SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૬૯ પણ ભવિષ્યમાં સુખ આપનારા એવા લોકોત્તર ફળને સ્વીકારતા નથી. તેઓ દેશકાળથી માનવ હોવા છતાં પણ પશુતુલ્ય છે. II૪ના વિવેચન – ચારે ગતિઓમાં મનુષ્યગતિ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે ત્યાં જ સંયમાદિ ધર્મની યથાર્થ આરાધના થઈ શકે છે. કેવળજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ આ જ ભવમાં કરી શકાય છે. અન્ય ભવો આત્મતત્ત્વની સાધનાના કારણ નથી અને પૂર્વભવમાં બાંધેલા ઉત્કૃષ્ટ પુણ્યોદયના કારણે જ અતિશય દુર્લભતર એવો આ મનુષ્યનો ભવ આપણને પ્રાપ્ત થયો છે. આવા પ્રકારનો દશ દૃષ્ટાન્ત દુર્લભ એવો માનવનો ભવ પ્રાપ્ત થવા છતાં પણ જે જે આત્માઓ અજ્ઞાનદશા અને પ્રમાદદશાને વશ થયા છતા અલ્પમાત્રાએ પણ ધર્મપુરુષાર્થ આદરતા નથી. પરંતુ આવો ઉત્તમ નરજન્મ પામીને પણ કંચન અને કામિનીના સુખોમાં જ આસક્ત બને છે. તથા વિષય અને કષાયોને જ આધીન બન્યા છતા હિંસા-જૂઠચોરી ઇત્યાદિ ભયંકર પાપનાં જ કાર્યો કરે છે. તેઓ પોતાને પ્રાપ્ત થયેલો આ મનુષ્યનો ભવ તો સુધારી શકતા નથી. પરંતુ ધર્મ ન કરવાથી ભાવિમાં પણ સાચાં સુખો મેળવી શકતા નથી. તથા આ ભવમાં કરેલાં પાપોના કારણે પરભવમાં નરક અને તિર્યંચગતિ પ્રાપ્ત કરીને તે તે ભવનાં દુ:ખો જ ભોગવે છે. જ્યાં આત્મકલ્યાણ કરવાની પરમ સાધનદશા છે. તે જ ભવમાં ઘણાં ઘણાં ભોગવિલાસનાં પાપો કરીને નરક-નિગોદના ભવોની પ્રાપ્તિ કરીને દુઃખો જ ભોગવે છે. આવા જીવો શરીરના આકારથી મનુષ્ય હોવા છતાં પણ પશુની સમાન જીવન જીવવાથી પશુતુલ્ય છે અર્થાત્ પશુ જ છે. ગ્રંથકાર મહર્ષિ આવા જીવો પ્રત્યે ભાવકરૂણાથી અંજાઈને તેવા જીવોને ધર્મમાં પ્રેરણા કરવા (ધર્મકાર્યમાં જોડાઈ જવા) માટે તથા
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy