SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર બન્નેમાંથી એક પણ સ્વરૂપ આ આત્માનું નથી. એમ સમજીને બન્ને ભાવોથી સાંસારિક સુખોથી અને સાંસારિક દુઃખોથી દૂર રહેવું. બન્ને અવસ્થામાં સમભાવવાળા રહેવું એ જ વાસ્તવિક આત્મધર્મ છે. II૪૧TI ततः सत्त्वमवष्टभ्य, त्यक्त्वा कुग्राहिणां ग्रहम् । क्रियतां भोः सुधर्मस्य करणायोद्यमः सदा ॥४२॥ ગાથાર્થ - હે ભવ્ય જીવો! તે કારણથી તમે સત્ત્વગુણનું આલંબન લઈને કદાગ્રહીઓના કદાગ્રહને ત્યજીને શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરવા (આલંબન લેવા) સતત ઉદ્યમશીલ રહો. ll૪રા વિવેચન - મુક્તિની પ્રાપ્તિમાં “સત્ત્વગુણનું” આલંબન લેવું અતિશય જરૂરી છે. તે માટે “સત્ત્વગુણ'નું મહત્ત્વ અને આવશ્યકતા સમજાવીને તે ગુણ મેળવવા પૂર્વક ધર્મ પુરુષાર્થ સાધવા દ્વારા મુક્તિનાં અપરિમિત સુખો પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બનવાનો ઉપદેશ મહાત્મા પુરુષ આપણને આપે છે. આ સંસારમાં ધર્મના વિષયમાં અનેક પ્રકારના મતો અને મતાંતરો-મતભેદો છે. ભિન્ન ભિન્ન મત્તવ્યો છે. તે જાણીને તેમાંથી વિભ્રમમાં પડી જવાય તેવું છે. તેથી તેમાં ન પડતાં કોઈપણ જાતના દુરાગ્રહમાં ન આવી જતાં દુરાગ્રહીઓના-કદાગ્રહીઓના તે તે આગ્રહને ત્યજીને ધર્મમાર્ગનું સાચું સ્વરૂપ બરાબર સમજીને વીતરાગ એવા જ્ઞાની ભગવંતના માર્ગે ચાલવા પ્રયત્નશીલ થવું. વીતરાગ તીર્થંકર પરમાત્માએ શાસ્ત્રોમાં કહ્યું છે કે સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર - આમ રત્નત્રયીની સાધના સ્વરૂપ તથા તેના સાધનભૂત અહિંસા, સંયમ, તપધર્મના સેવન કરવા સ્વરૂપ આરાધન કરવા પ્રબળ પુરુષાર્થ કરવો. આવા પ્રકારના ધર્મનું આરાધન એ જ જીવનની સફળતાનું અંગ છે.
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy