SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ • પ્રસ્તુત કૃતિમાં “ન’ની જગ્યાએ ‘ણ' શબ્દનો પ્રયોગ કેટલેક ઠેકાણે થયો છે. જેમ કે- નિવાણા = નિધાન; આણંદિયા= આનંદિયા; સમાણઉ= સમાન9. • અલંકાર રસાળ શૈલીથી રચાયેલા આ રાસને ઉપમા, ઉમેક્ષા, વ્યતિરેક, શ્લેષ, રૂપક, યમક, વર્ણસગાઈ, અતિશયોક્તિ જેવા અલંકાર અને કહેવત / રૂઢિપ્રયોગ, વર્ણનાત્મક શૈલી, ઉપદેશાત્મક શૈલી, સંવાદાત્મક શૈલી, ભાવનાત્મક શૈલી વડે સુશોભિત બનાવ્યો છે. ઉપમા : જ્યારે એક વસ્તુને (ઉપમેયને) અમુક બાબતોમાં બીજી વસ્તુ (ઉપમાન) સાથે સરખાવવમાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ૧. મનોરથ સરિસુ વાધઇ તેઉ, માયતાય આણંદિયા બેઉ(૦૯) જેમ ઈચ્છાઓ અને અભિલાષાઓ પ્રતિદિન વૃદ્ધિ પામે છે, તે રીતે કૃતપુણ્ય પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. અન્ય કવિઓ રાસ નાયકની વયવૃદ્ધિને ચંદ્રની કળા સાથે સરખાવે છે પરંતુ અહીં કવિએ પરંપરાગત ઉપમાને છોડી નવીનતા પ્રયોજી છે. ૨. તેહનઇ પુત્રી ગુણ ભંડાર, રુપઇ રંભા તણઉ અવતાર (૧૩) ધન્ય શ્રેષ્ઠીની પુત્રીના સૌંદર્યને સ્વર્ગની રૂપસામ્રાજ્ઞી રંભા સાથે સરખાવ્યું છે. ૩. સીખ વચન જે અમીયહ જિસ્યાં, માનઇ તે કારેલી હુઈ તિસ્યાં (૩૫) નશામાં વસ્તુનું સ્વરૂપ ઊંધુદેખાય છે તેથી અમૃત જેવાં વચનો કારેલા જેવાં કડવાં લાગે છે. કતપૂણ્યની સ્વછંદતા અને વિલાસીપણાને મદોન્મત્ત હાથી સાથે ઉપમિત કરી છે. ૪. શાકિનિમંત્ર સુંણ્યઉ કિરિ કાંનિ, લાગઉં તસુમન વેસ્યા ધ્યાનિ (૪૧) શાકિની મંત્ર સાંભળતાં જેમ ભૂત વશ થાય, તેમ કયવન્નો વેશ્યાના ધ્યાનમાં વશ થયો. ૫. કરવત જિમતસુમન વિહરીઇ (૮૫) ધનની લોલુપી અક્કાએ નિર્ધન કૃતપુયને દૂર ખસેડવા પોતાની પુત્રીને વાત કરી. માતાના ચોટદાર વેણથી ગણિકાનું મન કરવતની જેમ કપાઈને શત શત ખંડમાં વિભાજિત થઈ ગયું. ૬. નિરધન રજ જિમનાખી (૮૮) લોભી અક્કાએ ઘર વાળવાના બહાના હેઠળ કૃતપુણ્યને સાતમા માળથી સિંહદ્વાર સુધી પહોંચાડયો. નિર્ધન કૃતપુણ્યને રજની જેમ તુચ્છ ગણી અક્કાએ ગણિકાવાસમાંથી આઘે કર્યો. છે. તે થંભવિહૂણાગેહ જિમ, ધબકડિ જેમઢવંતિ (૧૩૨) જેમ થાંભલા વિનાનું ઘર ઢળી પડે તેમ શેઠનો એકનો એક પુત્ર યુવાન વયે મૃત્યુ પામ્યો. ત્યારે શેઠધબ દઈને ધરતી પર ઢળી પડયા. ૮. સુર જિમ સવિ સુખ માણીઇ એ, નાણા એ પૂરવનારી નિજ મનઇ એ (૧૫૪)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy