થાય. ન વહઈ હીયું(૨૦૪) : વિશ્વાસ બેસતો નથી, હિંમત ચાલતી નથી. ૯. કન્યા કૂઈ નાખીઈ (૨૦૬): કન્યાને ગમે તે જ્ઞાતિમાં પરણાવી ઠેકાણે પાડવી. ૧૦. આંખઈ કાજલ ઘાલિ (૨૧૬) : છેતરવું, ઠગવું ૧૦. અમૃતમાંહ વિસ ભેલવઉ (૨૧૦) આનંદમાં દુખ ઉમેરવું, નવુંદુઃખ (સંકટ) ઊભું કરવું. ૧૧. બહુ ભૂખઈ બિહું કરિન જમાય (૨૧૮): ગમે તેટલું અગત્યનું કાર્ય અધિરાઈપૂર્વકન કરાય. ૧૨. આપણા મનનવિઆપણા હાથિ (૨૬૬) અસ્થિર, ચંચળ મન હોવું. ૧૩. દાઢ ઘુલઈ (૨૬૮) : મોંમાં પાણી આવવું, સ્વાદ કરવાનું મન થયું. • વર્ણનાત્મક શૈલી : ૧. કન્યાના પિતા જમાઈની પસંદગી કરતી વખતે યુવકમાં (વરમાં) જોવાતાં સાત ગુણ : કુળ, પરિવાર, વિદ્યા, લક્ષ્મી (ધન), રૂપવાન, નિરોગી, વિનય. આ સાત ગુણો કન્યાના વરની પસંદગી કરતી વખતે જુએ છે. (૧૬-૨૨) વરરાજાની પસંદગી વખતે નિરીક્ષણ કરાતાં સાત ગુણો જે નીતિશાસ્ત્ર અનુસાર વિવેકપૂર્વક કથામાં ગૂંથી લીધાં છે. અહીં કવિશ્રીની વ્યવહારિક પંડિતાઈનાં દર્શન થાય છે. વરના ગુણ બોલ્યા છઇ જેઉ, સેઠિ વિમાસઇ ચિતઇ તેઉ; પહિલઉ કુલ ગુણ નઇ આચાર, જોઇઇ તેહનઇ બહુપરિવાર, વિદ્યાગુણ વિણ સવિઅપ્રમાણ, મૂરખ જનમ વૃથા જગિ જાણિ; ચઉથઉ ગુણ તેલક્ષ્મીવંત, જેહપખઇ ન સરઇ એકંતિ. જીણઇ સવિ થાઇ વિવહાર, લહીંઇ ભોગજોગવ્યાપાર; દૂરિ ટલઇ સયલ અન્યાય, વયરી વૃંદનમઇનિત પાય. આલમીટઇતે થાઈ ચિંતા, જે વિસમા વયણે બોલતાં; લખિમી હુઇ સત્તમિપાયાલિ, તુહિપણિ તે તપત ન લાડિ. કીજઇ નામ સયલ સંસારિ, કામણ મોહણ એ હુઇમઝારિ; સવિ અવગુણ ગુણ થાઇ જેણિ, લિખિમીનું ગુણ જોઇઇ તિણિ. ગુણ પાંચમઉડીલઈ સરુપ, જસુદીઠઈ સવિમાનઈં ભૂપ; આગતા સ્વાગત સહૂકો કરઈ, આવઉ આવ્યા બયસણ ધરઈ.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy