SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૨૭ તીર્થસ્થાનોમાં જઈને સમતાભાવપૂર્વક ધ્યાનાદિ કરે છે. આવા સ્થાનોમાં વસવાથી તે જીવોનું ધ્યાન અને અભ્યાસાદિમાં અતિશય સ્થિરતા અને નિશ્ચલતા આવે છે. આવી સ્થિરતામાં ધ્યાનાદિ આચરતા તે મહાત્માઓને પરમાનંદનો અનુભવ થાય છે. આ આનંદ એવો છે કે જે માણે તે જ જાણે. તેથી જ ગ્રંથકાર મહાત્મા આવા પ્રકારના મહર્ષિઓને પ્રેરણા કરતાં કહે છે કે - “અરણ્યવાસ” એ જ જેઓની જન્મભૂમિ છે, એવા ભીલ લોકોને વનમાં વસવાટ કરવાનો જેવો આનંદ થાય છે, તેવો જ આનંદ તત્ત્વજ્ઞાનીઓને અરણ્યવાસમાં થાય છે. કારણ કે તત્ત્વજ્ઞાનના રસનો અનુભવ ક૨વામાં કોઈપણ પ્રકારનું વિક્ષેપાત્મક તત્ત્વ ત્યાં આવે જ નહીં. આ જ કારણે તત્ત્વજ્ઞાની મહાત્માઓ જનસંપર્ક રહિત એવા તીર્થસ્થાનોમાં અથવા ધ્યાનને-એકાગ્રતાને ઉચિત એવાં ભૂમિસ્થાનોમાં રહેવામાં પરમ આનંદનો પ્રગટ અનુભવ કરતા હોય છે. અરણ્યવાસમાં એકાંતતાનો જે આનંદ છે, તે લોકસંપર્કમાં રહેનારા જીવોને ખ્યાલમાં આવી શકતો નથી. પરંતુ આ અરણ્યનો વસવાટ અનેક પ્રકારની ચિંતાઓથી રહિત અને પરમ આનંદ સ્વરૂપ હોય છે, જે અનુભવ કરે તે જ જાણે. ।।૩૫।। एको गर्भे स्थितो जात एक एको विनङक्ष्यसि । तथापि मूढ ! पत्न्यादीन् किं ममत्वेन पश्यसि ॥३६॥ ગાથાર્થ - હે જીવ ! તું ગર્ભમાં એકલો જ રહ્યો હતો. જન્મ પામ્યો ત્યારે પણ એકલો જ જન્મ્યો છે અને મૃત્યુ પામીશ ત્યારે પણ
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy