SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૬૫ જ્યારે જે પુરુષો સત્ત્વશાળી અને તત્ત્વજ્ઞાની છે, તેઓ અતિશય પરાક્રમી અને પરમવીર પુરુષો હોય છે. દુઃખો વેઠે છે, પણ ક્યારેય ભીખ માગતા નથી કે લાચારી સેવતા નથી. ખુમારીપૂર્વક જીવન જીવનારા હોય છે. તેના જ કારણે ધર્મકાર્યો કરવામાં કે યોગનાં કાર્યો કરવામાં અને દયા-દાનાદિ કાર્યો કરવામાં આનંદવાળા અને ઉત્સાહવાળા હોય છે. રાગ-દ્વેષનો ગ્રંથિભેદ, સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની પ્રાપ્તિ તથા વિનય-વિવેક આદિ ઉત્તમ ગુણોની પ્રાપ્તિ આવા જીવો સહજતાથી કરે છે. સંયમ પાળવામાં તથા તપાદિ અનુષ્ઠાન આચરવામાં અપ્રમત્તપણે પ્રબળ પુરુષાર્થ કરનારા હોય છે તથા તેના દ્વારા અનુક્રમે ક્ષપકશ્રેણીકેવલજ્ઞાન-અયોગી અવસ્થા અને મુક્તિનાં સુખો પણ આવા જીવો પ્રાપ્ત કરનારા બને છે. - જે સાચા જ્ઞાની છે, સરળ છે, વિનયાદિ ગુણોથી સંપન્ન છે. આવા પુરુષોને મોહને જીતવા આદિના સઘળાં પણ કાર્યો સરળ રીતે થાય છે. જેમ ભોગી જીવો ભોગનાં સાધનો મેળવવામાં પરિશ્રમ ગણકારતા નથી. તેમ યોગી મહાત્માઓ યોગનાં કાર્યો કરવામાં પરિશ્રમ ગણકારતા નથી. જરા પણ આળસ કરતા નથી. પરંતુ અધિક ઉત્સાહ સાથે આત્મકલ્યાણનાં કાર્યોમાં જોડાઈને વેગે વેગે પાર પામે છે. અજ્ઞાની અને ધર્મકાર્ય કરવામાં દીન એવા જીવને ધર્મનાં કાર્યો દુષ્કર દેખાય છે અને તેના કારણે ધર્મકાર્યથી દૂર ભાગે છે. તે જ સઘળાં પણ ધર્મકાર્યો તથા મોહને જીતવામાં સઘળાં પણ કાર્યો સત્ત્વશાળી અને જ્ઞાની આત્મા તુરત જ કરે છે અને તેમાં પાર પામે છે. ક્યાંય કોઈથી તે ડરતા નથી કે પરાભવ પામતા નથી. આ જ જ્ઞાની અને સત્ત્વશાળી જીવની વિશેષતા છે. ધન્ય છે તેવા પરાક્રમી જીવોને. |૩ળી
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy