________________
પ્રવચન પ્રભાવક બા.બ્ર. પરમ પૂજ્ય શ્રી વનિતાબાઇ મહાસતીજીએ તપ ધર્મમાં આયંબિલ તપનો મહિમા વિષે સત્ય બનેલ ઘટનાનું દષ્ટાંત આપાને આપેલ ઉપદેશ.
આયંબિલ તપ ભાવઆરોગ્ય પણ આપે અને દ્રવ્યઆરોગ્ય પણ આપે. દેહમાંથી અદેહી બનવા, શરીરમાંથી અશરીરી બનવા તપ એ આવશ્યક અંગ છે.
રતલામ ગામની એક સાચી ઘટના છે. એક કાંસકીવાળી બહેન રોજ કાંસકી વેચવા નીકળે. આ કાંસકીવાળી બહેન રોજ એક શેઠાણીના ઘરના ઓટલે બેસે અને શેઠાણી તેને પાણી પિવડાવે. થાકેલી તે જરાવાળ ઓટલે બેસ પછી પાણી પીને ચાલી જાય.
એમાં ત્રણ-ચાર દિવસ સુધી તે બહેન દેખાણી નહિ તેથી શેઠાણીબા વિચારે છે, " હમણાં પેલી કાંસકીવાળી બહેન કેમ દેખાતી નથી ? જરૂર કાંઇ તકલીફ આવી ગઈ લાગે છે.” ચાર-પાંચ દિવસ પછી તે કાંસકીવાળી બહેન આવી એટલ શેઠાણીએ પૂછયું. " કેમ હમણાં દેખાતી નથી ? ”
જવાબ આપવાને બદલે તેની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. કંઇ બોલી શકતી નથી. શેઠાણી કહે, * બહેન, તું તારા મનમાં જે દુ:ખ હોય તે મને જણાવ. મારી શકિત પ્રમાણે હું તને જરૂર મદદ કરીશ.”
હંમેશા અકળાયેલાને આશ્વાસન આપવું તે અરિહંત પરમાત્માનો માર્ગ છે. અશાતાવાળાને શાતા ઉપજાવવી તે સિધ્ધ થવાનો સીધો રસ્તો છે.”
કાંસકીવાળી બહેન કહે, " મારો સૌભાગ્યનો ચાંદલો ભૂંસાવાની તૈયારીમાં છે. મારા પતિને રકતપિત્તનો જબરદસ્ત રોગ થયો છે. હોસ્પિટલમાંથી બે દિવસ પહેલાં જ રજા આપી છે પણ હજુ કાંઇ ખાધું નથી. આજે મને એમ થયું કે કાંસકીઓ વિચી ચા લઇ આવું અને એને પીવડાવું.” આટલું કહેતાં કાંસકીવાળી બહેન રડવા લાગી. * એ ચાલ્યો જશે તો મારું પછી આ દુર્નિયામાં કોણ ?”
શેઠાણી કહે, " જો બહેન, આનો એક રસ્તો છે. તારા ધણીને જે રોગ થયો છે. આવી જ રોગ શ્રીપાળ મહારાજાને પણ થયો હતો અને મટી ગયો હતો.” કાંસકીવાળી બહેન કહે, "એ રોગ કેવી રીતે મટી ગયો હતો ?”
ત્યારે શેઠાણી કહે, " અમારા ધર્મમાં આયંબિલ કરવાથી અને નવપદની આરાધના કરવાથી આ રોગ દૂર થાય છે. ચૈત્ર માસ નજીક આવે છે, તું તારા પતિને આ નવપદની આરાધના કરાવ અને સાથે નવપદના જાપ કરાવજે. ” કાંસકીવાળી બહેન કહે, " મારી પાસે કાંઇ અનાજ નથી, હું શું ખાવા આપું?”
શેઠાણી કહે, " તેની ચિંતા તું ન કર, આયંબિલમાં જે બાફેલું ખવાય તે હું તને રોજ આપીશ અને નવકાર મંત્ર તને શીખવાડીશ તે તું તારા પતિને શીખવાડ જે.” શેઠાણી દરરોજ આયંબિલના ભોજનની થાળી મોકલે અને પેલો ભાઈ આયંબિલ કરી જાપ કરે. ત્રણ આયંબિલ થયા, ત્યાં તો ભાઈના શરીરમાં ફરક દેખાવા લાગ્યો. ચામડીમાં રસી સુકાવા લાગી. ભૂખ લાગવા માંડી.
નવમી આયંબિલ કરી ત્યાં તો બિલકુલ નીરોગી શરીર, સ્વસ્થ શરીર થઇ ગયું. બન્ને પતિ-પત્નિ શેઠાણીના ઘરે આવીને તેમના પગમાં પડીને કહે છે, " તમારો ઉપકાર અમે કદી ભૂલશું નહિ.” શેઠાણી કહે છે, “ આમાં મારો ઉપકાર નહિ પણ આ તો બધું નવકારમંત્રનો અને આયંબિલ તપનો પ્રભાવ છે.”
જેનાથી શરીરની સાતેય ધાતુ તપે, શોષાય અને દેહકષ્ટ અનુભવે તે બાહ્ય તપ છે. અને જેનાથી કષાયો-વિષયોનો નિગ્રહ થાય, આંતરિક ધર્મનું, ભાવધર્મનું પોષણ, રક્ષણ થાય તે આભ્ય તર તપ છે. બાહ્ય તપની અસર શરીર ઉપર થાય છે, જ્યારે આભ્યતર તપની અસર સીધી આત્મા ઉપર થાય છે. બાહ્ય તપ આભ્યતર તપની પુષ્ટિ માટે છે.
શ્રી નવપદ શ્રી અરિહંત પદ - સ્વત વર્ણ શ્રી સિધ્ધ પદ - રકત વર્ણ શ્રીઆચાર્ય પદ - પીત વર્ણ શ્રી ઉપાધ્યાય પદ - નીલ વર્ણ શ્રી સર્વ સાધુ પદ - વૃત વર્ણ શ્રી દર્શન પદ - વૂત વર્ણ શ્રી જ્ઞાન પદ - સ્વત વર્ણ શ્રી ચારિત્ર પદ - શ્વત વર્ણ શ્રી તપ પદ - ડૂત વર્ણ