SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ સંપાદન પદ્ધતિ ૧. જ્યાં એકથી વધુ પ્રત મળી છે ત્યાં (ક.) પ્રતનો પાઠ મુખ્ય રાખ્યો છે અને તેના પાઠની જોડણી સહિત સામાન્ય રીતે સ્વીકાર્યો છે તથા અન્ય પ્રતોના પાઠને પાઠાંતર તરીકે રાખ્યો છે. જ્યાં જ્યાં અન્યપ્રતોના પાઠ અગત્ય લાગ્યા, ત્યાં ફેરફાર કરી સુધાર્યા છે. ૨. ખૂટતી કડીઓને બીજી હસ્તપ્રતમાંથી મેળવી ઉમેરી છે. ૩. ષ નો જ્યાં જરૂર પડી ત્યાં “ખ” કર્યો છે, વે ને માટે “બ, માટે ‘વ’, તેને માટે “ન', ને માટે “ત’ અભિપ્રેત જણાયેલ ત્યાં સુધારી લીધું છે. ૪. મધ્યકાલીન લેખન પદ્ધતિની વાસ્તવિક લેખનશૈલી સમાન રાખી છે. જેથી મારુ ગુર્જર ભાષાની રૂટી જળવાઈ રહે. જેમકે - બૈઠો, બઈઠો, બઈઠઉ, બૈઠઉં, બેઠઉ કઈવનો, કેવન્નો, કેવનાં વગેરે... હસ્વ અને દીર્ઘ સ્વરોની જોડણીમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેમકે સામિણિ, વીનવીઉ, કામની, લાડૂ, અજૂઆલૂ, જાણૂવગેરે.. ૫. અનુસ્વારોની પ્રચુરતા અને અલ્પતા બન્ને તરફનું વલણ હસ્તપ્રતોમાં જોવા મળે છે. જ્યાં અર્થભ્રમ થવાની સ્થિતિ હોય, લહિયા દ્વારા લેખન દોષ જણાય ત્યાં અનુસ્વાર દૂર કર્યો છે. જ્યાં જરૂરી જણાય ત્યાં અનુસ્વાર ઉમેર્યો છે. આ પ્રમાણે અનુસ્વારોનો સુધારો વધારો કર્યો છે. ૬. ચરણાન્ત એક દંડ અને કડીને અંતે બે દંડ એવી વિરામચિહ્નોની જોગવાઈ સામાન્ય રીતે હોય છે પરંતુ તેમાં નિયમિતતા જોવા મળતી નથી. દા.ત. શ્રી ગુણસાગરજીની, શ્રી રતનસૂરિજીની તથા મલયચંદ્રજીની હસ્તપ્રતમાં વિરામચિહ્નનો ઉપયોગ થયો જ નથી, તેવી જ રીતે શ્રી કલ્યાણરત્ના સૂરિજીની હસ્તપ્રતમાં ચરણાન્ત દંડની વ્યવસ્થા નથી. અહીં પ્રથમ અને ત્રીજા ચરણાંતે અલ્પવિરામ, પદાંતે અર્ધવિરામ અને અંતે પૂર્ણવિરામની એકધારી વ્યવસ્થા નિયત કરી છે. છે. મૂળ હસ્તપ્રતમાં અવતરણ ચિહ્ન નથી પરંતુ અહીં વાચનની સરળતા માટે કથા પાત્રો દ્વારા બોલાયેલાં શબ્દોમાં “ ” ચિહ્ન ઉમેર્યા છે. વળી, જ્યાં પાત્રો દ્વારા મનોમન ચિંતન થયું છે. ત્યાં “ ' ચિહ્ન ઉમેર્યા છે. ૮. કડીને અંતે આવતા ધ્રુવપંક્તિના સંકેતો બધી જગ્યાએ એક સમાન ન હોવાથી ધ્રુવપંક્તિનો શબ્દ પ્રથમ મૂકી એક સરખો પાઠ કર્યો છે. જેમકે ||૧|રુનાને સ્થાને રુ....૧ કર્યું છે. ૯. મૂળ પ્રતોમાં ઢાળનો ક્રમાંક અને દેશીના ક્રમમાં એકરૂપતા જોવા મળતી નથી. અહીં પ્રત્યેક ઢાળ, ચોપાઈ અને દુહાને ક્રમાંક આપ્યો છે.દેશીના ક્રમમાં એકસરખુ બંધારણ રાખ્યું છે. ૧૦. ઢાળ ક્રમાંક અને કડી ક્રમાંકમાં ભૂલ હોય ત્યાં સુધારી લીધી છે. કવિ કષભદાસજી, પદ્મવિજયજી, વિનયવિજયજીની હસ્તપ્રતોમાં આ કારણે પાઠ સુધારો થયો છે. પ્રત્યેક ઢાળ અને દુહામાં જે અલગ અલગકડી ક્રમાંક આપ્યો છે, તે કાઢીને સળંગકડી ક્રમાંક રાખ્યો છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy