SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ કયવો સૂતો છેં, તેતલે તેહ જ ખાટલો, જૂના વસ્ત્ર પહિરાવ્યા. વલી ચ્યારિ લાડૂઆમાંહિ સવા કોડિના રત્ન ચ્યાર વહુઇ છાનાં ઘાલ્યા. તેણે ઠાંમ પાછો મૂંકિઓ. સ્ત્રી ચિઠું એ મન કયવના પાસિ મૂકી રોતી તથા ડોસી હસતી ઘરિ આવ્યા. હવે તેણહી જ દિનેં તેહી જ વિણજારાનો સાથ બાર વરસઇ આવ્યો છે. પાછલી રાત્રે કયવનો જાગિયો. ઘર પરિવાર દેખે નહિ. ચીંતવ્યું ‘ડોસીઇ છેહ દીધો.’ મનનેં ‘ધારણા દેવા લાગો. સૂર્ય ઉગિઓ મૂલગી ભાર્યાઇં તે સાથ વિણજારા આવ્યા સાંભલી તિહાં આવ્યાં. દેખૈ તો તેણહી જ 'મંચકી, તેણહી જ અવસ્થાઇં, તેણે ઠામિ બેઇઠો છેઇ. ભરતારનેં સ્ત્રીઇં દેખી સંતોષ પાંમી અને ભર્તારÜ પિણ સ્ત્રીને દેખી સંતોષ પામીઓ. કુસલ પૂછિઉ. કયવો સઘલી વાત પોતાની કહી. સ્ત્રીર્ય મંચક ઉપાઽિઉ. ઘરે આવ્યા આધાંન મૂકી ગયો હતો તે પુત્ર બાર વરસનો થયો છઇં. પુત્રઇં બાપને ઉલખી, ખોલે આવી બ(ઇ)ઠો. બાપનો *અંગ તાઢું થયું. પુત્ર કહેઇ, ‘“બાપ મુઝનેં “સુખ(ડી) દૈ.’’ બાપે ગાંઠડી છોડી ચ્યાર લાયામાંહિથી એક આપિઓ. પુત્ર તે લેઇ નેસારૈ ભણવા ગયો. લાડૂ ખાતાં માંહિથી રતન નીકલ્યું. લેઇ પાટિ ઘૂંટવા લાગો. નેસાલ પાસü કંદોઈનું હાટ છે. તિહાં કાજલ લેઇ પાટી ખર. ઘૂંટતાં ઘૂંટતાં હાથ થકી બાલકનૈ‘સુહાલું રત્ન પડિઓ. તલિ પાણીનું કુંડું હતું તે માંહિ પડિઓ. પાણી *જૂજૂઇ ભાગિ થયું. વિચઇ કૂંડામાંહિ રતન નિરાલું રહઉ. તે કંદોઈ દેખી બાલકને સુખડી આપી, ભોલવી મોટઉ ઘૂંટો આપોઓ. બાલક હરિખીઓ. તેણઇ અવસરિ શ્રેણિકનો પટહસ્તી સરોવર પાણી પીવા પેઇઠો છઇ. જલનાં તાંતૂઇ જીતેં પગ ઝાલિઓ વીંટી રહિઓ. હાથી હટી ન સકેં, “આરતિ થઇ. રાજાÛ નગરમાંહિ પડોહો વજાવિઓ. ‘‘જૈ કોઈ હાથીને છોડાવઇ તેહનૈ શ્રેણિક રાજા પોતાની પુત્રી અને ઘણા ગામ આપઇ.’’ તેણઇં કંદોઈઇં પડહો ઝાલિઓ. રતન મુહરિ કરી તલાવમઇં પઇઠો; તિમ તિમ પાંણી ફાટઇ, તાંતૂઉ જીવ ઢીલો થાઇ. સર્વ પાંણી હાથી થકી જૂજૂયું થયું, તિમ તાંતૂઓ પાણીમાંહિ ગયો. હાથી કુસલે ખેમેં પાછો આવિઓ. રાજાને વધામણી દીધી. રાજા ચિંતવઇ, ‘કંદોઈને પુત્રિ કિમ આપીઇ ? બોલ પિણ રહિઉ જોઇઇ' અભયકુમારને પૂછીયો. તિ વારે અભયકુમાર કહેં, ‘આરતિ મ કરો. “રુડાં વાનાં હસઇ.’' કંદોઈ તેડિઓ. પૂછિઓ, ‘“તાહરૈ રતન કિહાંથી ?’’ કંદોઈ કહઇ ‘‘માહરેં પોતાનો છઇં.’’ સૂંઘાત જણા પડવા લાગા. 'મારતાં માનિઉં ‘‘જે કયવન્નાના પુત્ર પાસ પામિઉ.'' અભય કહઇ, ‘એ વાત સાચી.' કંદોઈ મૂકિઓ. કયવનો તેડિઓ. કહઇ “વ્યવહારિયો તુમ્હારઇ એહવા રત્ન કેતલાં છઇ ?’’ કેયવનો કહઇ, ‘‘ચ્યાર હતા તે માંહિ એક તુમ્હારે પાસિ છઇ.’’ ત્રિણ દેખાડ્યાં. રાજા શ્રેણિક હરિખીઓ. કયવન્નાનઇ પુત્રી પરણાવી. ઘણા ગામ દીધાં. તે રત્ન તથા બીજાઇ રત્ન ઘણાં આપ્યાં. કયવનઉ સંપદા લેઇ ઘરિ આવિઓ. અભયકુમારઇ સાથિં ઘણી પ્રીતિ થઇ. કયવન્નાના મનમાંહિ તે ચ્યાર સ્ત્રી વીસરઇ નહીં. ૧. આશ્વાસન; ૨. પ્રથમની, મૂળ; ૩. ખાટલો, ૪. શાંતિ થવી; ૫. પા સુખ; ૬. કોમળ; . જુદું; ૮. પા પાટહસ્તી; ૯. પા છઠી; ૧૦. દુઃખ, પીડા, શોક; ૧૧. મોર, આગળ; ૧૨. સારા પ્રયત્નો થશે, સારું થશે; ૧૩. પા મરતાં.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy