SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૮૯ (૨) ઞપ્રાન્નતા = સરળ અર્થવાળી નહીં પણ વક્રતાવાળી, મીઠા શબ્દોમાં પણ અતિશય કડવાશભર્યું બોલવું, તેવી વક્રતાદોષવાળી વાણી પણ ક્યારે ન બોલવી. (૩) અટલ = અસ્પષ્ટ અક્ષરોવાળી-સ્પષ્ટ રીતે ન સમજાય તેવી વ્યંગભાવવાળી અથવા દ્વિઅર્થી વાણી ક્યારેય ન બોલવી. (૪) અત્યર્થ વિદ્ધા = અતિશય ડહાપણ ભરેલી, બહુ જ હોંશિયારીવાળી વાણી પણ કડવાશ-વેરઝેર વધારનારી વાણી ન બોલવી. = (૫) વિતાક્ષરા = જેમાં અક્ષરો ચવાઈ ગયા છે, જેમાં અડધા અક્ષરો ન બોલાતા હોય, અધકચરી અસ્પષ્ટ અક્ષરોવાળી વાણી ક્યારેય ન બોલવી. આ પાંચ પ્રકારના દોષોવાળી વાણી ક્યારેય પણ ન બોલવી. સાંભળનારા જીવોને કર્કશ લાગે (કઠોર લાગે), શ્રોતાને પ્રિય ન લાગે, સ્પષ્ટ શબ્દો ન સમજાય તેવી ભાષા ઉત્તમ આત્માએ ક્યારેય પણ ન બોલવી. “તમે તો મોટા પંડિત છો, તમારી બરોબરી કોણ કરી શકે. તમારી તો વાત પણ ન થાય.” આવી વ્યંગ ભરેલી વાણી પણ ન બોલવી તથા જે વાણીમાં બરાબર શબ્દો ન સમજાય અથવા બરાબર અર્થ ન સમજાય, તેવી અસ્પષ્ટ ભાષા પણ ન બોલવી. અતિશય અસ્પષ્ટ ભાષા બોલવાથી શ્રોતાને જે વિષય આપણે કહેવો છે, તે સમજાય નહીં અને મુંઝવણ જ ઉભી થાય. તેથી સ્પષ્ટ બોધ ન થાય તેવી વાણી ન બોલવી. પરંતુ જેમાં સ્વ-પરનું હિત થાય, એવી અને સરળ-સ્પષ્ટ સમજાય તેવી અને મધુર ભાષા બોલવી. જેથી શ્રોતા આવી વાણી જલ્દી સમજી શકે તથા આવી વાણીથી શ્રોતા હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે. જેથી શ્રોતાના આત્માનું પણ કલ્યાણ થાય. આવી વાણી આ જીવે બોલવી.
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy