SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૫૧ किं विभुत्वेन किं भोगैः, किं सौन्दर्येण किं श्रिया । किं जीवितेन जीवानां, दुःखं चेत् प्रगुणं पुरः ॥२७॥ ગાથાર્થ - જો જીવોને આગળ-ભાવિમાં પ્રચુર પ્રમાણમાં દુઃખ જ આવવાનું હોય તો રાજયસત્તા મળે તો પણ શું કામનું ? અને ભોગો મળે તો પણ શું કામના ? તથા સૌંદર્ય મળે કે લક્ષ્મી મળે અથવા લાંબુ જીવન મળે તો પણ શું કામનું ? /૨થી વિવેચન - આ ભવમાં પણ ભિખારીની જેમ યાચના જ કરનારા અને સદા પરની ખુશામત જ કરનારા ભોગપિપાસુ જીવો પરભવમાં પણ મોહાસક્તિના કારણે નરક અને નિગોદનાં દુઃખો જ પામે છે. જે ભોગવિલાસો દુઃખોની તીવ્ર વેદના જ ઉત્પન્ન કરે છે, તેવા ભોગવિલાસોવિષય વિલાસો તથા રાજયલક્ષ્મી આદિ શું કામના ? જે સંપત્તિ આ જીવને સુખ આપતી નથી પણ ચિંતા અને લાલસાના કૂવામાં જ ધકેલી નાખે છે, તેવા સાંસારિક સુખોથી આ જીવને શું લાભ ! આવા જીવને વિપુલ ભોગસામગ્રી કદાચ મળી જાય તો પણ તેનાથી તેનું દુઃખ ટળતું નથી. પણ ભોગોની ભૂખ વધે જ છે અને તેનાથી પીડા તથા યુદ્ધાદિ પણ વધે જ છે. કદાચ પૂર્વે બાંધેલા પુણ્યના ઉદયથી દેવ જેવું રૂપ-સૌંદર્ય મળી જાય અથવા અઢળક ધનસંપત્તિ કદાચ મળી જાય, તો પણ તે મેળવવામાં કરેલાં પાપોથી ભાવિમાં આવનારી નરક-નિગોદના ભવોની આપત્તિઓનું નિવારણ તેનાથી થઈ શકતું નથી. આ રીતે કેવળ પાપ જ બંધાવે એવા પુણ્યનો અર્થાત્ પાપાનુબંધી પુણ્યનો કદાચ ઉદય થાય અને તેના કારણે રાજ્ય ઋદ્ધિ-વૈભવ, રૂપસૌંદર્ય, ભોગસામગ્રી અને સુખસંપત્તિ મળી જાય અને ઘણા લાંબા
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy