SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ : A (ઝિમ: પ્રસ્તાવ:) | માવશુદ્ધિનનોપવેશ: છે (One कायेन मनसा वाचा, यत्कर्म कुरुते यदा । सावधानस्तदा तत्त्वधर्मान्वेषी मुनिर्भवेत् ॥१॥ ગાથાર્થ - તત્ત્વભૂત વીતરાગ પ્રભુના ધર્મનું અન્વેષણ કરનારા મુનિ જયારે જયારે મનથી-વચનથી અને કાયાથી જે કોઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે ત્યારે બરાબર સાવધાન થઈને જયણાપૂર્વક કાર્ય કરે છે. [૧] વિવેચન - આ સંસારમાં અનંત જન્મ-મરણના ફેરા ટાળવાનો ઉપાય ધર્મ જ છે તથા આ ભવમાં મેળવેલી રાજલક્ષ્મી-ધન-પ્રતિષ્ઠા વિગેરે બધા જ ભાવો અહીં જ રહી જાય છે અને કેવળ પ્રાપ્ત કરેલા ધર્મના સંસ્કારો જ જીવની સાથે પરભવમાં આવે છે. ધર્મના સંસ્કારોમાં સંયમધર્મ વધારે પ્રધાન છે. કારણ કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આવ્યા પછી જ તે બન્ને ગુણ હોતે છતે જ આ ચારિત્ર ગુણ આવે છે. માટે ચારિત્ર-સંયમ ગુણ પ્રાપ્ત કરવો ઘણો જ દુષ્કર છે આ સંયમગુણની પ્રાપ્તિ આત્માનું હિત કરનારી, કલ્યાણ કરનારી અને આત્મિક સુખને આપનારી છે. આવા પ્રકારના શ્રેષ્ઠ સંયમગુણની પ્રાપ્તિ અને તેની નિર્મળતા જયણાપૂર્વકની પ્રવૃત્તિ કરવાથી થાય છે. જેમ આપણને આપણો જીવ વહાલો છે, મરવું જરા પણ ગમતું નથી. સાપ-આગ-પાણીનું પૂર આદિ મૃત્યુનાં કારણો દેખીને જ દૂર ભાગી જઈએ છીએ. તેમ કીડા-મકોડા-મચ્છર-માખી આદિ નાના-મોટા તમામ
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy