SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય : અર્થ ૩૨૧ ૧૮. કયવના શેઠની કથા (ગદ્ય) ||શ્રી ઈષ્ટ દેવાયે નમઃ || યત્ર : “અરથ વીણ કેવનો, જેહ વેશ્યાઇ નાંખ્યો, અરથ વીણ વીસીપ્ટે, રામ જાતાં ઉવેખ્યો. સુકૃત સુજશકારી, અર્થ તેએ ઉપાર્જો, કુવિણ(જ) ઉપજંતો, અર્થ તે દૂરે વ।। અર્થવિના કેવન્નાને વેશ્યાઇ નિભૃસ્યૌ. અર્થ વિના `રામચંદ્રજીને વીસીષ્ટ મુનિઇ પગે ન લગાડ્યા. તિ વારે રામચંદ્રજી ́ જાણ્યૌ, ‘જો દ્રવ્ય વિના આદર ન મિલઇ.’ ઇમ જાંણી દ્રવ્યની ઉપાર્જના કરવી. (સુકૃત અને સુયશને ઉત્પન્ન કરનાર અને વૃદ્ધિ પમાડનાર ધનને નીતિપૂર્વક ઉપાર્જન કરી કુવાણિજ્યથી પ્રાપ્ત ધનની ઉપેક્ષા કરો.) અત્રકથા જંબુદ્વીપે ભરત નામે ખેત્ર, તિહાં રાજગ્રહી નામે નગરી, શ્રી શ્રેણિક નામે રાજા રાજ્ય કરે છે. તેહને ચેલણા ન(ના)મે રાણી, અભયકુમાર નામે મંત્રી, મહાબુધ્ધિનો નિધાંન છઇ. રાજભાર ધુરંધર, રાજાનો કામ ચલાવે છઇ. તેહજ નગરમાંહે ધનસાર નામે શ્રેષ્ઠી રહે છે. તેહને સુકમલા નામે સ્ત્રી છઇ. તેથી સંસારનાં સુખ ભોગવતાં એક પૂત્ર થયો છઇ. તે પુત્રની માતાઇ તે સુપનમાં કેવડાનો વૃક્ષ દિઠો તેથી પુત્રનો નામ કેવનો દિધો. ઇમ કરતાં બાલક પાંચ વરસનો થયો. તિ વારે માતા પીતાઇ જાંણ્યો, જે પુત્રને ભણાવવો. ભણ્યા વિના સ્યા કામનો? * लाडऐतू पंचवर्षाणी, दश वर्षाणी ताडयेत् । प्राप्यते षोडशमेव वर्षे, पुत्रो मित्र समंगण || ...09 ૧. સુક્ત મુક્તાવલી (વિવેચન) અર્થદ્વિતીય વર્ગ, પૃ. ૧૨૫, સં. ૧૦૫૪, લેં. તપાગચ્છના પૂ.શ્રી. અજિતદેવસૂરિજી – શ્રી વિજયસેનસૂરિજી – શ્રી સોમપ્રભસૂરિજી તથા શ્રી વિજયપ્રભસૂરિજી – શ્રી વિજયરત્નસૂરિ – શ્રી શાંતિવિમલજી – શ્રી કનકવિમલજી – શ્રી કેશરવિમલજી; ૨. અનાદર કર્યો. ૩. રામ - લક્ષ્મણ ૧૪ વર્ષ વનવાસ માટે નીકળ્યા ત્યારે માર્ગમાં વશિષ્ઠ મુનિનો આશ્રમ આવ્યો. ત્યારે લક્ષ્મણજીએ આશ્રમમાં જઈ ગુરુને પ્રણામ કરવાની ભાવના વ્યક્ત કરી પરંતુ રામચંદ્રજીએ કહ્યું, “અત્યારે આપણે રાજ્યઋદ્ધિ વિનાનાં છીએ તેથી અર્થ વિના ગુરુને મળવું તે આદરપાત્ર ન કહેવાય. કારણકે જો અર્થ વિના ગુરુ ચરણનો સ્પર્શ ન કરવા દે તો પોતાનું અપમાન થાય. (ઈત્તર રામાયણનો પ્રસંગ) * (ક.૧) પુત્રને પાંચ વર્ષ સુધી લાડ કરવા, દસ વર્ષ સુધી તાડન કરવું, સોળ વર્ષનો થાય એટલે મિત્ર જેવો વ્યવહાર કરવો.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy