SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ સારથપતિ કહઈ “સાંભલિ બાઈ! એ મુઝ પુત્ર સમાન; બિમણા ચોમા(ગ)ણા કરી હું આપીઢું, એ નિશ્ચઈ કરી માંન”હો કંતા ..૧૪૦ એણઈ વચનિ હરખી સોહાસિણિ, નર નઈ તિહાં મુકેઈ; ખાટલીઈ પોઢાડયો સ્વામી, રોતી સોય વલેઈ હો કંતા ... ૧૪૧ ‘બારે વરસે પીઉડો લહ્યો, કરમર્દ ન રહ્યો બારયો; વલી વિયોગ પડ્યો નર નારી, કરમાં પાપ સંસારયો' હો કંતા ... ૧૪૨ ધરી ઈમ દૂખ ધરતી મંદિર રહઈતિ, નવિ ભાવઈ તસ અન્ન; કામિં કાંતણું હાથિ નવિ લાગઈ, પીઉ પાસઈ તસ મન્ન હો કંતા .. ૧૪૩ ઈણિઈ અવસરિ રાજગૃહિમાંહિ કુબેરદત્ત લહઈ મરણ; છાનો રાખ્યો ભેદ રાજા માટઈ, રખે! કરઈ ધન હરણ હો કંતા ... ૧૪૪ નારિ ધ્યારિ સારૃ પણિ સાથિં, આવઈ બાલઈદિ માંહિં; ચંદ્ર ચિંબ સરીખો કઈવન્નો, લેઈ ઉપાડ્યો ત્યાંહિં હો કંતા ... ૧૪૫ મંદિરમાંહિ મૂકતાં જાગ્યો, દીઠી નારી ચ્યાર; પગ ચાંપઈ પડાપડીઉ દેતી, ઝાસ્યા સોલ સિંણગાર હો કંતા ... ૧૪૬ કઈવન્નો ચિંતવઈ મનમાંહિ, “એ તો દેવલોક દિસઈ' થ્યારિ અપછરા રુપ અનોપમ, દેખી હીંઈઅડું હીંસઈ હો કંતા ... ૧૪૦ પરભાતિ એક દાતણ દેતી, વદન લુહઈ એક નારય; મેવા થાલક મુકઈ એક મહિલા, એક બીડા તેણિ ઠારય હો કંતા ... ૧૪૮ હસતાં રમતાં રંગ કરતાં, વરસ ગિયા તિહાં બાર; પૂણ્ય જ્યોગ્ય કઈવના નઈ કુલિ, પુત્ર હુઆ વલી ગ્યાર હો કંતા.. ૧૪૯ એક પરધન બઈઠાં વિલસઈ, એક પોતાનાં ખોય; એક નર 'રલતાં ન મિલઈ કોડી, એક સહજિં રિધિ હોય હો કંતા.. ૧૫૦ કુબેરદત્ત વિણ ન પામઈ નિશ્ચર્ઘ, દીધું ક્યાંહિ નવિ જાઈ ઉધમ વિણ પામ્યો કઈવનો, પર લક્ષમી ખાઈ હો કંતા ... ૧૫૧ "જલવટ થલવટનાં ધન વિલર્સ, પુત્ર કરી ઘ(વિ)રિ રાખ્યો; કુબેરદત્ત તણી માઈ ત્યાંહિ, કલ્પીસમધ્વજ ભાખ્યો. હો કંતા ... ૧૫૨ કઈવનો તિહાં સુખ ભોગવતો, જવ ઉતરવા જાઈ; હાથ ગ્રહી બઈસાઈ નારી, વલી ઠારતી માઈ હો કંતા ... ૧૫૩ “રુપવંતો કુમાર અનોપમ, દ્રષ્ટિ દૂષ્ટની લાગઈ; કુણ કારિણિ ઉતરઈં હેઠા, તુમ કઈં કુણ કાંઈ માંગઈ?” હો કંતા .... ૧૫૪ ૧. ????; ૨. સજ્યા; 3. કમતાં; ૪. જળ માર્ગે; ૫. સ્થળ માર્ગે; ૬. પોતાનાં પુત્રની જેમ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy