SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને પુદ્ગલ સમજવું તે વિપરીત સમજણ છે. બીજી રીતે પુદ્ગલથી ભેદજ્ઞાન અને સ્વના અનુભવરૂપ જ ખરેખરૂં સમ્યગ્દર્શન હોય છે અને તે કર્મથી જોવામાં આવે તો કર્મોની સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયને સમ્યગ્દર્શન કહેવાય છે. પરંતુ છદ્ભસ્થને કર્મોનું જ્ઞાન થતું નથી, માટે આપણે તો પ્રથમ કસોટીથી અર્થાત્ પુદ્ગલથી ભેદજ્ઞાન અને સ્વાનુભવરૂપ (આત્માનુભૂતિરૂપ) જ સમ્યગ્દર્શન સમજવું. તેથી કરીને પ્રશ્ન થાય કે સમ્યગ્દર્શન કરવા માટે, શું કરવું જરૂરી છે? ઉત્તર - ભગવાને કહ્યું છે કે સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એ વાત સમજવી જરૂરી છે. સંસારી જીવો શરીરસ્થ છે અને સિદ્ધના જીવો તો મુકત છે, તો સંસારીને સિદ્ધ જેવા કહ્યાં, તે કઇ અપેક્ષાએ? ઉત્તર - તે શુદ્ધ દ્રવ્યાયાર્થિકનયની અપેક્ષાએ. જેમકે સંસારી જીવો શરીરસ્થ હોવા છતાં, તેમનો આત્મા એક જીવત્વ રૂપ પારિણામિક ભાવરૂપ હોય છે; તે જીવત્વરૂપભાવ છદ્મસ્થને (અશુદ્ધદ્રવ્યાયાર્થિકનયે કરી) અશુદ્ધ હોય છે અને તેના કષાયાત્મા વગેરે આઠ પ્રકાર પણ કહ્યાં છે. તે અશુદ્ધ જીવત્વભાવ અર્થાત્ અશુદ્ધરૂપે પરિણમેલ આત્મામાંથી અશુદ્ધિને (વિભાવભાવને) ગૌણ કરતાં જ, જે જીવત્વરૂપ ભાવ શેષ રહે છે તે જ પરમ પારિણામિકભાવ, શુદ્ધભાવ, શુદ્ધાત્મા, કારણપરમાત્મા, સિદ્ધસદશભાવ, સ્વભાવભાવ વગેરે અનેક નામોથી ઓળખાય છે અને તે ભાવની અપેક્ષાએ જ “સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એમ કહેવાય છે. આ જ વાત શ્રી ભગવતીજી (ભગવઈ/ વિવાહપન્નત્તિ) સૂત્રમાં ૧૨માં શતકમાં ૮ સુખી થવાની ચાવી
SR No.009206
Book TitleSukhi Thavani Chavi
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherJayesh Mohanlal Sheth
Publication Year2014
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy