SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨o ઇમ ફેવનો મનમાં જાણતો ઉદાસ થઇ. બલદેવને દેહરે બેઠો છઇ. વલી મનમાં ચીંતવે, “જે મુજને આજ બાર વરસ ઘર મુક્ય થયા અને અસ્ત્રી વાટ જોતી હસ્ય. જે ભરતાર તો ઘણો દ્રવ્ય કમાવીને આવસ્યું અને હું તો 'અજેસ દલદ્રી છું. તેણે કરી ઘેર કિમ જવરાઇ?' ઇમ કેવનો મનમાંહે વીચારણા કરે અને ચ્યાર મોદિકમાં રત્ન છે તેહનિં ખબર સેઠને નથી. એહવે સમય નિમિત્તીયાનો વચન સંભારતી કેવન્નાની અઢી બલદેવને દેહરે ગઇ. તિહાં જઈને જોવે તો પોતાનો પતી દીઠો. આગલી જુની પોશાગ સહીત દીઠો. તિ વારઇ સ્ત્રી ઘણો હર્ષ પામી. પોતાના ભર્તારને પગે લાગી અને લાજ કરી પોતાના ભર્તારનઇ કહે, “હે પ્રાણાધાર!ઘણા દિવશ થયા મેં તમારી વાટમેઘની પરે જોઈ. આજ તુમે પધારયા. આજ મોતીડે મેઘ ગુઠાઇમ ફેવના પ્રતે કહ્યો. પછે તે સીઝયા સંકેલતા, ચ્યાર લાડૂની પ્યાર કોથલી દિઠી. પછે સીઝયા સંકેલી. ચ્યાર લાડૂને લીધી. પછે પોતાના ભરતારને લઇ પોતાને ઘેર આવી. હિવે કેવન્નાનો પૂત્ર આવી પિતાને પગ લાગો. તિ વારે પિતાઇ આદરભાવ દિધો. તિ વારે પૂત્ર પ્રતે માતાઇ લાડૂઓ આપ્યો. બીજા લાડૂઆ ઘરમાં મુક્યા. હિવે પૂત્ર લાડૂઓ ખાઇતો ખાઇતો નિશાળે ગયો. તિ વારે તે લાડૂમાંહેથી એક રત્ના નિકલ્યો. તિ વારે તેણે જાણ્યો ‘એ મહારે ઉજલ પથર છે, તો એ પાટીનો ઘુટો થાસ્વૈ.”ઇમ ચીંતવી હાથમાં ઉછાલતો ઉછાલતો કંદોઈ ચઉટે કુણીય કંદોઈની હાટ પાસે આવ્યો. તિ વારે કંદોઈઇ તે પૂત્ર પાસેથી રત્ન લેઈ સુખડી આપી. છોકરો નિશાળે ગયો. ભણી ગુરુની રજા લેઇ ઘેર આવ્યો. હિવે કેવજ્ઞાનિ સ્ત્રીઇ ત્રણ મોદિક ભાંગ્યા. તિ વારે તે માંહેથી ત્રણ રત્ન સવા ક્રોડના નીકલ્યા. તિ વારે તે સ્ત્રી ઘણી રાજી થઇ. મનમાં જાણ્યો, “જે માહરે ભર્તાઇ જોખિમ માટે એ રત્ન લાડૂ મળે ઘાલ્યા છે.” ઇમ મનમાં જણ્યો. પછે કેવના પ્રતે દેખાડ્યા. તિ વારે કેવને જયો “એ ત્રણ રત્ના સ્ત્રીજી માહરા સ્નેહથી કરીને ઘાલ્યા છે.” પછે એક રત્ન વટાવ્યો. તિ વારે ઘરનો દલીદ્ર સર્વગયો. ઘરમાંહે ઘણી રુધ(રિધિ) થઇ. પૂર્વની પરે જ ઘરમાં રુધ થઇ. હિવે ઘરમાં લક્ષ્મી દેખી કેવના પ્રતે આદરભાવ આપે. હિવે કેવજ્ઞાને અને સ્ત્રીને ચોથા મોદિકનિ ખબર નથી. પુત્રને પિણ કાંઈ ન પૂછયો. કંદોઈઇ પિણ રત્ન મીઠો કરયી. હિવે કેવનો પિણ સ્ત્રી સંઘાતે લહલિન રહે છઇ. કેવન્નાનો જસ સઘલે વીસ્તરયૌ. નિજ નગરે હિવે કેવનો સુખે સમાધં દોગંદગનિ પરે “પરવત્ર(રે) છઇ. કંદોઈ પણ રાજી થયો, જેહના ઘરમાં સવા ક્રોડનો દ્રવ્ય આવ્યો તેથી. - હિવે એકદા સમયને વિષે શ્રેણીક રાજાનો હસ્તી સિંચાનિક નામે. તેહને નગરને બાહીર, નદીને કાંઠે પીવા સારુ લાવ્યા. હસ્તી પાણી પિવા નદીમાંહે ઉતરયો. એહવે તે નદીમાંહે તંદુલમજી તિહાં રહે છે. તેણે હસ્તીનો પગ તiણી નદીમાં લેઇ ગયો. ઉંડો પાણી છઇતહાં લેઇ ગયો. તિ વારે રાજાને સુભટે હસ્તીને કાઢવા ઘણાઇ ઉપાય કરયા, પિણ હસ્તી નીકલ્યો નહી. તિ વારે સુભટે દરબારમે જઇને વાર્તા કહી રાજા પ્રતે. તિ વારે રાજાઇ ઘણા ઉપાય કરયા. પિણ હસ્તી નદીમાંહેથી ન નિકલ્યો. તિ વારે શ્રેણીક રાજા ચિંતા કરે છે, જે દેવાધીષ્ટત હાથી ફરીને મુજન ૧. આજ સુધી.; ૧. રહે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy