SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૯૯ કરે છે. અને વસ્તુ પ્રાપ્ત થાય તો રાગ વધે છે. તેથી આ લોભ એ જ ઘણા અનર્થોનું કારણ છે. આ કારણથી જુદી જુદી ઉપમાઓ આપીને ગ્રંથકારશ્રી લોભની અનર્થકતા-હાનિકારકતા આ જીવને સમજાવે છે. (૧) લોભ એ સંસારમાં ભટકવાનો ધોરીમાર્ગ છે. લોભમાં અંજાયેલો જીવ ઘણા ભિન્ન ભિન્ન રીતે પાપો કરીને સંસાર પરિભ્રમણ વધારે છે. એટલે લોભ એ સંસારનું મૂળ કારણ છે. લોભના કારણે જ આ જીવ સંસારમાં ઘણુ ભટકે છે. લોભ એ સંસારનું મુખ્ય પ્રવેશદ્વાર છે. (૨) લોભ એ મુક્તિ મેળવવામાં આડા આવનારા પર્વત તુલ્ય છે. એટલે કે એક ગામથી બીજે ગામ જવામાં જેમ પર્વત અવરોધક હોય છે, તેમ સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત કરવામાં અવરોધ કરનારા પર્વત તુલ્ય આ લોભ છે. (૩) સંસારી જીવોની વચ્ચે કડવાશ-વેરઝેર-મન દુઃખ ઇત્યાદિ અનેક પ્રકારનાં દુ:ખોને ઉત્પન્ન કરવામાં લોભ એ ખાણ સમાન છે. જેમ ખાણમાંથી માટી નીકળ્યા જ કરે તેમ લોભમાંથી અનેક પ્રકારનાં માનસિક-શારીરિક દુઃખો તથા પરસ્પર લડવાડનાં દુઃખો ઉત્પન્ન થયા જ કરે. લોભી મનુષ્ય લોભના કારણે પોતાનો સ્વાર્થ સાધવા ઘોર હિંસાજૂઠ આદિનાં પાપો કરીને આ ભવ અને પરભવમાં દુ:ખોની ખાણ જ ઉભી કરે છે. જેમ મમ્મણ શેઠ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી લોભના કારણે નરકગામી થયા, તેમ લોભી મનુષ્ય દુઃખોની ખાણભૂત નરકાદિભાવો જ પામે છે. (૪) લોભ એ અનેક પ્રકારના સંકટોનું-મુશ્કેલીઓનું ઘર છે, આમ જાણવું. કારણ કે લોભી મનુષ્ય ધનાદિની વધારે પ્રાપ્તિ માટે સમુદ્ર પાર જવાનું તથા રાત ઉજાગરા કરવાનું તથા ઠંડી-ગરમી આદિ શારીરિક
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy