________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ અપ્રકાશિત રહેલી લગ્નવિધિ પણ વાંચી ગયો. વળી, હિંદુ, વૈદિક લગ્નવિધિનાં પુસ્તકો પણ હું જોઈ ગયો. એ બધાંના સમવયરૂપ, વર્તમાન સમયને અનુરૂપ, દેશવિદેશમાં વસતા જૈનોને અનુકૂળ રહે એવી, તથા જૈનોના ચારે ફિરકાને સ્વીકાર્ય લાગે એવી આ જૈન લગ્નવિધિ મેં તૈયાર કરી છે. એમાં જરૂરી ઉમેરા પણ મેં કર્યા છે. આ બધાં માટે તેઓ સૌનો હું ઋણી છું.
અહીં માત્ર લગ્નમંડપની વિધિ આપવામાં આવી છે. માતૃકાકુલકર સ્થાપન, મંડપમુહૂર્ત, વરયાત્રાપ્રસ્થાન, પોંખવું, પહેરામણી, કન્યાવિદાય વગેરે માટેની વિધિ અહીં આપવામાં આવી નથી. પોતપોતાની જ્ઞાતિના રિવાજ મુજબ તે કરી શકાય.
મેં તૈયાર કરેલી આ લગ્નવિધિમાં સ્થળ અને સમયની મર્યાદા અનુસાર તથા પોતપોતાની જ્ઞાતિના બંધનકર્તા રિવાજો અનુસાર યથાયોગ્ય ફેરફાર પણ કરી શકાય, પણ એનું ધ્યેય નીચે પ્રમાણે હોવું ઘટે :
सर्वेषामेव जैनानाम् प्रणाम लौकिको विधिः । यत्र सम्यक्त्वहानिर्न यत्र न व्रतदूषणम् ।।
ગૃહસ્થનાં અહિંસાદિ વ્રતોને તથા સમકિતને દૂષણ ન લાગે એવી રીતની આ લગ્નવિધિ હોવી જોઈએ.
આ લગ્નવિધિ તૈયાર કરવામાં જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે માટે મિચ્છામિ દુક્કડં.
પુસ્તકના ટાઈટલ પૃષ્ઠ માટે શ્રીમતી આરતી નિર્મળ શાહ પાસેથી મળેલ ચિત્ર માટે તેમનો આભાર માનું છું.
રમણલાલ ચી. શાહ
મુંબઈ તા : ૧૮-૧૨-૧૯૯૩
For Private and Personal Use Only