SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ યોગસાર પ્રથમ પ્રસ્તાવ સેવન ન હોવાથી જ પ્રતિક્રમણાદિ ક્રિયાનો વ્યવહાર સંભવતો નથી. સ્વભાવદશાની અભિમુખતા જ સવિશેષ હોવાથી દોષોનો સંભવ જ નથી. તેથી પ્રતિક્રમણાદિ ક્રિયા હોતી નથી. આ દૃષ્ટિમાં આવેલો જીવ ક્ષપકશ્રેણી પ્રારંભે છે. ક્ષયોપશમ ભાવવાળા ક્ષમા આદિ ગુણોની નિવૃત્તિ થાય છે. તેથી તેવા પ્રકારના ક્ષાયોપથમિકભાવના ત્યાગરૂપ ધર્મસળ્યાસ યોગ રૂપ સામર્થ્યયોગ પ્રગટ થાય છે. ક્ષાયોપથમિકભાવના ધર્મોનો ત્યાગ અને ક્ષાયિકભાવના નિરતિચાર ધર્મોનો આવિર્ભાવ થાય છે. તેના જ કારણે ૮-૯-૧૦ એમ ત્રણ ગુણસ્થાનકોમાં ૧ મોહનીય કર્મનો અને ૧૨મા એક જ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એમ ૩ ઘાતિકર્મોનો આ જીવ ક્ષય કરીને સર્વજ્ઞ સર્વદર્શી બને છે. ક્ષપકશ્રેણી-વીતરાગદશા અને સર્વજ્ઞદશાની પ્રાપ્તિ કરે છે. આવા પ્રકારની યોગદશાની નિર્મળનિર્મળતર દૃષ્ટિઓ વિકસતી જાય છે અને આ આત્મા પોતે જ પરમાત્મા બને છે. આત્માનું કલ્યાણ સાધવામાં મોહદશાનો નાશ કરવો ખાસ જરૂરી છે. મોહનો નાશ થતાં શેષ ૩ ઘાતકર્મો અને અનુક્રમે ૪ અઘાતી કર્મો અવશ્ય નાશ પામે છે. પરંતુ મોહના નાશ વિના એકપણ કર્મનો નાશ શક્ય નથી. તેથી મોહના જ નાશ માટે આ યોગગ્રન્થોનો અભ્યાસ અતિશય આવશ્યક છે. सर्वमोहक्षयात् साम्ये, सर्वशुद्धे सयोगिनि (सयोगिनः) सर्वशुद्धात्मनस्त्वेषः प्रभुः सर्वस्फुटीभवेत् ॥७॥ ગાથાર્થ :- સર્વથા મોહનો ક્ષય થવાથી સમતાગુણની સર્વથા શુદ્ધિ પ્રગટ થતાં સંપૂર્ણ શુદ્ધ થાય છે આત્મા જેનો એવા સયોગિકેવલી પરમાત્માનો આત્મા સ્વયં પ્રભુ સ્વરૂપે-સર્વગુણસંપન્ન-વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય છે. ||શી.
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy